• Home
  • News
  • મહારાષ્ટ્રમાં બોટમાંથી મળી ત્રણ AK-47:મસ્કટથી યુરોપ જતી હતી બોટ, હાઈ ટાઈડના કારણે ભારત પહોંચી; હથિયાર દુબઈની સિક્યુરિટી એજન્સીના
post

રાયગડ જિલ્લાના હરિહરેશ્વર બીચ પર એક બોટ શંકાસ્પદ રીતે મળી આવતાં રાયગડ જિલ્લામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:01:22

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર તટ પર ગુરુવારે સવારે 8 વાગે દરિયામાંથી એક શંકાસ્પદ બોટ મળી, જેમાં ત્રણ AK-47 અને બુલેટ્સ મળ્યા છે. પોલીસે બોટ દોરડાંથી ખેંચીને બહાર કાઢી હતી. બોટમાં કાળા રંગના બોક્સમાં 3 AK-47 અને ગોળીઓ મળી આવી છે.

પોલીસે જણાવ્યું કે, જે બોક્સમાં હથિયાર હતા તેના પર અંગ્રેજીમાં નેપ્ચ્યૂન મરીટાઈમ સિક્યુરિટી લખ્યું હતું. આ કંપની બ્રિટનની છે. આ કેસમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમાં આતંકી કાવતરું હોવાની કોઈ વાત સામે નથી આવી. જોકે સુરક્ષા લેવલથી NIA અને ATSની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે.

જાણો મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ સમગ્ર ઘટના વિશે શું કહ્યું...
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે ઘટના વિશે જણાવ્યું છે કે, શ્રીવર્ધનમાં 1 બોટ મળી છે. તેમાંથી 3 AK-47 મળી આવી છે. તેની સાથે તેનું એમ્યુનેશનવ અને બોર્ડના અમુક દસ્તાવેજો મળ્યા છે. બોટનું નામ છે લેડી હાન અને તેની માલિક ઓસ્ટ્રેલિયાની એક મહિલા હાના લોન્ડસર્ગન છે. તેના પતિ જેમ્સ હોબર્ટ બોટના કેપ્ટન છે.

મસ્કટથી યુરોપ જતી હતી બોટ
ફડણવીસે કહ્યું- આ બોટ મસ્કટથી યુરોપ જતી હતી. 26 જૂન 2022ના રોજ આ બોટનું એન્જિન ખરાબ થયું અને હાજર લોકોએ ડિસ્ટ્રેસ કોલ કર્યો. કોરિયન નેવીની બોટ આસપાસ જ હતી.કોરિયન નેવીની શિપે આ લોકોનું રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ કર્યા પછી તેને ઓમાનને સોંપી દેવામાં આવી હતી.

હાઈટાઈડના કારણે બોટ રાયગઢ દરિયા કિનારા સુધી પહોંચી હતી. ફડણવીસે જણાવ્યું કે, હાઈ ટાઈડના કારણે આ બોટને ટોઈંગ ના કરી શકાઈ અને તે ડ્રિ્ફ્ટ થઈને શ્રીવર્ધન પહોંચી ગઈ. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરેક વાતના ખુલાસા કર્યા છે. અમે અત્યાર સુધી હાઈ એલર્ટ પણ રાખ્યું છે અને નાકાબંધી પણ ચાલુ છે. અમે દરેક એંગલને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છીએ. કારણકે તહેવારોની સિઝન છે તો તેવા સમયે અમે કોઈ રિસ્ક લેવા નથી માંગતા.

ટેરર એંગલના સવાલ પર ફડણવીસે કહ્યું કે- પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ ટેરર એંગલ લાગતો નથી. પરંતુ અમે કોઈ પણ એંગલને રુલ આઉટ નથી કર્યો.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના કમાન્ડરે શું કહ્યું...
બ્રિટનની બોટ, હથિયાર દુબઈની સિક્યુરિટી એજન્સીના
કોસ્ટગાર્ડના કમાન્ડર જનરલ પરમેશ શિવમણીએ કહ્યું- 26 જૂને આ બોટમાંથી અમને કોલ આવ્યો હતો. ત્યારે તેઓ મુશ્કેલીમાં હતા અને તેમણે અમારી મદદ માંગી. ઓમાનની ખાડીમાં આ બોટમાં હાજર ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બોટ બ્રિટન જતી હતી, તેના પર બ્રિટનનો ઝંડો પણ હતો. ત્યારપછી તે હરિહરેશ્વર પહોંચી.
બોટમાં ત્રણ AK-47 સિવાય અમુક નાના હથિયાર પણ હતા. બોટના માલિક સાથે વાતચીત થઈ છે. દુબઈની એક સિક્યુરિટી એજન્સીએ પણ અમને ફોન કરીને જણાવ્યું કે, આ સીરિઝના અમુક હથિયાર તેમના છે અને તે ગાયબ છે. આ એજન્સીએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ હથિયાર બોટ પર હાજર ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે વાપરવામાં આવે છે.

રાયગડ જિલ્લામાં હાઈએલર્ટ જાહેર
રાયગડ જિલ્લાના હરિહરેશ્વર બીચ પર એક બોટ શંકાસ્પદ રીતે મળી આવતાં રાયગડ જિલ્લામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બોટમાંથી AK-47 રાઈફલો મળી આવી છે. સુરક્ષાના કારણસર પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post