• Home
  • News
  • ટિકટોક સ્ટાર અને ભાજપની લીડર સોનાલી ફોગાટે સરકારી કર્મચારીને થપ્પડ અને ચપ્પલથી માર્યો, વીડિયો વાયરલ
post

પોલીસની નજર સામે સોનાલીએ સરકારી કર્મચારીને ચપ્પલથી ફટકાર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 09:31:30

હિસાર: ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલી ટિક-ટૉક સ્ટાર સોનાલી ફોગાટે હિસાર જિલ્લાના બાલસમંદના અનાજ માર્કેટમાં શુક્રવારે માર્કેટ કમિટીના સચિવને તમાચા ચોડી દીધા. કહેવાય છે કે સોનાલી ખેડૂતો માટે શેડ બનાવવા મુદ્દે વાત કરવા ગઇ હતી. ત્યાર બાદ વિવાદ થઇ ગયો. માર્કેટ કમિટી સચિવ સુલતાન સિંહ સામે આરોપ છે કે સોનાલીએ તેમની પાસેથી જવાબ માગ્યો તો તેમણે સોનાલીના ટિક-ટૉક વીડિયો અંગે ટિપ્પણી કરી અને કંઇક અપશબ્દ કહ્યા. તેથી રોષે ભરાયેલી સોનાલીએ તેમને તમાચા માર્યા અને ચપ્પલથી ફટકાર્યા. સોનાલી અધિકારીને અપશબ્દો બોલતી પણ સંભળાઇ. તે ગત વર્ષે આદમપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના કુલદીપ બિશ્નોઇ સામે ચૂંટણી લડી અને 
હારી હતી.

સચિવે કહ્યું- ચૂંટણીમાં વિરોધનો આરોપ લગાવતી, દબાણ કરીને માફીનામું લખાવ્યું 
સુલ્તાન સિંહે કહ્યું કે, ‘હું સોનાલીને બહનજી કહીને ખરીદી અને અન્ય મામલા વિશે વાત કરતો. તો પણ તેણે અને કેટલાક યુવાનોએ મને દુકાનથી થોડે દૂર એકાંતમાં લઈ જઈ મારપીટ શરૂ કરી. તેનાથી સાબિત થાય છે કે, આ બધું પ્રિ-પ્લાન્ડ હતું. સોનાલી મારા પર વિધાનસભા ચૂંટણીમાં વિરોધ કરવાનો આરોપ લગાવી હતી, જેના કારણે તેણે આ બધું કર્યું અને જબરદસ્તીથી માફીનામું પણ લખાવ્યું.

સોનાલીએ કહ્યું- સચિવે કહ્યું કે, તમારા જેવી નાજુક મહિલાઓએ ફરવાની જરૂર નથી 
સોનાલીએ કહ્યું કે, ‘સચિવે મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરતા કહ્યું કે, તમારા જેવી નાજુક અને સુંદર મહિલાઓએ બહાર ફરવાની જરૂર નથી. તમારે શું જોઈએ છે? તેથી મારા એક સમર્થકને ગુસ્સો આવ્યો અને સચિવને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં તેને રોક્યો. મેં થપ્પડ મારી કારણ કે, અભદ્ર ભાષા બોલશે તો પીટાઈ થશે જ.

સોનાલી મંડીમાં શેડ અને ફર્શ મુદ્દે વાત કરવા પહોંચી હતી 
સોનાલી સમર્થકો સાથે સૌથી પહેલા હિસાર સચિવ કાર્યાલય પહોંચી. ત્યાં ઘણો સમય બેઠા પછી તે બંને જુદા જુદા સમયે બાલસમંદ જવા નીકળ્યા. સોનાલી સરકારી ખરીદી અને વ્યવસ્થાની સમીક્ષા કરવા ગઈ હતી. ત્યાં મંડી પરિસરમાં તેના અને સચિવ વચ્ચે શેડ-ફર્શ મુદ્દે વાત થઈ. આરોપ છે કે, સોનાલીએ સચિવ પાસે જવાબ માંગ્યો, તો તેમણે સોનાલીના ટિક ટોક વીડિયોને લઈને અભદ્ર ટિપ્પણી કરી. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે, સોનાલીના સમર્થકોએ પણ સચિવ સાથે મારપીટ કરી હતી.

વાયરલ વીડિયોમાં શું છે
વાયરલ થયેલો વીડિયો શુક્રવાર બપોરનો છે. બાલસમંદમાં અસ્થાયી માર્કેટમાં ઉભેલી કોઇ વ્યક્તિએ શૂટ કર્યો છે. તેમાં સોનાલી ફોગાટ કર્મચારીને કહી રહી છે કે તમને જેટલા થપ્પડ મારવામા આવે તેટલા ઓછા છે. આમ કહીને સોનાલીએ તેને થપ્પડ મારી હતી. સેક્રેટરી બેસીને આજીજી કરતો રહ્યો અને પછી રડવા લાગ્યો હતો. 

વીડિયોમાં ફોગાટ એમ કહે છે કે તમે આ વાત કેવી રીતે કહી ? સોનાલીએ કહ્યું કે મારા મોઢામાથી કોઇ માટે એક શબ્દ પણ નથી નિકળતો. મારવું તો દૂરની વાત છે. તમારા ઘરે મા- બહેન નથી શું ? શું વિચારીને તમે આ શબ્દો કહ્યા. કામનું છોડો, એક મહિલાની ગંદી મજાક કરવાનું તમને કોણે શીખવાડ્યું ? સોનાલી ફોગાટે કહ્યું કે થાણાના ઇન્ચાર્જને બોલાવો. આજુબાજુ ઉભેલા લોકો સોનાલીનું સમર્થન કરી રહ્યા હતા. કર્મચારી બેસીને સ્પષ્ટતા કરી રહ્યો હતો. 

કોણ છે સોનાલી ફોગાટ
ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની આદમપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઇ વિરુદ્ધ ચૂંટણી લડી હતી. જોકે સોનાલી હારી ગઇ હતી. તે ટિકટોક પર ફેમસ છે. ત્યાં લગાતાર વીડિયો પોસ્ટ કરતી રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ટિકટોક પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post