• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું - હવે અમેરિકા આત્મનિર્ભર બનશે, બીજા દેશો પાસેથી દવા નહીં મગાવે
post

ચૂંટણી પહેલા ટ્રમ્પની નવી ચાલ, ભારત-ચીન પર અસર

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 11:32:21

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા દવાઓ અને ચિકિત્સા પુરવઠા માટે ચીન તથા અન્ય દેશો પર પોતાની નિર્ભરતા સમાપ્ત કરશે. કોરોના અંગે ચીનથી નારાજ ટ્રમ્પનો ચીનને આ નવો ઝટકો છે. ટ્રમ્પ અને અનેક દેશોના નેતા ચીન પર માહિતી છુપાવવાનો આરોપ લગાવતા રહ્યા છે. જેના કારણે આખી દુનિયામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા અને આર્થિક સંકટ પણ પેદા થયું છે. તેની સાથે જ ટ્રમ્પે એ આદેશ પર પણ હસ્તાક્ષર કરી દીધા છે, જેમાં કેટલીક જરૂરી દવાઓ અમેરિકાની સરકારે વિદેશી કંપનીઓના બદલે અમેરિકાના નિર્માતાઓ પાસેથી જ ખરીદવાના આદેશ અપાયા છે.

અમેરિકામાં વેચાતી દર ત્રીજી ગોળી ભારતીય, 40 હજાર કરોડ પર અસર
ચીન અને અમેરિકાના ઝઘડાનું નુકસાન ભારતને પણ થઈ શકે છે. કેમ કે, ભારત મોટા પ્રમાણમાં અમેરિકાને દવા નિકાસ કરે છે. એવું કહેવાય છે કે, અમેરિકામાં વેચાતી દર ત્રીજી ગોળી ભારતીય છે. ભારતની કુલ નિકાસમાંથી 28% અમેરિકાને થાય છે. દેશમાંથી દર વર્ષે લગભગ દોઢ લાખ કરોડની દવાઓ અલગ-અગલ દેશોમાં નિકાસ કરાય છે. જેમાંથી રૂ. 40 હજાર કરોડની દવા તો માત્ર અમેરિકાને મોકલવામાં આવે છે.

આથી જો અમેરિકા જાતે જ દવા તૈયાર કરે છે તો તેનાથી દવા ઉદ્યોગ પર અસર પડશે. દેશની એ દવા કંપનીઓને વધુ નુકસાન થશે, જે મુખ્ય રીતે અમેરિકાને નિકાસ કરે છે. એ નિકાસકારોને પણ સમસ્યા પેદા થશે, જેમણે અમેરિકામાં જ બજાર બનાવી રાખ્યું છે. તેમણે પોતાની પ્રોડક્ટ વેચવા માટે નવું બજાર શોધવું પડશે. અમેરિકામાં 30 દિવસમાં જરૂરી દવાની યાદી તૈયાર કરી દેવાશે અને તેમાં સામેલ દવા કોઈ પણ સ્થિતિમાં બીજા દેશમાંથી આયાત કરાશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post