• Home
  • News
  • Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા
post

દેશભરમાં કોરોના (Corona virus) એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વર્ષ 2020ની સરખામણીએ 2021માં કોરોનાની આ નવી લહેર વધુ ઘાતક જોવા મળી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-15 12:05:24

નવી દિલ્હી: દેશભરમાં કોરોના (Corona virus) એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વર્ષ 2020ની સરખામણીએ 2021માં કોરોનાની આ નવી લહેર વધુ ઘાતક જોવા મળી રહી છે.

કોરોના વાયરસના બે નવા લક્ષણ
ડોક્ટર્સના જણાવ્યાં મુજબ આ વખતે કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ કાન અને નાક પર સીધુ એટેક કરી રહ્યું છે. કોરોનાનો નવો સ્ટ્રેન આ વખતે વાયરલ તાવ, પેટનો દુખાવો, ડાયેરિયા, અપચો, ગેસ, ઝાડા ઉલ્ટી, ભૂખ ન લાગવી, શરીરનો દુખાવો, અને એસિડિટી જેવા લક્ષણો સાથે આવ્યો હતો. પરંતુ સંક્રમણ વધ્યા બાદ હવે કોરોનાના કેટલાક વધુ લક્ષણો પણ સામે આવ્યા છે. 

એક્સપર્ટે નવા સ્ટ્રેન વિશે શું કહ્યું?
નોંધનીય છે કે SGPGI અને KGMU સહિત અનેક કોવિડ હોસ્પિટલમાં એડમિટ કોરોના દર્દીઓને જોવામાં અને સાંભળવામાં પરેશાની વધી છે. ડોક્ટર્સે જણાવ્યું કે અહીં એવા અનેક દર્દીઓ છે જેમને બંને કાનથી ઓછું સંભળાવવા લાગ્યું છે. આ ઉપરાંત ઓછું દેખાતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગંભીર સ્થિતિ થઈ જતા કોરોના શરીરના અનેક અંગો પર અસર કરે છે. 

નવા સ્ટ્રેન સંલગ્ન રાહતવાળી વાત શું?
તેમણે વધુમાં કહ્યું કે કોરોનાએ જે રીતે પોતાનું રૂપ બદલ્યું છે ત્યારબાદ ચિંતા વધી ગઈ છે. કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ એકમાત્ર હવે તો ઉપાય છે. જો કે નવા વેરિએન્ટમાં રાહતના સમાચાર એ છે કે નવો સ્ટ્રેન સારી ઈમ્યુનિટીવાળા દર્દીને વધુ સમય સુધી પરેશાન કરી શકતો નથી. 5-6 દિવસમાં તે સાજા થવા લાગે છે. 

RML હોસ્પિલ, લખનઉમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના ચીફ ડોક્ટર વિક્રમ સિંહે કહ્યું કે કોરોના વાયરસનો બીજો સ્ટ્રેન લોકોને ઝડપથી બીમાર કરી રહ્યો છે. આવામાં દર્દીઓને ઝાડા ઉલ્ટી, ગેસ, અપચો, એસિડિટી, શરીરનો દુખાવો, જકડાઈ જવું અને સાંભળવામાં મુશ્કેલી જેવી સમસ્યા થઈ રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post