• Home
  • News
  • ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણીની જાહેરાત, જાણો 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શું આવ્યું હતું પરિણામ
post

નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચ, મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચ અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂરો થઈ રહ્યો છે. એવામાં ફેબ્રુઆરી મહિનામાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-18 18:58:09

નવી દિલ્હી: નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચ, મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચ અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂરો થઈ રહ્યો છે. એવામાં ફેબ્રુઆરી મહિનામાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામશે. 2018માં ત્રણેય રાજ્યમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પહેલા તબક્કામાં 18 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં તો બીજા તબક્કામાં 27 ફેબ્રુઆરીએ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતુ. 3 માર્ચ 2018ના રોજ પરિણામ જાહેર થયા હતા. 
 
ત્રણેય રાજ્યમાં કેટલા મતદારો:
નાગાલેન્ડમાં 6, 53, 613 પુરુષ મતદારો અને 6,56,035 મહિલા મતદારો છે. રાજ્યમાં કુલ 13,09,651 મતદારો છે. મેઘાલયમાં 10,68,801 પુરુષ મતદારો અને 10,92, 396 મહિલા મતદારો છે. મેઘાલયમાં કુલ 21,61,129 મતદારો છે. જ્યારે ત્રિપુરામાં 28,13,478 મતદારો છે. જેમાં 14,14,576 પુરુષ મતદારો છે, તો 13,98, 825 મહિલા મતદારો છે. 

 

 

2018નું નાગાલેન્ડનું શું હતું પરિણામ:
2018
માં નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં કોને કેટલી બેઠક મળી:
ભાજપ    12
કોંગ્રેસ    00
એનપીએફ    26
એનડીપીપી    17
કુલ    60 

 

2018માં નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીનો વોટ શેર
પાર્ટી    વોટશેર
ભાજપ    15.3%
કોંગ્રેસ    2.07%
એનપીએફ    38.78%
એનડીપીપી    25.30%
કુલ     100 ટકા

 

2018માં મેઘાલય વિધાનસભાની ચૂંટણીમાં કોને કેટલી બેઠક મળી:
ભાજપ    02
કોંગ્રેસ    21
એનસીપી    01
એનપીપી    19
કુલ    60

 

2018માં મેઘાલય વિધાનસભાની ચૂંટણીનો વોટ શેર: 
પાર્ટી    વોટશેર
ભાજપ    9.63%
કોંગ્રેસ    28.50%
એનસીપી    1.61%
એનપીપી    20.60%
કુલ     100 ટકા

 

2018માં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં કોને કેટલી બેઠક મળી:
ભાજપ        35
કોંગ્રેસ        0
સીપીએમ       16
IPFT        08
કુલ         60

 

2018માં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી    ((હેડર))
પાર્ટી        વોટશેર
ભાજપ        43.59%
કોંગ્રેસ        1.79%
સીપીએમ       42.22%
IPFT        7.38%
કુલ         100 ટકા

 

adv

Related News

post
post
post
post
post
post
post