• Home
  • News
  • UAE ગોલ્ડન વિઝા : શાહરૂખ-સંજય જેવા સેલેબ્સ પાસે છે આ વિઝા, જાણો તમને મળે કે નહીં, શું છે તેના ફાયદા
post

90 લાખની વસ્તી ધરાવતા UAEમાં લગભગ 30 ટકા વસ્તી ભારતીય ઈમિગ્રન્ટ્સની છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-20 17:45:09

અન્ય કોઈપણ દેશમાં જવા માટે તમારે બે વસ્તુઓની જરૂર છે. પહેલો પાસપોર્ટ અને બીજા વિઝા. વિઝા એ એક પ્રકારનું પરવાનગી પત્ર છે જે તમને બીજા દેશમાં જવાની પરવાનગી આપે છે. જો કે, તે તમારા વિઝા પર આધાર રાખે છે કે તમે તે દેશમાં કેટલા સમય માટે રહી શકો છો. 

UAEના ગોલ્ડન કાર્ડ વિઝા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. એવા પણ ઘણા અહેવાલો છે કે UAEમાં સ્થાયી થયેલા ઘણા ભારતીયોને ગોલ્ડન કાર્ડ વિઝા મળ્યા છે. જેમાં શાહરૂખખાન, રણવીરસિંહ, સંજયદત્ત, મમૂટી, વરૂન ધવન, સોનુ સૂદ, સુનિલ શેટ્ટી વગેરે જેવી સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. આ ગોલ્ડન વિઝા શું છે, કોને મળી શકે છે અને તેના શું ફાયદા છે. પરંતુ, તે પહેલા ચાલો જાણીએ કે આ ગોલ્ડન વિઝા આખરે શું છે.

ગોલ્ડન વિઝા શું છે?

UAEના 'ગોલ્ડન વિઝા' એ લાંબા ગાળાના રેસીડેન્સ વિઝા છે, જે વિદેશી પ્રતિભાઓને UAE માં રહેવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માટેની એક તક આપે છે. ઇન્વેસ્ટર્સ, ચીફ એક્ઝીક્યુટીવ, એન્ટરપ્રિનીયોર, વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને ફ્રન્ટલાઈન હીરો ગોલ્ડન વિઝા માટે એલીજીબલ છે.

ગોલ્ડન વિઝાની શરૂઆત કોણે કરી

21 મે, 2019 ના રોજ UAEના ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ દ્વારા ગોલ્ડન કાર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ટ્વીટ કરતાં તેમણે કહ્યું હતું કે, 'અમે ઇન્વેસ્ટર્સ, બેસ્ટ ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક અને કલાકારને કાયમી નાગરિકતા આપવા માટે નવી 'ગોલ્ડન કાર્ડ' સિસ્ટમ શરૂ કરી છે.'

ગોલ્ડન વિઝાની શરૂઆત કરવાનાં કારણો

UAEને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અને તેના વિકાસને પ્રોત્સાહન આપતા કેન્દ્ર તરીકે વિકસાવવાના હેતુથી આ વિઝાની શરૂઆત કરવામાં આવી. લાંબા ગાળા માટે UAEમાં રહેતા રહેવાસીઓને અને દેશના વિકાસમાં તેમના યોગદાન ધ્યાનમાં લઈને ગોળાન વિઝાની શરૂઆત કરવામાં આવી હતી. UAE ગવર્મેન્ટ ગોલ્ડન વિઝાના માધ્યમથી દેશના વિકાસ માટે કાર્યરત લોકોનો આભાર માનવા માટે લોન્ગ ટર્મ વિઝા આપે છે.  

ગોલ્ડન વિઝા માટે સેલિબ્રિટી હોવું જરૂરી નથી

જો કે હવે આ ગોલ્ડન વિઝા માટે સેલિબ્રિટી હોવું જરૂરી નથી. UAEમાં રોકાણ કરો કે ડિપોઝીટ કરો તો પણ ગોલ્ડન વિઝા મળી શકે છે. હવે તો વિદેશી લોકો રોકાણ ના કરે તો પણ તેમને ગોલ્ડન વિઝા આપવામાં આવી રહ્યા છે. UAE પાંચ વર્ષના રેસિડેન્ટ વિઝા આપે છે. જો UAEના સ્થાનિકની ભાગીદીરી કરીને બિઝનેસ કરાય તો પણ ગોલ્ડન વિઝા ઇસ્યુ કરાય છે.

આ છે ગોલ્ડન વિઝાના ફાયદા

ગોલ્ડન વિઝા ધરાવતા લોકોને સામાન્ય વિઝા ધારકોની સરખામણીમાં ઘણી વધારાની સુવિધાઓ મળે છે....

- છ મહિના માટે એન્ટ્રી વિઝા 

- 5 અથવા 10 વર્ષ જેવા લાંબા ગાળાના રિન્યુએબલ રેસિડેન્સ વિઝા 

- સૌથી મહત્વની સુવિધા એ છે કે તેઓ અન્ય કોઈ વ્યક્તિ અથવા કંપનીની મદદ વિના તેમના જીવનસાથી અને બાળકો સાથે UAEમાં રહી શકશે. અત્યાર સુધી આ માટે સ્પોન્સર જરૂરી હતું

- ગોલ્ડન વિઝા ધારકો ત્રણ કર્મચારીઓને સ્પોન્સર પણ કરી શકે છે. આ સિવાય તે પોતાની કંપનીના કોઈપણ વરિષ્ઠ કર્મચારી માટે રેસિડેન્સી વિઝા પણ મેળવી શકશે

- UAEના રેસિડેન્સ વિઝાની વેલીડીટી માટે UAEની બહાર સામાન્ય રીતે છ મહિનાના સમયગાળા કરતાં વધુ સમય માટે રહેવાની ક્ષમતા

- અનલીમીટેડ ડોમેસ્ટિક સ્પોન્સર કરવાની ક્ષમતા

- જો ગોલ્ડન વિઝાના પ્રાથમિક ધારકનું અવસાન થઈ જાય તો પરિવારના સભ્યોને તેમની પરમિટની મુદત પૂરી થાય ત્યાં સુધી UAEમાં રહેવાની પરવાનગી.

- આ વિઝાની વેલિડિટી 10 વર્ષ હશે. મુદત પૂરી થયા બાદ તેને રિન્યુ કરાવવાનું રહેશે

ગોલ્ડન વિઝા કઈ રીતે મળી શકે?

ગોલ્ડન વિઝા મેળવવા માટેની આવશ્યકતાઓ રેસીડેન્સીના પ્રકાર પર આધારિત છે, પછી ભલે તે ઇન્વેસ્ટર, એન્ટરપ્રિનીયોર, ફ્રન્ટલાઈન હીરો વગેરે.

પબ્લિક ઇન્વેસ્ટર્સ માટે 

જો તમે ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરો છો, તો તમને સ્પોન્સર વિના 10 વર્ષના સમયગાળા માટે ગોલ્ડન વિઝા આપવામાં આવી શકે છે, નીચે આધીન...

1. UAE માં માન્યતા મેળવવા ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરફથી એક પત્રની રજૂઆત કરવામાં આવી છે જે મુજબ ઇન્વેસ્ટર પાસે AED (Arab Emirates Dirham) બે મિલિયનની ડીપોઝીટ હોવી જોઈએ, અથવા

2. વેલીડ કોમર્શિયલ લાઇસન્સ અથવા ઔદ્યોગિક લાયસન્સ અને મેમોરેન્ડમ ઑફ એસોસિએશનની રજૂઆત કે રોકાણકારની ઇન્વેસ્ટરની મૂડી બે મિલિયન AEDમાં   બે મિલિયન કરતાં ઓછી ન હોવી જોઈએ 

૩. ફેડરલ ટેક્સ ઓથોરિટીના એક પત્ર મુજબ ઇન્વેસ્ટર સરકારને વાર્ષિક AED 2,50,000 કરતાં ઓછું ચૂકવે છે

આ સિવાય રોકાણ કરેલી મૂડીની સંપૂર્ણ રીતે પોતાની માલિકીની હોવી જોઈએ, તેમજ તે લોન ન હોવી જોઈએ અને પોતાના અને તેના પરિવાર (જો કોઈ હોય તો) માટે મેડીકલ ઈન્સ્યોરન્સના પ્રૂફ આપવાના રહેશે. 

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ માટે 

1. UAEના જમીન વિભાગના પત્રની જોગવાઈ મુજબ સંબંધિત વ્યક્તિ એક અથવા વધુ મિલકતો ધરાવે છે, જેની કિંમત 2 મિલિયન દિરહામથી ઓછી નથી

2. લોકલ એન્ટિટી દ્વારા મંજૂર ચોક્કસ સ્થાનિક બેંકો પાસેથી લોન સાથે મિલકતની ખરીદી.

ઉપરોકત શરતોના આધીન જો તમે કોઈ મિલકત માલિકી ધરાવો છો, તો તમને 5 વર્ષની મુદત માટે ગોલ્ડન વિઝા આપવામાં આવી શકે છે, જે સમાન શરતો પર અને કોઈ સ્પોન્સર વગર રિન્યુ કરાવી શકાય છે. 

એન્ટરપ્રિનીયોર માટે

જો તમે એન્ટરપ્રિનીયોર છો, તો જો તમારી પાસે રિસ્ક અને ઇનોવેશન પર આધારિત ટેકનીકલ અથવા ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે એ આધારિત આર્થિક પ્રોજેક્ટ હોય તો તમને 5 વર્ષના સમયગાળા માટે ગોલ્ડન વિઝા મળી શકે છે. વધુમાં, તમારી પાસે નીચેનામાંથી દરેકનો મંજૂરી પત્ર હોવો જરૂરી છે...

1. પ્રોજેક્ટ વેલ્યુ 5,00,000 દિરહામ કરતાં ઓછી ન હોવી જોઈએ

2. પ્રોજેક્ટ ટેકનીકલ અથવા ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે એ આધારિત હોવો જોઈએ

આઉટસ્ટેન્ડિંગ સ્પેશ્યલ ટેલેન્ટ 

જેમાં ડોકટરો, વૈજ્ઞાનિકો, સંસ્કૃતિ અને કલાના સર્જનાત્મક લોકો, ઇન્વેન્ટર, અધિકારીઓ, એથ્લેટ્સ, ડોક્ટરલ ડિગ્રી ધારકો અને એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. 

એન્જિનિયરિંગ અને વિજ્ઞાનને લગતા વિષયોમાં રોગશાસ્ત્ર અને વાયરસ, AI, બીગ ડેટા, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ, જીનેટિક્સ અને બાયોટેકનોલોજી એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. 

જો તમારી પાસે આઉટસ્ટેન્ડિંગ સ્પેશ્યલ ટેલેન્ટ હોય, તો તમે દરેક શ્રેણી માટે નીચે દર્શાવેલ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી 10 વર્ષ માટે ગોલ્ડન વિઝા મેળવી શકો છો જેમાં..

ડોકટરો અને વૈજ્ઞાનિકો માટે 

1. દવાની પ્રેક્ટિસ કરવા માટે UAE માં આરોગ્ય અને નિવારણ મંત્રાલય તરફથી મંજૂરી પત્ર (ડોક્ટરો માટે)

2. અમીરાત કાઉન્સિલ ઓફ સાયન્ટિસ્ટ્સ તરફથી ભલામણનો પત્ર અથવા સાઈન્ટીફિક એકસેલન્સ માટે મોહમ્મદ બિન રશીદ મેડલના સચિવાલયનો પત્ર જેમાં જણાવવામાં આવ્યું છે કે અરજદારને વૈસાઈન્ટીફિક એકસેલન્સનું મેડલ એનાયત કરવામાં આવ્યુ હોય.

ઇન્વેન્ટર

મીનીસ્ટ્રી ઓફ ઈકોનોમી તરફનો ભલામણ પત્ર જેમાં તમારી પેટન્ટ દેશના અર્થતંત્રમાં વધારાનું મૂલ્ય ધરાવે છે તે બાબત હોવું જોઈએ

સંસ્કૃતિ અને કલા ફિલ્ડના ક્રીએટીવ લોકો

સંબંધિત એમિરેટના સંસ્કૃતિ અને કલા વિભાગ તરફથી મંજૂરી પત્ર.

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ

1. એજ્યુકેશન ક્વોલિફિકેશન સ્નાતકની ડિગ્રી કરતાં ઓછી ન હોવી જોઈએ તેમજ શિક્ષણ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રીની નકલ

2. સમાન હોદ્દા પર 5 વર્ષથી ઓછા ન હોય તેવો એક્સપીરીયન્સ લેટર

3. ઓછામાં ઓછા AED 50,000 ની સેલેરીનું સેલેરી સર્ટીફીકેટ

4. વેલીડ વર્ક કોન્ટ્રાક્ટ.

એથ્લેટ્સ

જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી અથવા સ્પોર્ટ્સ કાઉન્સિલ બંનેમાંથી કોઈ એકનો ભલામણ પત્ર

એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના નિષ્ણાતો

શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રમાણિત બેચલર અથવા માસ્ટર ડિગ્રીની નકલ અને કાર્ય કરાર.

આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થીઓ માટે

1. હાઇસ્કૂલના આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થીઓ માટે 

જો તમે હાઈસ્કૂલના વિદ્યાર્થી અને રાષ્ટ્રીય કક્ષાના ટોપર છો, (જાહેર અથવા ખાનગી માધ્યમિક શાળામાં ઓછામાં ઓછા 95 ટકાના ગ્રેડ સાથે) તો તમને શિક્ષણ મંત્રાલય (એમિરેટ શાળાઓની સ્થાપના) તરફથી સ્પોન્સર વિના 5 વર્ષ માટે ગોલ્ડન વિઝા આપવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન વિઝાનો સમયગાળો 5 વર્ષ છે અને જો તે/તેણી દેશની કોઈ એક મેજર્સ/કોલેજમાં પાંચ કરતાં વધુ સ્ટડી પીરીયડ હોય તો વિઝા લંબાવી શકાય છે.

2. યુનિવર્સિટીના આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થીઓ માટે

જો તમે યુનિવર્સિટીના આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થીઓ છો, તો તમને સ્પોન્સર વિના 10 વર્ષના સમયગાળા માટે ગોલ્ડન વિઝા આપવામાં આવી શકે છે, જો તમને ગ્રેજ્યુએટ થયાને 2 વર્ષથી વધુ સમય થયો ન હોવો જોઈએ તો જ ગોલ્ડન વિઝા મળી શકે છે, જો કે તેમાં...

- શિક્ષણ મંત્રાલય દ્વારા યુનિવર્સિટીને  A અથવા B વર્ગમાં રેટિંગ મળેલું હોવું જોઈએ 

- યુનિવર્સિટી તરફથી ભલામણ પત્ર અથવા માન્યતા પ્રાપ્ત ગ્રેજ્યુએશન પ્રમાણપત્ર અથવા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક રેકોર્ડ

વિદેશી યુનિવર્સિટીઓના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને સ્પોન્સર વિના 10 વર્ષના સમયગાળા માટે ગોલ્ડન વિઝા આપવામાં આવી શકે છે, જો કે....

- શિક્ષણ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત રેટિંગ સિસ્ટમ મુજબ વિશ્વની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટીનું સ્થાન હોવું જોઈએ  

- વિદ્યાર્થીનું સંચિત GPA (Grade Point Average)  3.5 કરતા ઓછું ન હોવું જોઈએ

- તમને ગ્રેજ્યુએટ થયાને 2 વર્ષથી વધુ સમય થયો ન હોવો જોઈએ

- ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ શિક્ષણ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત હોવું જોઈએ

લોકોપકારી કાર્યના પ્રણેતા

જો તમે લોકોપકારી કાર્યના પ્રણેતા છો, તો તમને 10 વર્ષ માટે ગોલ્ડન વિઝા મળી શકે છે. માનવતાવાદી કાર્યના પ્રણેતા તરીકે લાયક બનવા માટે તમારે નીચેની કેટેગરીમાં લાયકાત જોઇશે

- સભ્યો અને કર્મચારીઓ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ માટે કામ કર્યું છે

- સભ્યો અને કર્મચારીઓ કે જેમણે નાગરિક સંગઠનો અને જાહેર હિતની સંસ્થાઓ માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કામ કર્યું છે

- માનવતાવાદી કામપર ધ્યાન કેન્દ્રિત કરતી સ્થાનિક, પ્રાદેશિક અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી પ્રશંસા પુરસ્કાર મેળવનાર કરનાર વ્યક્તિઓને

- સમર્થનનું મૂલ્ય બે મિલિયન યુએઈ દિરહામ અથવા તેના સમકક્ષથી નીચે ન આવે તેવું ભંડોળ ભેગું કરનાર કાર્યકર્તાને 

ફ્રન્ટલાઈન હીરો

ફ્રન્ટલાઈન હીરો જેમણે કટોકટીમાં અસાધારણ કામ કર્યું હોય, જેમ કે COVID-19 રોગચાળો દરમ્યાનની કામગીરી પરથી અધિકારીની ભલામણ સાથે ગોલ્ડન વિઝા મેળવી શકે છે. ફ્રન્ટલાઈન હીરોમાં નર્સ, મેડિકલ આસિસ્ટન્ટ્સ, લેબ ટેકનિશિયન, ફાર્માકોલોજિસ્ટ અને ફ્રન્ટલાઈન હીરોઝ ઓફિસ દ્વારા મંજૂર કરાયેલ અન્ય કેડરનો સમાવેશ થાય છે.

UAEમાં ભારતીયો સૌથી વધુ 

યુએઈમાં સૌથી વધુ વિદેશી વસ્તી ભારતીયોની છે. 90 લાખની વસ્તી ધરાવતા UAEમાં લગભગ 30 ટકા વસ્તી ભારતીય ઈમિગ્રન્ટ્સની છે. અહેવાલો અનુસાર, UAEમાં સ્થાયી થયેલા ઘણા ભારતીય ઉદ્યોગપતિઓને ગોલ્ડન કાર્ડ વિઝા મળ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post