• Home
  • News
  • Photos: રશ્મિ દેસાઈની આકર્ષક અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ, જે જુએ બસ જોતા જ રહી જશો
post

રશ્મિ દેસાઇ ટૂંક સમયમાં નાગિન -4 માં જોવા મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-01 12:01:09

ટીવી ક્ષેત્રના પ્રખ્યાત શો બિગ બોસની 13મી સીઝનથી ચર્ચામાં રહેલી રશ્મિ દેસાઇ ભલે બિગ બોસ 13ની વિજેતા ન બની હોય, પરંતુ તેણીએ તેની રમતથી લોકોનું દિલ જીતી લીધું હતું. રશ્મિ સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની તસવીરો શેર કરીને દર્શકોના દિલ જીતી લે છે. માસુમ ચહેરો અને આકર્ષક અદાઓ ધરાવતી રશ્મિ દર્શકોને ખુબજ પસંદ પડે છે.

 

રશ્મિ દેસાઇ ટૂંક સમયમાં નાગિન -4 માં જોવા મળશે, જો કે તેની સત્તાવાર ઘોષણા હજુ બાકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાસ્મિન ભસીન નાગિન 4 થી બહાર થઈ ગઈ છે અને રશ્મિ દેસાઇ તેની જગ્યાએ પાત્ર નિભાવશે.

 

રશ્મિ દેસાઇ તેના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહી છે રશ્મિએ નંદિષ સાથે લગ્ન કર્યા હતા અને તેમનું લગ્નજીવનનો દુખદ અંત આવ્યો હતો. રશ્મિ થોડો સમય ડિપ્રેશનનો ભોગ બની હતી. જો કે આ બધામાંથી રશ્મિ હેમખેમ બહાર આવી હતી. આજે રશ્મિ ખુબજ મજબુત એકટ્રેસ તરીકે ટીવી ક્ષેત્રે નામના ધરાવે છે.