• Home
  • News
  • ટ્રમ્પની જમીન, આકાશ-પાણીમાં સુરક્ષા, ગુજરાતના આકાશમાં પહેલીવાર ચાર અમેરિકન ચોપર ઉડશે
post

રૂટમાં આવતી નાની નાની ગલીઓ, ફુલ કુંડાથી લઇને અવાવરૂ સ્પોટ શોધીને સિક્રેટ સર્વિસે એક્શન પ્લાન ઘડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 08:54:38

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની તમામ વ્યવસ્થા પર અમેરિકન સિક્રેટ સર્વિસ નજર રાખી રહી છે. ટ્રમ્પ જે સ્થળેથી નીકળવાના છે ત્યાંની નાની નાની ગલીઓ, ફુલ કુંડાથી લઇને અવવારૂ સ્પોટ શોધીને સિક્રેટ સર્વિસે એક યોજના તૈયાર રાખી છે. 24મીએ બપોરના 12 વાગ્યાની આસપાસ ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ અને ત્યાંથી એરપોર્ટ થઈ ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ પહોંચવાના છે. તેમના આ રૂટમાં સાબરમતી નદીનો ખુલ્લો ભાગ આવે છે તેની સાથે એરપોર્ટથી લઇ અનેક જગ્યાએ સિક્યુરિટીની સંભાવના સંદર્ભે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં જમીન પર ગુજરાત પોલીસ, પાણીમાં ટ્રેઈન્ડ ફોર્સ(સબારમતી નદી) SPG, સિક્રેટ સર્વિસ અને આકાશમાં ચાર અમેરિકન ચોપર વોચ રાખશે.

ટ્રમ્પની સુરક્ષા માટે અંડર વોટર ગેજેટ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના આકાશમાં પ્રથમ વખત અમેરિકન એરફોર્સના ચોપર ઉડવાના છે. જેથી આ પ્રક્રિયા રિહર્સલમાં પણ સામેલ કરવામા આવશે. 24મી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પના રોડ શો દરમિયાન શહેરમાં નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામા આવશે. જેથી મોટા ભાગની ફ્લાઇટ ડાઈવર્ટ થાય તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે. આ દરમિયાન ત્રણ લેયરમાં સિક્યુરિટી જોવા મળશે. જેમાં સ્ટેડિયમ અને રોડ શો દરમિયાન પ્રથમ લેયરમાં ગુજરાત પોલીસના અધિકારીઓ અને પોલીસ ફોર્સ હશે, જ્યારે બીજા લેયરમાં SPGના સિલેક્ટેડ અધિકારીઓ હાજર હશે અને ત્યાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટ્સ પણ સ્ટેડિયમમાં હાજર હશે. બીજી તરફ એરપોર્ટથી સ્ટેડિયમ સુધી થનારા રોડ શો દરમિયાન કેટલાક ભાગમાં નદી આવે છે તે વખતે પણ નદીમાં ખાસ ટ્રેઇન્ડ ફોર્સ બોટમાં પેટ્રોલિંગ કરતી હશે અને કેટલાક અંડર વોટર ગેજેટ પણ ટ્રમ્પની સુરક્ષામાં રહેશે. બીજી તરફ આકાશમાં ચોપર દ્વારા સુરક્ષા રાખવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post