• Home
  • News
  • કાશ્મીર મામલે ઇમરાનની હાજરીમાં જ પાકિસ્તાની પત્રકાર પર બગડ્યા ટ્રમ્પ, હાઉડી મોદીના વખાણ કર્યા
post

કાશ્મીર મામલે ઇમરાનની હાજરીમાં જ પાકિસ્તાની પત્રકાર પર બગડ્યા ટ્રમ્પ, હાઉડી મોદીના વખાણ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 12:19:24


અમેરિકા: કાશ્મીર મામલે ભારતને બદનામ કરી રહેલા પાકિસ્તાનને હવે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સીધો જ જવાબ આપી રહ્યાં છે, પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન અને ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ હતી, જ્યા એક પાકિસ્તાની પત્રકારે કાશ્મીર મામલે ટ્રમ્પને ખોટો સવાલ કર્યો હતો, જેથી ટ્રમ્પે ગુસ્સે થઇને ઇમરાનને કહી દીધું હતુ કે આવા રિપોર્ટર ક્યાંથી લાવો છો, ટ્રમ્પનો  ગુસ્સો જોઇને ઇમરાન ખાન પણ સ્તબ્ધ થઇ ગયા હતા, પાકિસ્તાની પત્રકારે ટ્રમ્પને પૂછ્યું હતુ કે કાશ્મીરમાં 50 દિવસથી ઇન્ટરનેટ અને ફૂડ સપ્લાય બધુ જ બંધ છે, તેની સામે ટ્રમ્પે કહી દીધું કે શું તમે પાકિસ્તાની પ્રતિનિધિમંડળનો હિસ્સો છે ? પાકિસ્તાની પત્રકારે ટ્રમ્પને એમ પણ કહ્યું કે જો તમે કાશ્મીર મુદ્દાનુ સમાધાન કરો છો તો નોબલ પુરસ્કારના હકદાર થઇ જશો, તેમ કરીને પાકિસ્તાનના આવા લોકો કાશ્મીર મુદ્દે અન્ય દેશોની દખલગીરીને પ્રોત્સાહન આપવા માંગે છે, અને ભારતને નીચુ દેખાડવા માંગે છે.


ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરાનખાન અને પત્રકારોની હાજરીમાં હાઉડી મોદી કાર્યક્રમના વખાણ કરતા કહ્યું કે મે નરેન્દ્ર મોદીના આક્રમક નિવેદનો સાંભળ્યાં છે.હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમમાં 50,000 લોકોની ભીડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને ત્યાં ખૂબ જ સારું સમર્થન મળ્યું છે, મોદીએ હાઉડી મોદીના મંચ પરથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકન સાંસદોની હાજરીમાં કહ્યું હતું કે આતંકવાદ સામે લડવાનો સમય આવી ગયો છે, બધાએ એક થઇને આતંકનો ખાત્મો કરવો જોઇએ, સાથે જ તેમને આતંક સામેની લડાઇમાં ટ્રમ્પના યોગદાનને મહત્વનું ગણાવ્યું હતુ.


જો કે ભારતનો વિરોધ છંતા ટ્રમ્પે ફરીથી કાશ્મીર મામલે મધ્યસ્થી કરવાની વાત કરી, કહ્યું કે પાકિસ્તાન તૈયાર છે પરંતુ ભારત તૈયાર હોય તો જ હું કાશ્મીર મામલે મધ્યસ્થી કરીશ, સાથે જ તેમને અફઘાનિસ્તાન, ભારત અને ઇરાન મામલે ઇમરાનને કહ્યું કે તમારી પાડોશી દેશો સાથે શાંતિ સ્થાપિત કરવી જોઇએ.


adv

Related News

post
post
post
post
post
post
post