• Home
  • News
  • Corona ની ત્રીજી લહેર રોકવા માટે ડો. ગુલેરિયાએ આપ્યા ત્રણ મંત્ર, બાળકોની વેક્સિન મુદ્દે કહી આ વાત
post

ગુલેરિયાએ કહ્યું કે, ત્રીજી લહેરને રોકવી હોય તો તે આપણા હાથમાં છે. જો આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીશું તો વાયરસ ફેલાશે નહીં. મેં બધાને અપીલ કરીશ કે બધા કોરોના નિયમોનું પાલન કરે અને જ્યાં પણ કોરોનાના કેસ વધુ છે ત્યાં લૉકડાઉન લાગૂ કરો અને બધાને વેક્સિન આપો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-24 09:24:07

નવી દિલ્હઃ ભારતમાં બાળકોના રસીકરણને લઈને એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, બાળકોમાં કોરોનાની બીમારી ખુબ હળવી હોય છે. આપણે સૌથી પહેલા વૃદ્ધો અને જેને પહેલાથી કોઈ બીમારી છે, તેને વેક્સિન લગાવવી જોઈએ. બાળકો માટે ફાઇઝર વેક્સિનને એફડીએ અપ્રૂવલ મળી ચુક્યુ છે અને આ વેક્સિનને ભારતમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. 

ભારત બાયોટેકને મંજૂરી મળશે તો આપણે 2-18 વર્ષના બાળકોને વેક્સિન લગાવી શકીશું. જ્યારે મંજૂરી મળશે ત્યારે બાળકોને વેક્સિન આપવાનું શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે, આશા છે કે તેની ટ્રાયલ જલદી પૂરી થઈ જશે અને સંભવતઃ લગભગ 2-3 મહિનામાં ફોલોઅપની સાથે અમારી પાસે સપ્ટેમ્બર સુધી ડેટા હશે. આશા છે કે તે સમય સુધી મંજૂરી મળી જશે, જેથી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી બાળકોને આપવા માટે આપણી પાસે વેક્સિન હશે. 

તેમણે કહ્યું કે, ત્રીજી લહેરને રોકવી હોય તો તે આપણા હાથમાં છે. જો આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીશું તો વાયરસ ફેલાશે નહીં. મેં બધાને અપીલ કરીશ કે બધા કોરોના નિયમોનું પાલન કરે અને જ્યાં પણ કોરોનાના કેસ વધુ છે ત્યાં લૉકડાઉન લાગૂ કરો અને બધાને વેક્સિન આપો. 

નોવાવૈક્સ જુલાઈથી શરૂ કરશે ક્લિનિકલ ટ્રાયલ
આ સિવાય સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ જુલાઈમાં બાળકો માટે નોવાવૈક્સ ડોઝની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી છે. પાછલા દિવસોમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં નોવાવૈક્સ રસીના સંદર્ભમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ હતુ કે નોવાવૈક્સ વેક્સિનના પ્રભાવ સંબંધી આંકડા ઉત્સાહજનક છે. નોવાવૈક્સના જાહેર રૂપથી ઉપલબ્ધ આંકડા પણ સંકેત આપે છે કે તે સુરક્ષિત અને અત્યંત અસરકારક છે. 

તેમણે કહ્યું કે, આજે ભારતમાં આ રસી માટે પ્રાસંગિકતા છે કે તેનું ઉત્પાદન સીરમ કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે સીરમ તેની બાળકો પર ટ્રાયલ પણ શરૂ કરશે. આ સાથે એમ્સના ડાયરેક્ટરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે ત્રણ મંત્ર આપ્યા છે. 

પ્રથમ મંત્ર, બેદરકારી નહીં
ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, ત્રીજી લહેર આપણા હાથમાં છે. જો આપણે તેને રોકવા ઈચ્છીએ તો આ બે-ત્રણ વસ્તુ કરવી ડોઈએ. પ્રથમ કોરોના પ્રોટોકોલનું કડક રીતે પાલન થવું જોઈએ. કેસ ઘટે તો કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં. 

 

બીજો મંત્ર, સર્વેલન્સ
ગુલેરિયાએ જણાવ્યુ કે કોરોનાની ત્રીજી લહેર આવતી રોકવા માટે બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે, સર્વેલન્સ. જો કોઈ વિસ્તારમાં કેસ વધે છે, પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે, હોસ્પિટલમાં દર્દી વધી રહ્યાં છે તો આપણે તે વિસ્તારને કન્ટેન કરવાની જરૂર છે. નિયમોનું કડક પાલન કરાવવું જોઈએ જેથી વાયરસ ન ફેલાય. 

ત્રીજો મંત્ર- ઝડપથી વેક્સિનેશન
ડોક્ટર ગુલેરિયાએ આગળ કહ્યુ કે, ત્રીજી લહેરને રોકવા માટે જે મહત્વપૂર્ણ વસ્તુ છે તે છે ઝડપથી રસીકરણ. વધુથી વધુ લોકોને રસી આપી બીમારીને ગંભીર રૂપ લેતી રોકી શકાય છે. જો આપણે આ બે-ત્રણ વસ્તુનું ધ્યાન રાખીશું તો કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post