• Home
  • News
  • Tokyo Olympics 2021 : ઓલિમ્પિકમાં ભારતનુ ખાતુ ખૂલ્યું, મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ અપાવ્યો
post

ટોકિયોમાં ચાલી રહેલ ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics 2021) નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતની અનેક કોમ્પિટિશન થવાની છે. જેમા તિરંદાજી, બેડમિન્ટન, હોકી, જુડો, રોઈંગ, ટેબલ ટેનિસ, ટેનિસ વેઈટ લિફ્ટિંગની ગેમ્સ આજે યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-24 13:37:04

ટોકિયોમાં ચાલી રહેલ ઓલિમ્પિક ગેમ્સ ( Tokyo Olympics 2021 ) નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતની અનેક કોમ્પિટિશન થવાની છે. જેમા તિરંદાજી, બેડમિન્ટન, હોકી, જુડો, રોઈંગ, ટેબલ ટેનિસ, ટેનિસ વેઈટ લિફ્ટિંગની ગેમ્સ આજે યોજાશે. જોકે, બીજા દિવસની ભારતની શરૂઆત કંઈ ખાસ થઈ નથી.  દિવસની શરૂઆતના નિશાન પર કુલ ચાર ગોલ્ડ હતા. પરંતુ તેમાંથી એકની આશા ઠગારી નીવડી છે. કારણ કે, મહિલાઓની 10 મીટર એર રાઈફલની કોમ્પિટિશનમાંથી ભારત બહાર જતુ રહ્યુ છે. પંરતુ બીજી તરફ ભારતનો શુટિંગમાં મેડલ પાક્કો થઈ ગયો છે. કારણ કે, સૌરભ ચૌધરી ફાઈનલમા પહોંચી ગયા છે. 

મીરાબાઈ ચાનૂએ ભારતને સિલ્વર અપાવ્યો 

મીરાબાઈ ચાનૂએ ભારતને ઓલિમ્પિકમાં પહેલો મેડલ આપ્વાયો છે. મહિલા વેઈટ લિફ્ટીંગમાં મીરાબાઈ ચાનૂએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલો વજન ઉઠાવવામાં સફળ રહી. જોકે, ત્રીજા પ્રયાસાં તેઓ અસફળ રહ્યા અને ગોલ્ડ મેડલની રેસમાઁથી બહાર નીકળી ગયા.

તીરંદાજીમાં કોરિયા સામે હાર્યું ભારત 
તીરંદાજીના ક્વાર્ટર ફાઈનલમાં દીપિકા અને પ્રવીણની જોડી હારી ગઈ છે. તેમને કોરિયન જોડી સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય તીરંદાજોની જોડી ત્રણના મુકાબલામાં એક સેટ જ જીતી શકી છે. કોરિયાએ એક અંકથી બીજો સેટ જીત્યો હતો. ભારતના તીરંદાજોએ 37 અંક મેળવ્યા હતા, પરંતુ કોરિયન તીરંદાજે 38 અંક મેળવ્યા છે. 
 

બત્રા-શરતની જોડી હારી
ટેબલ ટેનિસ (table tennis) માં ભારતનો મુકાબલો ચીન સાથે રહ્યો હતો. જેમાં મનિક બત્રા (manika batra) અને શરત કમલ (sharath kamal) ની શરૂઆત બહુ સારી નથી રહી. મનિકા બત્રા અને શરત કમલની જોડી રાઉન્ડ ઓફ 16 માં ચીની તાઈપેની જોડી સાથે સીધી ગેમ્સમાં 8-11, 6-11, 5-11, 4-11 થી હારી ગઈ છે. આમ, ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સમાં ભારતના પદકની આશા ઠગારી નીવડી છે. શરત કમલ અને મનિકા બત્રા ત્રીજી ગેમમાં પણ વર્લ્ડ નંબર 1 ચીની તાઈપેની જોડી સામે હારી ગયા છે. 

સૌરભ ચૌધરી નિશાનેબાજીમા ફાઈનલમા પહોચ્યા 
નિશાનેબાજીમાં ભારતનો એક મેડલ પાક્કો થઈ ગયો છે. સૌરભ ચૌધરી (saurabh chaudhary) એ પુરુષોના 10 મીટર એર પિસ્તોલના પિસ્તલ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહેલા સ્થાન પર રહ્યાં છે. તેમણે કુલ 586 અંક મેળવ્યા છે. તો ભારતના જ અભિષેક વર્માએ 575 અંકોની સાથે 17 મા નંબરે સ્થાન બનાવ્યું છે. સૌરભ ચૌધરીએ 6 સીરિઝમાં 95, 98, 98, 100, 98 અને 97 અંક મેળવ્યા છે. 

અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ વાલારિવન બહાર
મહિલા 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત માટે આ નિરાશાજનક વાત છે કે વર્લ્ડ નંબર 1 ઈલાવેનિલ વાલારિવન અને પૂર્વ નંબર 1 અપૂર્વી ચંદેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થયા છે. 626.5 અંકો સાથે ઈલાવેનિલ વાલારિવન 16માં નંબરે રહી. 

તો બીજી તરફ, ભારતીય જુડોકા સુશીલા દેવીને પણ પહેલા રાઉન્ડમાં હાર મળી છે. તેમની મેચ હંગેરીના ઈવા સેરનોવિસ્કીમા સામે હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post