• Home
  • News
  • લૉકડાઉન ખૂલ્યા પછી ચેપવાળા જિલ્લામાં ટ્રેન નહીં રોકાય, વૃદ્ધો પ્રવાસ નહીં કરી શકે
post

વડાપ્રધાને કહ્યું – મંત્રીઓ કોરોનાની અસર ઘટાડવા યુદ્ધસ્તરે યોજના બનાવે, વિદેશ પર નિર્ભરતા ઘટાડવાની સર્વશ્રેષ્ઠ તક

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:46:56

નવી દિલ્હી:  21 દિવસના લૉકડાઉનને બે અઠવાડિયાં પૂરાં થઈ ચૂક્યાં છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ લૉકડાઉન ખતમ કરવાની રીત પર મંથન શરૂ પણ કરી ચૂક્યા છે. આવા જ એક પ્રસ્તાવમાં રાજ્યોને ચાર ભાગમાં વહેંચી લૉકડાઉન પૂરું કરવાનું સૂચન કરાયું છે. તેમાં કહેવાયું છે કે જે પણ હોટસ્પોટ જિલ્લા હશે એ વિસ્તારોમાં ટ્રેન નહીં રોકાય. એટલું જ નહીં 65 વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ ટ્રેનમાં પ્રવાસ નહીં કરી શકે, ભલે પછી તે ચેપમુક્ત વિસ્તારની કેમ ન હોય. ટ્રેનમાં રિઝર્વેશન વિનાની ટિકિટો પણ નહીં વેચાય. જ્યારે ફેક્ટરીઓ વગેરેમાં સ્થાનિક શ્રમિકોને જ કામ કરવાની છૂટ મળશે. 


બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવાની તક
વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને કોરોના વાઈરસની આર્થિક અસર ઘટાડવા માટે યુદ્ધસ્તરે યોજનાઓ ઘડવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ સંકટ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા અને બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવાની તક લાવ્યો છે. 21 દિવસનું લૉકડાઉન પૂરું થયા પછી દરેક મંત્રાલય 10 મહત્ત્વપૂર્ણ નિર્ણય અને પ્રાથમિકતાનાં 10 ક્ષેત્ર નક્કી કરે. તમામ મંત્રાલયોને બિઝનેસમાં નિરંતરતાની યોજનાઓ પણ તૈયાર કરવા નિર્દેશ અપાયો છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સોમવારે કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરતા વડાપ્રધાન મોદીએ આ સૂચન કર્યાં હતાં. 

 

adv

Related News

post
post
post
post
post
post
post