• Home
  • News
  • જેકલીન ફર્નાન્ડિઝે કહ્યું, ટ્રોલિંગ તમને સરળતાથી ખરાબ વ્યક્તિ બનાવી દે છે
post

EDના મતે, મહાઠગ સુકેશના 200 કરોડ રૂપિયાની ખંડણીમાં જેકલીન મહત્ત્વની સાક્ષી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 11:28:18

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના શો 'શેપ ઑફ યુ'માં જેકલીન ફર્નાન્ડિઝ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવી હતી. આ શોમાં જેકલીને અનેક મુદ્દા પર વાત કરી હતી અને તેમાંથી એક પ્રાઇવસી પણ હતો. આ ઉપરાંત તે સો.મીડિયામાં ટ્રોલિંગ થાય તો તે કેવી રીતે ડીલ કરે છે.

જેકલીને કહ્યું, સો.મીડિયાને કેવી રીતે ડીલ કરે છે
જેકલીને કહ્યું હતું, 'મેં આટલા વર્ષોમાં જે શીખ્યું છે, તે પ્રમાણે, કોઈએ ક્યારેય પણ આ બધી વાતોથી પ્રભાવિત થઈને પોતાના વિશે ખોટું વિચારવું જોઈએ નહીં. તેમના જેવું બનવાનું નથી. મન પર કંટ્રોલ રાખવો જરૂરી છે. અનેકવાર એવું થાય છે કે કંઈક લખ્યા બાદ તમારી વાત સો.મીડિયામાં ચર્ચાનો મુદ્દો બને છે અને તમને આની જાણ પણ હોતી નથી.'

પોઝિટિવ વિચારવાની સલાહ આપી
જેકલીને આગળ કહ્યું હતું, 'સો.મીડિયામાં ટ્રોલિંગ થવાથી તમે સહજતાથી એક ખરાબ વ્યક્તિ બની શકો છો. તમે માનસિક રીતે હેરાન થઈ શકો છો, પરંતુ તમારે આવું થવા દેવાનું નથી અને પોતાની જાતને નબળી પાડવાની નથી. આથી હંમેશાં પોઝિટિવ વિચારો અને મસ્ત રહો.'

જેકલીન વિરુદ્ધ શું છે કેસ?
ED
ના મતે, મહાઠગ સુકેશના 200 કરોડ રૂપિયાની ખંડણીમાં જેકલીન મહત્ત્વની સાક્ષી છે. ચર્ચા છે કે જેકલીન તથા સુકેશ એકબીજાને ડેટ કરતા હતા. આ દરમિયાન સુકેશે જેકલીનને મોંઘી ગિફ્ટ્સ પણ આપી હતી.

જેકલીનની આગામી ફિલ્મ
વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન 'બચ્ચન પાંડે', 'અટેક', 'સર્કસ', 'રામસેતુ', તેલુગુ ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ' તથા કન્નડ ફિલ્મ 'વિક્રાંત રોના'માં જોવા મળશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post