• Home
  • News
  • NDTVના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બન્યા યુ.કે.સિન્હા અને દીપાલી ગોયનકા:બિઝનેસ પર્પસ એશ્યોર કરવા માટે નિમણૂક થઈ, બે વર્ષ રહેશે કાર્યકાળ
post

વેલસ્પન ઈન્ડિયામાં CEO અને મેનેજિંગ ડાયરેક્ટરમાં દીપાલી ગોયનકા

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 20:00:17

અદાણી ગ્રુપની સ્વામીત્વવાળી કંપની NDTVSEBIના પૂર્વ અધ્યક્ષ યુ.કે. સિન્હા અને બિઝનેસ લીડર દીપાલી ગોયાનકાને ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરના પદ પર નિમણૂક કરી છે. બંનેનો કાર્યકાળ 27 માર્ચ 2023થી બે વર્ષ સુધી હશે.

નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણના આધારે શેરધારકો, માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)ના એપ્રૂવલ પર આ નિમણૂક કરાઈ છે. રિપોર્ટ મુજબ, અદાણી ગ્રુપે NDTVના ડાયરેક્ટર્સ બોર્ડની સ્વતંત્રતા અને બિઝનેસ પર્પઝ એશ્યોર કરવા માટે આ નિમણૂકને મંજૂરી આપી છે.

હવે સિન્હા અને ગોયનકા વિશે જાણી લો...

7 વર્ષ સેબીના ચેરમેન રહી ચૂક્યા છે યુ.કે. સિન્હા

યુ.કે.સિન્હા વર્ષ 2011થી 2017 સુધી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. SEBIને તેમના નેતૃત્વમાં ટેકઓવર કોડ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ નિયમનકારી સુધારો લાવવાનું શ્રેય જાય છે. અગાઉ તેઓ 6 વર્ષ સુધી UTI એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડના પ્રેસિડન્ટ એન્ડ મેનેજમેન્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ નાણાં મંત્રાલયમાં સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે.

SEBI અધ્યક્ષ તરીકે તેમના યોગદાન માટે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં CNBC-TV18 ઈન્ડિયા બિઝનેસ લીડર અવોર્ડ (IBLA)- આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ટુ ઈન્ડિયન બિઝનેસ અવોર્ડ (2014) તથા ઈકોનોમિક ટાઈમ્સ- બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર અવોર્ડ (2014) પ્રમુખ છે. સિન્હા 1976માં ભારતીય વહીવટી સેવા (IAS)માં સામેલ થયા હતા. આ ઉપરાંત તેમની પાસે એમએસસી તથા એલએલબીની ડીગ્રી છે.

વેલસ્પન ઈન્ડિયામાં CEO અને મેનેજિંગ ડાયરેક્ટરમાં દીપાલી ગોયનકા

દીપાલી ગોયનકા વેલસ્પન ઈન્ડિયા લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડાયરેક્ટર (MD) છે. તેઓ ફોર્બ્સની યાદીમાં એશિયા અને ભારતની સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ થઈ ચૂક્યાં છે. તેઓ વિશ્વ આર્થિક મંચ (WEF) દ્વારા આયોજિત કરાયેલા ભારત આર્થિક શિખર સંમેલન, 2017માં આસિસ્ટન્ટ પ્રેસિડન્ટ હતાં. તેઓ હાર્વર્ડ ઈન્ડિયા કોન્ફરન્સમાં ઇન્સ્પાયર સિરીઝ સ્પીકર પણ રહી ચૂક્યાં છે. તેમણે હાર્વર્ડમાંથી અભ્યાસ કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post