• Home
  • News
  • ફિલ્મ ‘છપાક’નું ટ્રેલર રિલીઝ
post

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 13:58:21

મુંબઈઃ દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ છપાકનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એસિડ એટેક સર્વાઈવરની વાત કરવામાં આવી છે અને એસિડ એટેક સર્વાઈવર કેવી રીતે આ દર્દનાક ઘટના બાદ પોતાની જીવન સફર શરૂ કરે છે. ફિલ્મમાં દીપિકાએ માલતીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ દિલ્હી સ્થિત એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્રમ મેસી રિપોર્ટરના રોલમાં છે.

ફિલ્મને રાઝીતથા તલવારફૅમ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. મેઘના ગુલઝારે કહ્યું હતું કે જ્યારે તેને લક્ષ્મી અગ્રવાલ વિશે જાણ થઈ તો તેમને ખ્યાલ આવ્યો કે તે કેવી રીતે આ દર્દનાક કિસ્સામાંથી બહાર આવી હતી. ત્યારબાદ તે વિવિધ લોકોને મળી હતી અને તેમને મનાવ્યા હતાં કે તેઓ આ મુદ્દાને એક સારી રીતે ફિલ્મમાં રજૂ કરશે. ફિલ્મનું ટ્રેલર 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું છે. આ દિવસને હ્યુમન રાઈટ્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.

ટ્રેલર લોન્ચિંગમાં દીપિકા પાદુકોણ રડી પડી હતી. આ સમયે દીપિકાને ફિલ્મ ડિરેક્ટર મેઘના ગુલઝારે સાંત્વના આપી હતી. દીપિકાએ કહ્યું હતું કે તેના માટે આ સૌથી પડકારજનક ફિલ્મ હતી. આ ફિલ્મ તેના રોલ માટે નહીં પરંતુ પ્રોસ્થેટિક મેકઅપ માટે પડકારજનક હતી. તેણે સળંગ 42 દિવસ સુધી આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. શૂટિંગ પૂરું થયા બાદ દીપિકાએ પોતાનો પ્રોસ્થેટિક મેકઅપ સળગાવી દીધો હતો.

લગ્ન બાદ દીપિકાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને દીપિકા ફોક્સ સ્ટાર સ્ટૂડિયો સાથે કો-પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ જ દિવસે અજય દેવગન તથા કાજોલની ફિલ્મ તાન્હાજીપણ રિલીઝ થવાની છે. દીપિકા છપાકઉપરાંત પતિ રણવીર સિંહની ફિલ્મ ‘83’માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકાએ ક્રિકેટર કપિલ દેવની પત્ની રોમી દેવનો રોલ પ્લે કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post