• Home
  • News
  • ટીવી અભિનેત્રી નીલૂ કોહલીનાં પતિ બાથરુમમાં મૃત હાલતમાં મળ્યા, દીકરી સાહિબાએ વાતની પુષ્ટિ કરી
post

અહેવાલો પરથી મળતી માહિતી મુજબ આ સમયે ઘરમાં તેના હેલ્પર સિવાય કોઈ જ હાજર નહોતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:23:48

અનેક ટીવી સીરિયલ્સ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નીલૂ કોહલીનાં પતિ હરમિંદર સિંહ કોહલીનું નિધન થયું છે. તે કોઈ જ પ્રકારની બીમારીથી પીડાતા નહોતા અને સંપૂર્ણપણે સ્વસ્થ હતા પરંતુ, 24 માર્ચનાં રોજ તે ગુરુદ્વારાથી આવતા હતા અને તે સમયે તે બાથરુમમાં લપસીને નીચે પડ્યા અને તે સમયે જ તેનું નિધન થયું.

અહેવાલો પરથી મળતી માહિતી મુજબ આ સમયે ઘરમાં તેના હેલ્પર સિવાય કોઈ જ હાજર નહોતું. તેને તાત્કાલિક મેડિકલ સારવાર માટે હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. હરમિંદર ડાયાબિટીસ સિવાય લગભગ કોઈ જ પ્રકારની બીમારીથી પીડાતા નહોતા. તેમ છતાં એકાએક આ ઘટના ઘટતાં તેમના નજીકના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

બપોરના સમયની ઘટના છે, દરરોજની જેમ ગુરુદ્વારાથી પાછા આવી રહ્યા હતા
નવભારત ટાઈમ્સના રિપોર્ટ મુજબ નીલૂ કોહલીની મિત્ર વંદના અરોડાનું કહેવુ છે કે, ‘આ ઘટના શુક્રવારનાં રોજ અંદાજે બપોરનાં 1:30ની આસપાસ ઘટી હતી. હરમિંદર સવારના સમયે ગુરુદ્વારા દર્શન માટે ગયા હતા અને ત્યાંથી પાછા આવીને જ્યારે તે બાથરુમમાં ફ્રેશ થવા માટે ગયા ત્યારે તે ત્યા જ પડ્યા અને તેનું નિધન થયું.

આ સમયે ઘરમાં ફક્ત હેલ્પર જ હાજર હતો, જે તેમનું લંચ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે તેને થયું કે, હરમિંદર લાંબો સમય વીતી ગયો છતાં જમવા માટે આવ્યા નથી તો તે એ વિચારીને તેમને બોલાવવા ગયો કે, ‘તે કદાચ સૂઈ ગયા હશે.જ્યારે તે તેના બેડરુમમાં પહોંચ્યો તો તેણે આશ્ચર્ય સાથે જોયું કે, તે ત્યાં હતા જ નહી. આના કારણે તે મૂંઝવણમાં મુકાયો કે, આખરે તે ક્યાં ગયા?

બાથરુમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા હરમિંદર
જ્યારે હરમિંદર બેડરુમમાં ન દેખાયા ત્યારે તે મૂંઝવણભરેલી નજરો સાથે હેલ્પર બાથરુમ તરફ આગળ વધ્યો. ત્યાં જઈને તેણે જોયુ કે, હરમિંદર બેભાન અવસ્થામાં બાથરુમમાં પડ્યા હતા. નીલૂની મિત્ર વંદનાએ નવભારત ટાઈમ્સને જણાવ્યુ કે, હરમિંદર એકદમ સ્વસ્થ હતા. તે હલન-ચલન પણ કરી શકતા હતા, જો કે તેને ડાયાબીટિસની ફરિયાદ રહેતી હતી. આ આખી ઘટના અચાનક જ ઘટી ગઈ.

દીકરી સાહિબાએ નિધનની વાતની પુષ્ટિ કરી
નિલુ કોહલીની પુત્રી સાહિબાએ ઇ ટાઇમ્સટીવી સાથે વાત કરતાં કહ્યું, ‘હા, તે સાચું છે. આજે બપોરે એકાએક તેમનું મૃત્યુ હતું. અંતિમ સંસ્કાર હવેથી બે દિવસ પછી 26 માર્ચના રોજ થશે, કારણ કે મારો ભાઈ મર્ચન્ટ નેવીમાં છે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. મારી મમ્મીની હાલત સારી નથી. જ્યારે આ ઘટના બની ત્યારે તે કોઈ કામ માટે બહાર ગઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post