• Home
  • News
  • વાવાઝોડાને લીધે 130 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 1.5 ઈંચ વરસાદ, સ્નો બ્લાસ્ટનું એલર્ટ
post

150થી વધુ ઈમારતોને નુકસાન પહોંચ્યું, 10 હજાર ઘરોમાં વીજળી ડૂલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 08:51:34

લંડન: બ્રિટનમાં વાવાઝોડા અને વરસાદે ભારે નુકસાન કર્યુ હતું. દેશના મોટાભાગના હિસ્સામાં 130 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. બ્રેન્ડન વાવાઝોડાની સૌથી વધુ અસર પશ્ચિમ ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તર આયરલેન્ડમાં થઇ હતી. ગેટવિક એરપોર્ટથી 15 ફ્લાઇટને ડાઈવર્ટ કરાઈ જ્યારે 10ને રદ કરાઈ હતી. એડિનબર્ગ અને બર્મિંઘમ સહિત અનેક સ્ટેશનોએ 25થી વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી. બાકી સ્થાને પણ ટ્રેન મોડી પડી હતી. વેલ્સ અને ઉત્તર આયરલેન્ડના 10 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વેલ્સમાં 15 ફૂટ ઊંચા મોજા ઊછળ્યાં. 150થી વધુ ઈમારતોને નુકસાન થયું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 37 જગ્યાએ 1.5 ઈંચથી વધુ વરસાદની આશંકા વ્યક્ત કરી હતી જ્યારે પૂરના 176 એલર્ટ આપ્યા હતા.


સમગ્ર બ્રિટનમાં ઉચ્ચ દબાણનું ક્ષેત્ર, વાવાઝોડાએ સ્થિતિ બગાડી
હવામાન વિજ્ઞાની વિન્સેન્ટ ફિજસ્ટીમન મુજબ અસામાન્ય છે. અમુક સ્થળોએ સમુદ્રનું સ્તર દોઢ દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સમગ્ર દેશમાં ઉચ્ચ દબાણનું ક્ષેત્ર સર્જાયું છે, તે હજુ વધી શકે છે. તેનાથી પર્વતીય અને મેદાની વિસ્તારોમાં સામાન્યથી વધુ બરફ પડશે. બ્રેન્ડન વાવાઝોડાથી સ્થિતિ હજુ બગડશે.

adv

Related News

post
post
post
post
post
post
post