• Home
  • News
  • ડિવોર્સના બે વર્ષ બાદ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે ફેરા ફર્યા, લગ્ન બાદ ફોટોગ્રાફર્સને મીઠાઈ ખવડાવી
post

દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 10:39:45

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીના રોજ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દિયા મિર્ઝાએ લગ્નમાં લાલ રંગની સાડી પહેરી હતી. આ સાડીમાં દિયા મિર્ઝા ઘણી જ સુંદર લાગતી હતી. લગ્ન પહેલાં દિયાએ મહેંદીની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. દિયાએ બાંદ્રા સ્થિત પાલી હિલ ખાતે પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.

ટ્રેડિશનલ વેડિંગ
દિયા તથા વૈભવ ટ્રેડિશનલ વેડિંગ કરશે. લગ્નમાં 50 લોકો સામેલ રહ્યા હતા.. આ ઉપરાંત દિયા મિર્ઝા રજિસ્ટર્ડ મેરેજ પણ કર્યા હતા. લગ્નમાં બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી પણ આવી હતી. અદિતીએ સો.મીડિયામાં લગ્નની એક તસવીર શૅર કરી હતી.

લગ્નના બે દિવસ પહેલાં એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ પ્રી-વેડિંગ પાર્ટી યોજવામાં આવી હતી. શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીએ સો.મીડિયામાં આ પાર્ટીની તસવીર શૅર કરી હતી. પૂજા દદલાણીએ દિયા તથા વૈભવ માટે પ્રી-વેડિંગ પાર્ટી યોજી હતી. પૂજાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'દિયા મિર્ઝા અમારા ક્રેઝી પરિવારમાં તારું સ્વાગત છે. અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ.'

લૉકડાઉનમાં નિકટતા વધી

સૂત્રોના મતે, ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. ખરી રીતે તો દિયા પ્રેમી વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.

વૈભવના પણ બીજા લગ્ન

વૈભવે આ પહેલાં જાણીતી યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી પણ છે.

દિયાએ 2019માં ડિવોર્સ લીધા હતા

દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post