• Home
  • News
  • વડોદરાથી કેવડિયા ટ્રેનનો ટ્રેક અનફિટ, 140ની ઝડપે ટ્રાયલ, પણ માત્ર 110ની સ્પીડની મંજૂરી મળી
post

ઇન્સ્પેકશનમાં ડભોઈથી આગળના ટ્રેક પર ઝટકો આવ્યો, સુધારો કરવા તાકીદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-31 09:56:38

વડોદરાથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી રેલવેલાઇનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. વડોદરાથી કેવડિયા રેલવેલાઇનના પ્રથમ ચરણમાં ડભોઇથી ચાણોદ સુધી 18 કિમીના ગેજ કન્વર્ઝનમાં માત્ર 110 ની સ્પીડે ટ્રેન ચલાવવા માટે સીઆરએસ મંજૂરી આવી છે. ઇન્સ્પેકશનમાં ડભોઇથી આગળના ટ્રેક પર ઝટકો આવતાં એનો સુધારો કરવા તાકીદ કરાઇ હતી.

વડોદરાથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલવેલાઇનથી જોડવાના પ્રોજેક્ટમાં કામ ડિસેમ્બરમાં પૂરું કરવાની ઉતાવળમાં રેલવે દ્વારા કેટલાંક છીંડાં રહ્યાંનું પ્રકાશમાં આવ્યું છે. ડભોઇથી કેવડિયા રેલવેલાઈન પર 3 ડિસેમ્બરના રોજ કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા ઇન્સ્પેક્શન કરાયું હતું. જ્યારે રેલવે દ્વારા પણ ટ્રાયલ કર્યો હતો. બંને પ્રયોગમાં ટ્રેન 140ની સ્પીડે દોડાવી હતી છતાં કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા માત્ર 110ની સ્પીડે જ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે.

31 ડિસેમ્બર સુધી સુધારા કરી ફરી એપ્રોચ કરવા આદેશ
કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા અપાયેલી મંજૂરીના લેટરમાં 31 ડિસેમ્બર સુધી ટ્રેકમાં જરૂરી સુધારા કરીને ફરી એપ્રોચ કરવા માટે ઉલ્લેખ કરાયો છે. જોકે વડોદરા ડિવિઝન દ્વારા હજુ કોઈ કાર્યવાહી કરી નથી, તેમ રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

10 દિવસ અગાઉ મંજૂરી મળી
PRO
ખેમરાજ મીણાએ કહ્યું- ઇન્સ્પેક્શન બાદ 110ની સ્પીડે ટ્રેન ચલાવવા 10 દિવસ અગાઉ મંજૂરી આવી છે.

5 કિલો માટી લઇ જવાઇ હતી
કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા થયેલા ઇન્સ્પેક્શન દરમિયાન ડભોઇ પાસેથી 5 કિલો માટી પૃથક્કરણ માટે લઇ જવાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post