• Home
  • News
  • અમેરિકામાં ફાયરિંગના બે બનાવો : ચારનાં મોત, આઠને ઈજા
post

કેલિફોર્નિયાના ચર્ચમાં ગોળીબાર કરનારની ધરપકડ

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 10:51:00

હ્યુસ્ટન : અમેરિકામાં ફાયરિંગની બે ઘટનાઓ બની હતી. આ ફાયરિંગની ઘટનાઓમાં ચારનાં મોત થયા હતા, આઠને ઈજા પહોંચી હતી. ફાયરિંગ કરનારાઓની ધરપકડ થઈ છે અને પૂછપરછ શરૃ કરવામાં આવી છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં ઓરેન્જ કાઉન્ટીના લાગુના વૂડ્સમાં આવેલા એક ચર્ચના પટાંગણમાં ભોજન સમારોહ ચાલતો હતો. એ વખતે એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેનાં મોત થયા હતા અને પાંચને ઈજા પહોંચી હતી.

બીજું ફાયરિંગ હ્યુસ્ટનમાં થયું હતું. હ્યુસ્ટનના એક વ્યસ્ત માર્કેટમાં બે જૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. એ દલીલો વચ્ચે એક જૂથે ગોળીબાર કર્યો હતો, જેમાં બેનાં મોત થયા હતા. ત્રણને ઈજા પહોંચી હતી. આ ગોળીબારમાં કોઈ અન્ય નાગરિકોને ઈજા પહોંચી નથી. જૂથના લોકો જ સામ-સામા ઘવાયા છે. પોલીસના કહેવા પ્રમાણે જે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમાંથી જ બે આરોપીઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post