• Home
  • News
  • ટ્રેજેડી કિંગનું નિધન:કેવી રીતે સાયરાબાનોના પ્રેમમાં પડ્યા હતા દિલીપ કુમાર, તેમના જ શબ્દોમાં જાણો
post

સાત જુલાઈના રોજ યુસુફ ખાન ઉર્ફે દિલીપ કુમાર જન્નતનશીન થયા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-07 10:03:44

બેમિસાલ બોલિવૂડ એક્ટર અને ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા બનેલા દિલીપ કુમારના અંગત જીવન સાથે સંકળાયેલી અનેક વાતો મીડિયામાં આવી ચૂકી છે, પરંતુ 2014માં ઉદય તારા લિખિત ઓટો બાયોગ્રાફી 'સબસ્ટેન્સ એન્ડ શેડો' પ્રકાશિત થઈ હતી. જીવનના તમામ રંગો જોઈ ચૂકેલા દિલીપ સાબે આ જીવનીમાં અનેક રસપ્રદ વાતો કહી છે.

ઓટોબાયોગ્રાફીનીની શરૂઆત આ શેરથી કરે છે...

મુજે તો હોશ નહીં, આપ હી મશવિરા દીજીએ, કહાં સે છેડું ફસાના કહાં તમામ કરું

આ પેકેજમાં અમે દિલીપ કુમારે લેખિકા (ઉદયતારા નાયર)ને કહેલા મધુબાલાથી લઈ સાયરા અને એક્ટિંગ શરૂઆતથી લઈ અત્યાર સુધીના 10 કિસ્સાઓ અંગે જણાવી રહ્યા છીએ.

1.જ્યારે પડ્યો સાયરાના પ્રેમમાં: તે 1966ના 23 ઓગસ્ટની સાંજ હતી. સાયરા પોતાના નવા ઘરના બગીચામાં ઉભી હતી. હું જેવો કારમાંથી ઉતર્યો કે, મારી નજર તેમના પર સ્થિર થઈ ગઈ. હું ચકિત થઇ ગયો. અત્યાર સુધી હું તેને(સાયરા) એક છોકરી માનતો હતો. આથી તેમની સાથે ફિલ્મ્સ કરવાથી પણ બચતો હતો. પરંતુ અહીં તો એક ખૂબસૂરત સ્રી ઉભી હતી. તે ખરેખર મારી ઘારણા કરતા પણ વધુ સુંદર લાગતી હતી.

2.પહેલી ફિલ્મ: મારી પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા' હતી. જ્યારે હું આ ફિલ્મના સ્ક્રિનિંગ માટે હોલમાં પહોંચ્યો, ત્યારે મેં પોતાને પડદા પર જોયો. આ સમયે મેં મારી જાતને એક સવાલ કર્યો કે શું ભવિષ્યમાં પણ કામ મળતું રહ્યું તો શું હું આવી જ એક્ટિંગ કરીશ?.જવાબ હતો ના. મને અહેસાસ થયો કે અભિનય કરવો એ સહેલું કામ નથી. જો મારે આ કરિયરને આગળ ચાલુ રાખવી હોય તો પોતાની સ્ટાઈલ બનાવવી પડશે અને પ્રશ્ન ઉપસ્થિત થયો કેવી રીતે?

3.મધુબાલા સાથે પ્રેમ: શું મને મધુબાલા સાથે પ્રેમ હતો, જેમ કે તે સમયના ન્યૂઝપેપર્સ અને મેગેઝીનમાં વારંવાર સમાચાર આવતા. હાં હું તેમના તરફ આકર્ષિત હતો. તે નિઃસંદેહ ખૂબ સારી એક્ટ્રેસ હતી. તેમનામાં એક મહિલા તરીકે પણ એવી ઘણી ખૂબીઓ હતી, જે ત્યારના સમયમાં મારી પસંદની નજીક હતી. તેમના વ્યક્તિત્વમાં એક અદભૂત પેશન હતું. તેમના કારણે જ હું મારા શરમાળ સ્વભાવમાંથી બહાર આવ્યો હતો.

4.જ્યારે મધુબાલાથી થયો અલગ: જ્યારે અમે 'મુઘલ-એ-આઝમ' માટે પડદા પર અમર પ્રેમ નિભાવી રહ્યા હતા,ત્યારે રિયલ લાઈફમાં અમારા સબંઘો પુરા થયા હતા. ફિલ્મ અડધી જ બની હતી અને સ્થિતિ તો એવી હતી કે અમે એકબીજા સાથે વાત પણ કરતા નહોતા. 'મુઘલ-એ-આઝમ'ના એક લવ સીનની મહાનત્તમ લવસીનમાં ગણના થાય છે. જ્યારે સલીમના ખોળામાં અનારકલી માથું રાખી સુતી છે. બેકગ્રાઉન્ડમાં ઉસ્તાદ તાનસેનો આલાપ ચાલી રહ્યો છે, અને સલીમ અનારકલીના ચહેરા પર પીછું ફેરવે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં અમે તે સમયે વાત કરવી તો દૂરની વાત છે પણ સૌજન્ય ખાતર દુઆ સલામ પણ કરતા નહોતા.

5.શા માટે નકારી 'મધર ઇન્ડિયા': હું 'મધર ઇન્ડિયા' પહેલા બે ફિલ્મ્સમાં નરગીસનો હિરો રહી ચૂક્યો હતો.આથી તેના દીકરાનો રોલ કરવાનો પ્રસ્તાવ જામ્યો નહીં. જ્યારે મહેબુબ ખાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી, ત્યારે હું અભિભૂત થઇ ગયો હતો. મને લાગ્યું કે આ ફિલ્મ કોઇ પણ કિંમત પર બનવી જોઇએ. ત્યાર બાદ તેમણે મને નરગીસના દીકરાનો રોલ ઓફર કર્યો. મેં તેમને સમજાવ્યા કે 'મેલા' અને 'બાબુલ' ફિલ્મમાં નરગીસ સાથે રોમાન્સ કર્યા બાદ આ યોગ્ય નથી.

6. અમારી પંજાબી અને તેમની બંગાળી: મને 'મધુમતી' ફિલ્મના આઉટડોર શૂટીંગનો એક કિસ્સો યાદ આવી રહ્યો છે. તે સમયે હું, પ્રાણ, જોની વોકર, ડિરેક્ટર બિમલ રોય અને તેમના આસિસ્ટન્ટ ઋષિકેશ મુખર્જી હાજર હતા. કોઇ પણ દિવસે પેકઅપ પછી જ અસલ મજા(મસ્તી) ચાલુ થતી. હું અને પ્રાણ પંજાબીમાં વાત કરવા લાગતા ત્યારે બિમલ રોય અને ઋષિ દા બંગાળીમાં વાતો કરવા લાગતા હતા. વચ્ચે વચ્ચે કિસ્સા અને શાયરીનો પણ દોર ચાલતો હતો. તો બીજી તરફ રસોયો અમારા માટે ઉમદા પકવાન બનાવવામાં મશગુલ રહેતો. હું પ્રાણ સાહેબને દાદ આપવા માગીશ. શૂટિંગના બાદની આ યારી કામ વખતે જોવા મળતી નહીં. ફિલ્મમાં તે ઉગ્ર નારાયણનો રોલ ભજવતા હતા જે ગ્રે શેડનો હતો.

7. હું શા માટે રિહર્સલ કરતો: દેવિકા રાણીએ જ્યારે મારા સહિત અન્ય એક્ટર્સને બોમ્બે ટોકીઝમાં નોકરી આપી ત્યારે સમજાવ્યું કે રિહર્સલ કરવું કેટલું જરૂરી છે. તેમના માનવા પ્રમાણે ઓછામાં ઓછા લેવલના પરફેક્શન મેળવવા માટે પણ રિહર્સલ બેહદ જરૂરી છે. તેમની આ શિખામણ શરૂઆતના વર્ષો સુધી જ નહીં પરંતુ ધણા સમય સાથે રહી.ત્યાર બાદ હું માનસિક તૈયારીઓ સાથે જ શોટ આપવા માટે જતો હતો. હું સામાન્ય સીન પણ રિહર્સલ અને વારંવાર ટેક લીધા બાદ કરવા માટે કુખ્યાત હતો.

 

8.બહેને આપ્યો મારા વાળંદને ઠપકો: મને મારા વાળથી મુશ્કેલી પડતી હતી. તેની હંમેશા એક જ ફરિયાદ રહેતી કે આ (વાળ) ખરેખર કંઇક વધારે જ ઝડપથી વધે છે. આથી દર 15 દિવસે વાળ કપાવવા પડતા હતા. તે વારંવાર વાળને ઓળતો પણ વાળ પોતાની જગ્યાએ રહેતા નહોતા. એક કિસ્સો યાદ આવી રહ્યો છે, એકવાર વાળંદ વાળ કાપવા માટે ઘરે આવ્યો. હું શૂટીંગમાં વ્યસ્ત હતો. મેં તેમને કહ્યું હતું કે જો હું ઘરે ન હોઉ તો મારી રાહ જોજે .જ્યારે હું પાછો આવ્યો ત્યારે જોયું તો કંઈક અલગ જ નજારો હતો. તે સાહેબ મારા ડ્રોઇંગરૂમમાં બેઠા હતા. આ વાત મારી મોટી બહેનને ગમી નહીં અને તે હજામને ઠપકો આપવા લાગી. ત્યાર બાદ તુરંત જ મેં આ બાબતે મારા હજામની માફી માંગી. ત્યાર બાદ મારી મોટી બહેન સાથે આ બાબતને લઇ બોલાચાલી પણ થઇ.

9.સિતાર વગાડતા ક્યારે શીખ્યો: 1960માં મારી 'કોહીનૂર' ફિલ્મ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ મારા માટે ખાસ હતી, કારણ કે મેં એક્ટિંગ સિવાય પણ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી. હું સિતાર શિખવા માટે કલાકો સુધી અભ્યાસ કરતો હતો. આ દરમિયાન મારી મીના કુમારી સાથેની મિત્રતા મજબૂત થઇ. અમે બન્ને સ્ક્રિન પર ઇમોશનલ ડ્રામા માટે પ્રખ્યાત હતા. પરંતુ આ ફિલ્મમાં અમે બન્ને કોમેડી કરી રહ્યા હતા.

10. અમિતાભ દિલીપ સાહેબનો ક્યો સીન જોતા: થોડા સમય પહેલા હું અને અમિતાભ વાતચીત કરતા હતા, ત્યારે તેમણે મને આ કિસ્સો સંભળાવ્યો હતો. જ્યારે તે (અમિતાભ) અલ્હાબાદમાં ભણતા હતા, ત્યારે મારી ફિલ્મ 'ગંગા જમુના' વારંવાર જોતા હતા. આ વાત તેને સ્પર્શી ગઈ કે એક પઠાણ યુપીના એક યુવાનનો રોલ કેટલી સહજતાથી નિભાવી રહ્યો છે. ત્યાંની બોલી કેટલી વિશ્વસનીયતાથી બોલી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post