• Home
  • News
  • નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રમ્પે નેવાડામાં પ્રથમ ઇન્ડોર રેલી યોજી, 50થી વધુ લોકો એક સાથે એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં હજારો લોકો રેલીમાં ઉમટ્યા
post

ટ્રમ્પે દેશમાં મહામારીથી થનાર મૃત્યુ બાબતે કંઈ જ કહ્યું નહીં, જ્યારે દેશમાં હજી પણ સેંકડો લોકોના મૃત્યુ થઇ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:19:36

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેવાડામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે પહેલી ઇન્ડોર રેલી યોજી હતી. અહીં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ ઇન્ડોર પેલેસ પર 50થી વધુ લોકોને એકઠા કરવા પર પ્રતિબંધિ છે. ટ્રમ્પે રાજ્યના આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. રવિવારે રાત્રે યોજાયેલી આ રેલીમાં હજારો સમર્થકો પહોંચ્યા હતા. જેમાંના મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર જ પહોંચ્યા હતા. રેલી સ્થળે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાના પ્રયાસ પણ ક્યાંય જોવા મળ્યા ન હતા. ટ્રમ્પ કેમ્પેઈનના નારા લખેલી ટોપીઓ પહેરેલા સમર્થકો ખુરશીઓની આજુબાજુ બેઠા હતા.

જે એક્સ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે રેલી યોજાઈ હતી તેની વેબસાઇટ અનુસાર, પ્લાન્ટમાં ન તો મીટિંગ કરવાની મંજૂરી છે અને ન તો 10થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી છે. જ્યારે રેલીમાં ભાગ લેવા પ્લાન્ટની અંદર જગ્યા ન હતી ત્યારે ઘણા લોકો બહાર ઉભા જોવા મળ્યા હતા. તેમાંના કેટલાક એવા પણ હતા જેઓ નાના બાળકોને તેમની સાથે લાવ્યા હતા.

ટ્રમ્પે બાઈડનનો ઘેરાવ કરવાના પ્રયાસ કર્યા
ટ્રમ્પે હંમેશા મુજબ પોતાના ભાષણમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઈડન પર પ્રહાર કર્યા હતા. તેમના પર પોલીસ સામે જોખમી યુદ્ધ ચલાવવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે બાઈડન પર નિશાન સાધતાં કહ્યું હતું કે, તેમને ગોળી મારવામાં આવી છે અને બધા જ આ વાત જાણે છે. આ સાંભળીને ત્યાં હાજર ટ્રમ્પ સમર્થકોની ભીડ ઉત્સાહથી બૂમ પાડી રહી હતી. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ ટ્રમ્પના ભાષણને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ પર ત્યાં ઉપસ્થિત લોકોએ 'ઓલ લાઇવ્સ મેટર' એટલે કે દરેકની જિંદગીનું મહત્વ હોય છે તેવા નારા લગાવાયા હતા.

પરંતુ મતદારોને લોભાવવાના પ્રયાસ
આ રેલીથી ટ્રમ્પે નેવાડામાં રહેતા લેટિન અમેરિકી દેશોના લોકો (મેટીં મતદારો)ને લોભાવવાના પ્રયાસ કર્યા. ગત ચૂંટણીમાં ટ્રમ્પને નેવાડામાં ફક્ત 17% લેટિનોના મત મળ્યા હતા. જ્યારે સિનેટર બર્ની સેંડર્સને 50% માટે મળ્યા હતા. ટ્રમ્પર દાવો કર્યો હતો કે જો વિપક્ષી પાર્ટી ડેમોક્રેટિકના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવે છે તો આ અમેરિકામાં રહેતા સ્પેન મૂળના લોકો (હિસ્પેનિક - અમેરિકન) માટે ભયજનક હશે.

ટ્રમ્પે મેક્સિકોના લોકોને "રેપિસ્ટસ; અને દેશમાં ડ્રગ અને ગુનાને પ્રોત્સાહન આપટી રાજનીતિ શરુ કરાઈ હતી. પરંતુ, રેલી પહેલા તેમણે મેક્સિકો સહીત બીજા લેટિન અમેરિકન દેશના નાના વેપારીઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરી હતી. રેલીમાં તેમણે કહ્યું કે- કેટલાક કહે છે કે અમને લેટિન બોલાવો, કેટલાક કહે છે અમને હિસ્પેનિક બોલાવો , જ્યારે કેટલાક લોકો કહે છે કે જે મરજી હોય તે કહો બોલાવો. અમે તમને પ્રેમ કરીએ છીએ.

બે આઉટડોર રેલીઓ સ્થગિત થયા બાદ યોજાઈ આ રેલી
અહીંયા આ ઇન્ડોર રેલી બે આઉટડોર રેલીઓ સ્થગિત થયા બાદ કરવામાં આવી. જેમાંની એક રેનો- ટાહો એરપોર્ટના હેંગર પર થવાની હતી. એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે ત્યાં પર 50થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધના કારણે આ રેલી ટાળવામાં આવી હતી. ત્યાર બાદ પાંચ અન્ય જગ્યાએ રેલી કરવાના પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા હતા. આઉટડોર રેલીની તમામ જગ્યાને ગવર્નરે બ્લોક કરી દીધી છે. અંતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રેલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન એક્સ્ટ્રા વેન્ટિલેશનની વ્યવસ્થા પણ કરાઈ હતી અને દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

ટ્રમ્પ કેમ્પેઈને રેલીનો કર્યો બચાવ
રેલીનો બચાવ કરતા ટ્રમ્પ કેમ્પેઈનના પ્રવક્તા ટિમ મુટાર્ગે કહ્યું- જો હજારો લોકો રસ્તા પર ઉતારીને પ્રદર્શન કરી શકે છે. કેસિનોમાં જુગાર રમી શકે છે. રમખાણોમાં નાની દુકાનોને સળગાવી શકે છે તો આપ અમેરિકાના રાષ્ટ્રપતિને શાંતિથી સાંભળવા માટે એકત્ર થઇ શકો છો. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પની આ રેલીની નિંદા કરી હતી. નેવાડાના ગવર્નર અને ડેમોક્રેટ નેતા સ્ટીવ સિસોલેકે ટ્વિટ કર્યું કે, આ નેવાડાના દરેક વ્યક્તિનું અપમાન છે જેણે સરકારના દિશાનિર્દેશ નું પાલન નથી કર્યુ. ટ્રમ્પે પોતાના સ્વાર્થ માટે અનેક લોકોના જીવ ખતરામાં નાંખ્યા છે. જેને હાલના સમયમાં અમારી તરફથી મહામારીને પરાસ્ત કરવા માટે ઉઠાવવામાં આવેલ પગલાંને પાછળ ધકેલનાર છે.

ટ્રમ્પની ગત રેલી બાદ અનેક લોકોને સંક્ર્મણ લાગ્યું હતું
ટ્રમ્પે આ પહેલા 20 જૂનના રોજ ટુલસા અને ઓક્લાહોમામાં રેલી યોજી હતી ત્યારે સ્ટેડિયમ ખાલી રહ્યું હતું. જેના કારણે તેમણે રેલીને મનોરંજક બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે દેશમાં મહામારીથી થનાર મૃત્યુ બાબતે કંઈ જ કહ્યું નહીં. જ્યારે દેશમાં હજી પણ અનેક લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. 13 ઓગસ્ટ સુધી નેવાડામાં 73 હજાર 648 કેસ સામે આવ્યા હતા અને 1454 લોકોના મૃત્યુ થયા હતા. ટ્રમ્પની ટુલસા રેલી બાદ આરોગ્યના અધિકારીએ વિસ્તારમાં સંક્ર્મણના કેસમાં વધારો થયો હોવાની વાત સામે આવી હતી. આ લોકો રેલીમાંથી પરત આવ્યા પછી તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post