• Home
  • News
  • ભાજપ, કોંગ્રેસ અને આપના બદનસીબ ઉમેદવાર:આપના 11, કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે, અન્ય ઉમેદવારને ફરજિયાત વોટ આપશે
post

રહેણાંક વિસ્તાર અને ઉમેદવારી કરી તે વિસ્તાર અલગ અલગ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 19:01:26

ગુજરાત વિધાનસભાની પહેલાં તબક્કાની ચૂંટણી આડે હવે 2 દિવસ છે, જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું 5 નવેમ્બરે મતદાન યોજાશે. ત્યારે અમદાવાદની શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને આપના 63 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. પરંતુ આ ચૂંટણી જંગમાં આ પૈકીના 23 ઉમેદવારોએ એક વોટ ગુમાવી દીધો છે. તેઓ પોતે જ પોતાને વોટ આપી નહીં શકે, કારણ તેમનો રહેણાંક વિસ્તાર છે. તેઓ જે જગ્યાએ ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં તેમને મત આપવાનો અધિકાર નથી એટલે કે તેમનો મતદાન વિસ્તાર અલગ છે. જેમાં આપના સૌથી વધુ 11 ઉમેદવારો એવા છે જે પોતાને જ મત નહીં આપી શકે. જ્યારે કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવાર પોતાને મત નહીં આપી શકે.

રહેણાંક વિસ્તાર અને ઉમેદવારી કરી તે વિસ્તાર અલગ અલગ
બીજા તબક્કાના મતદાનમાં 23 ઉમેદવારો એવા છે કે જેનું મત વિસ્તારમાં જ રહેણાંક ન હોવાથી ઉમેદવારોને પોતાનો મત મળશે નહીં. આ તમામ ઉમેદવારો પોતાનો મત પોતાને આપી નહીં શકે અને અન્ય ઉમેદવારને આપવો પડશે. જેમાં પૂર્વ વિસ્તારમાં છ બેઠક પર મુખ્ય રાજકીય પાર્ટીઓના જ ઉમેદવાર પોતાને મત આપી શકશે નહીં. દરીયાપુર, દાણીલીમડા, વટવા, નિકોલ, ઠક્કરબાપાનગર અને અસારવાના ઉમેદવારો પોતાના રહેણાંકની વિધાનસભાના ઉમેદવારોને મત આપશે. 63 ઉમેદવારો પૈકી 23 ઉમેદવારો અન્ય વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 40 ઉમેદવારો સ્થાનિક છે અને પોતાનું નામ જે વિધાનસભા વિસ્તારની યાદીમાં છે ત્યાંથી જ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

AAPના 11, કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવારો અન્યને મત આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 વિધાનસભા બેઠકોમાં 249 જેટલા ઉમેદવારો મેદાને છે, ત્યારે 23 જેટલા ઉમેદવારો જે છે એ પોતાના રહેણાંક સિવાય અન્ય જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે. જેથી તેઓને પોતાનો મત આપી શકશે નહીં, પરંતુ બીજા ઉમેદવારને મત આપવાનો રહેશે. જેમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીના 11 જેટલા ઉમેદવારો, જ્યારે કોંગ્રેસના 8 અને ભાજપના માત્ર 4 જ ઉમેદવારોએ અન્ય જગ્યાએ મત આપશે. નોંધનીય બાબત એ છે કે પૂર્વ વિસ્તારની છ બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જ ઉમેદવારો અન્ય ઉમેદવારને મત આપશે. જેમાં નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઠક્કરબાપાનગરમાં, અસારવાના ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલા દરિયાપુરમાં, મુખ્યમંત્રી સામે કોંગ્રેસના ઉમેદવાર ડો. અમીબેન યાજ્ઞિક એલિસબ્રિજમાં, દરિયાપુરના ગ્યાસુદ્દીન શેખ જમાલપુર અને વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવી સાણંદમાં મતદાન કરશે. 6 બેઠક પરના બબ્બે ઉમેદવારોને અન્યને વોટ આપવા પડશે
પૂર્વ વિસ્તારની છ બેઠક પરના ઉમેદવાર અન્ય જગ્યાએ મત આપશે. જેમાં અસારવા વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલા અને આમ આદમી પાર્ટીના જે.જે મેવાડા, વટવા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બીપીન પટેલ, નિકોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ગજેરા, દરિયાપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તાજ કુરેશી, દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયા ઠક્કરબાપા નગરના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરી અન્ય જગ્યાએ મતદાન કરશે.

ઉમેદવારનું નામ

ક્યાંથી ઉમેદવાર

કયા મત આપશે

દર્શના વાઘેલા (ભાજપ)

અસારવા

દરિયાપુર

જે.જે મેવાડા (આપ)

અસારવા

ઠક્કરબાપાનગર

જગદીશ વિશ્વકર્મા (ભાજપ)

નિકોલ

ઠક્કરબાપાનગર

અશોક ગજેરા (આપ)

નિકોલ

દસક્રોઈ

ગ્યાસુદિન શેખ (કોંગ્રેસ)

દરિયાપુર

જમાલપુર

તાજ કુરેશી (આપ)

દરિયાપુર

અસારવા

શૈલેષ પરમાર (કોંગ્રેસ)

દાણીલીમડા

નારણપુરા

દિનેશ કાપડિયા (આપ)

દાણીલીમડા

અસારવા

બળવંત ગઢવી (કોંગ્રેસ)

વટવા

સાણંદ

બિપિન પટેલ (આપ)

વટવા

અમરાઈવાડી

વિજય બ્રહ્મભટ્ટ (કોંગ્રેસ)

ઠક્કરબાપાનગર

બાપુનગર

સંજય મોરી (આપ)

ઠક્કરબાપાનગર

દસક્રોઈ

ડો. અમીબેન યાજ્ઞિક (કોંગ્રેસ)

ઘાટલોડિયા

એલિસબ્રિજ

લાખાભાઈ ભરવાડ (કોંગ્રેસ)

વિરમગામ

વેજલપુર

કલ્પેશ પટેલ (આપ)

વેજલપુર

એલિસબ્રિજ

કિરણ પટેલ (આપ)

દસક્રોઈ

ઘાટલોડિયા

કાળુ ડાભી (ભાજપ)

ધંધુકા

ધોળકા

વિનય ગુપ્તા (આપ)

અમરાઈવાડી

વટવા

જશવંત ઠાકોર (આપ)

સાબરમતી

અસારવા

હારુન નાગોરી (આપ)

જમાલપુર

દાણીલીમડા

ડો. પાયલ કુકરાણી (ભાજપ)

નરોડા

ઠક્કરબાપાનગર

સોનલ પટેલ (કોંગ્રેસ)

નારણપુરા

એલિસબ્રિજ

હિંમતસિંહ પટેલ (કોંગ્રેસ)

બાપુનગર

નિકોલ

 

adv

Related News

post
post
post
post
post
post
post