• Home
  • News
  • તિહાર જેલમાં ફાંસીની તૈયારી પૂરજોશમાં, નિર્ભયાના દોષિતોને અંતિમ ઈચ્છા પૂછાઈ
post

દોષિતોને પૂછવામાં આવ્યું કે, 1 ફેબ્રુઆરીએ નક્કી તમારી ફાંસી પહેલા તમે છેલ્લીવાર કોને મળવા માંગો છો?

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 08:30:46

નવી દિલ્હી: તિહાર જેલમાં બંધ નિર્ભયાકાંડના ચારેય ગુનેગારોને જેલ તંત્રે નોટિસ આપીને તેમની આખરી ઈચ્છા પૂછી લીધી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, 1 ફેબ્રુઆરીએ નક્કી તમારી ફાંસી પહેલા તમે છેલ્લીવાર કોને મળવા માંગો છો? તમારા નામે કોઈ મિલકત હોય, તો તે કોને ટ્રાન્સફર કરવા માંગો છો? શું તમે કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગો છો કે કોઈ ધર્મગુરુને બોલાવવા ઈચ્છો છો? ઈચ્છાઓ તમે 1 ફેબ્રુઆરી પહેલા પૂરી કરી શકો છો.


મુકેશ અને અક્ષયના વર્તનમાં કોઈ અસર નથી
તિહાર જેલના સૂત્રોના જણાવ્યાનુસાર, મંગળવારથી અચાનક પવનનો ખોરાક ઘટી ગયો હતો. જોકે, મુકેશ અને અક્ષયના વર્તનમાં હજુ સુધી કોઈ અસર નથી દેખાઈ. તેમણે ખાવાનું બંધ કર્યું હોય કે ઓછું કર્યું હોય એવું નથી દેખાઈ રહ્યું. મુકેશ ફાંસી ટાળવા જેટલા કાયદાકીય ઉપાય હતા, તે અજમાવી ચૂક્યો છે. તેની દયા અરજી પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફગાવી ચૂક્યા છે. હવે અન્ય ત્રણ પાસે દયા અરજી દાખલ કરવાનો અને બે પાસે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશનનો વિકલ્પ બચ્યો છે.


4
કેદી માટે 32 સિક્યોરિટી ગાર્ડ
તિહાર જેલના સૂત્રોના જણાવ્યાનુસાર, ચારેય ગુનેગારને જેલ નં. 3ના જુદા જુદા સેલમાં રખાયા છે. દરેક દોષિતના સેલ બહાર બે સિક્યોરિટી ગાર્ડ તહેનતા છે, જેમાંથી એક હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ના ધરાવતા હોય તેવા તમિલનાડુ સ્પેશિયલ પોલીસના જવાન અને એક તિહાર જેલ તંત્રના છે. તમામ ગાર્ડને દર બે કલાકે આરામ અપાય છે. શિફ્ટ બદલતા બીજો ગાર્ડ તહેનાત કરી દેવાય છે. દરેક કેદી માટે 24 કલાકમાં આઠ ગાર્ડ કામ કરે છે. આમ, ચાર કેદી માટે કુલ 32 સિક્યોરિટી ગાર્ડ હોય છે. તેઓ 24 કલાકમાં 48 શિફ્ટમાં કામ કરી રહ્યા છે.


એક ગુનેગારે ખાવાનું છોડ્યું, અન્યની ભૂખ ઘટી
સૂત્રોના જણાવ્યાનુસાર, નિર્ભયાના ચાર ગુનેગારમાંથી એકે પોતાની જિંદગી ખતમ થવાના ડરથી ખાવાનું બંધ કરી દીધું છે, જ્યારે અન્ય ખૂબ ઓછું ભોજન લઈ રહ્યા છે. જેલ અધિકારીઓ દ્વારા માલુમ પડ્યું છે કે, ચારમાંથી એક વિનયે બે દિવસથી ખાવાનું નથી ખાધું, પરંતુ બુધવારે તેને વારંવાર આગ્રહ કરાયા પછી તેણે થોડું ભોજન લીધું હતું. તમામની મેડિકલ તપાસ કરાવાઈ રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post