• Home
  • News
  • પરિવારની કોઈ પણ સમસ્યા દૂર કરવા એક સોસાયટીના 7 બંગલામાં રહેતી 4 પેઢીના 31 સભ્ય રોજ માતાપિતાના ઘરે ગૃહસભા કરે છે
post

હેબતપુરના પટેલ પરિવારના દરેક સભ્યએ પોતાની આવક મોભીને આપે છે તેમાંથી 10 હજાર ઘર ખર્ચ મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 09:49:48

સામાન્ય રીતે કોઇ ઘરમાં પરિવારના સભ્યો રવિવાર અથતા તો રજાના દિવસે ભેગા થતા હોય છે. પરંતુ અમદાવાદમાં 5 ભાઇ અને 2 ભત્રીજાના પટેલ પરિવારની ચાર પેઢીના 31 સભ્ય એવા છે જે દરરોજ રાત્રે એક કલાક ભેગા મળી ગૃહસભા યોજે છે. જેમાં સભ્યો પોતાના પ્રશ્નો રજૂ કરે છે, અને પરિવારના વડીલોના માર્ગદર્શનથી ઉકેલે છે. અમદાવાદના હેબતપુરમાં એક સોસાયટીમાં આવેલા 7 બંગલામાં પાંચ દીકરા અને 2 ભત્રીજા સહિત 31 સભ્યનો હર્યોભર્યો પરિવાર રહે છે. તમામની રોજ રાત્રે ગૃહસભા મળે છે. જ્યાં નાના બાળકથી માંડીને પરિવારના મોભી પોતાની વાત રજૂ કરે છે. પરંપરા છેલ્લા દસ વર્ષથી ચાલતી આવે છે. દરરોજ પરિવારના 31 સભ્યો એક છત નીચે રાત્રે 9થી 10 વાગ્યા સુધી અવશ્ય ભેગા થાય છે.

સભામાં મૂંઝવતા પ્રશ્નો કે કોઇ ઘટનાની ચર્ચા થાય
ગૃહસભામાં સૌ પ્રથમ ભજન-કીર્તન બાદ કોઇ સભ્યને કંઇ કહેવું હોય તો તમામ સમક્ષ પોતાની વાત રજૂ કરે છે અથવા તો દિવસ દરમિયાન જો કોઇ મૂંઝવતા પ્રશ્નો કે કોઇ ઘટના બની હોય તો તેની ચર્ચા થાય છે. જે બાદ પરિવારના વડીલ એવા માવજીભાઇ પટેલ તેમના પત્ની અને ભાભી પોતાનો મત રજૂ કરે છે ભલે પરિવારના સભ્યો અલગ અલગ બંગલામાં રહેતા હોય પણ તેનું સંચાલન પરિવારના મોભી માવજીભાઇ પટેલ કરે છે. દર મહિને પરિવારના કમાતા સભ્યો કમાણી માવજીભાઇને સોપે છે. જેમાંથી તેઓ સાતેય દીકરાને ઘર ખર્ચ માટે મહિને 10 હજાર આપે છે. જ્યારે બાકીના પૈસા અન્ય ખર્ચ માટે વાપરે છે.

એક બંગલામાં ખીલી લાગે તો અન્ય 6માં પણ લાગે
સાતેય બંગાલની ડિઝાઈન અને ફર્નિચર પણ એક સરખુ છે. એક બંગલામાં જો ફેરફાર કરવાનો હોય તો સાતેય બંગલામાં ફેરફાર થાય છે. ત્યાં સુધી કે જો એક બંગલામાં કોઇ ખૂણે ખીલ્લી વાગે તો અન્ય બંગલામાં પણ ખીલી વાગે .

10 વર્ષ પહેલા કચ્છથી અમદાવાદમાં સ્થાયી થયા
માવજીભાઇ પટેલ મૂળ કચ્છના નેત્રાના વતની છે. 10 વર્ષ પહેલાં તમામ દીકરાઓ સાથે અમદાવાદ રહેવા આવી ગયા. તેમના સાત દીકરામાંથી બીજા નંબરનો પુત્ર ગોપાલભાઇ કન્સ્ટ્રક્શનનાવ્યવસાય સાથે જોડાયલા છે. અન્ય પુત્ર ટિમ્બરની ફેક્ટરી, પ્લાયવૂડ-હાર્ડવેર કંપની ચલાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post