• Home
  • News
  • 3.51 કરોડના હીરા ચોરીમાં વધુ બેની સંડોવણીની શંકા, એક આરોપી ફ્લાઈટમાં દિલ્હી ગયો
post

એક આરોપી ફ્લાઈટમાં દિલ્હી જતો દેખાય છે તેની સાથે બીજા બે શંકાસ્પદ લોકો દેખાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 10:32:51

સુરતઃ કતારગામમાં એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા.લિ.કંપનીમાંથી 3.51 કરોડ રૂપિયાના હીરા ચોરી પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાજુ અને પ્રકાશની શોધખોળ હાથ ધરી છે. જોકે ચોરીમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની સંભાવના છે. કારણ કે એક આરોપી ફ્લાઈટમાં દિલ્હી જતો દેખાય છે તેની સાથે એરપોર્ટના કેમેરામાં બીજા બે શંકાસ્પદ લોકો દેખાઈ રહ્યા છે.


એક આરોપી ટ્રેનમાં અને બીજો આરોપી ફ્લાઈટમાં દિલ્હી ગયો

કતારગામમાં એચ.વી.કે. ઇન્ટરનેશનલમાં નોકરી કરતા આરોપી રાજુ ગોગલા લુહાર અને પ્રકાશ નવરાજ કુંવર( બંને મૂળ રહે. નેપાળી) 16 મી તારીખે ટિફિન બોક્સમાં 3.51 કરોડ રૂપિયાના હીરા ચોરી કરીને નાસી ગયા હતા. એક આરોપી ટ્રેનમાં અને બીજો આરોપી ફ્લાઈટમાં દિલ્હી ગયો છે. રાજુએ તેના પરિવારને પહેલા ટ્રેનમાં બેસાડી દીધી હતી.


સુરત પોલીસની ટીમો દિલ્હી પહોંચી ગઈ

એક આરોપી ફ્લાઈટ જાય છે એવા ફૂટેજ એરપોર્ટ પર દેખાય છે. ત્યારે તેની સાથે અન્ય બે જણા શંકાસ્પદ દેખાય છે. સુરત પોલીસની ટીમો દિલ્હી પહોંચી ગઈ છે પરંતુ આરોપીઓ હાથ લાગ્યા નથી. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ નેપાળ પહોંચી ગયા બાદ તેમની ધરપકડ અને હીરાની રિકવરી પોલીસ માટે બહુ મુશ્કેલ થઈ પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post