• Home
  • News
  • કેન્દ્રિય રાજ્યમંત્રીની વડોદરામાં જાહેરાત, કોર્પોરેશનની ચૂંટણીમાં BJP જોડાણ નહીં કરે તો 24 બેઠક પરથી લડીશું
post

આગામી સમયમાં કોર્પાેરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આઠવલેએ પત્રકાર પરિષદને સંબોધતા એવુ કહ્યુ હતુ કે, કેન્દ્ર કક્ષાએ આરપીઆઈ અને ભાજપનુ ગઠબંધન છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 10:44:19

વડોદરા: કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ બુધવારે વડોદરાની ટૂંકી મુલાકાત લીધી હતી. જે દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં મહાનગર પાલિકાઓની સામાન્ય ચૂંટણી આવી રહી છે. ત્યારે વડોદરામાં અમારો પક્ષ (રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા) ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા ઈચ્છે છે. જેમાં વડોદરાની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પૈકી ૬ વોર્ડની ૨૪ બેઠકો પર અમારા ઉમેદવારો નક્કી કરેલા છે. જો ભાજપ ગઠબંધન નહીં કરે તો આરપીઆઈ સ્વતંત્ર રહીને ચૂંટણી લડશે તેવી ચિમકી પણ આપી હતી.

પત્રકાર પરિષદને સંબોધતા રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, આપણા દેશમાં કોરોનાની બન્ને વેક્સિન બનેલી છે. જે સંપૂર્ણ સુરક્ષિત છે. આ વેક્સિનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીરમ સહિતની ઉત્પાદક કંપનીઓની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ આ વેક્સિનને ભાજપ અને એનડીએની વેક્સિન કહે છે. પરંતુ આવુ કહેવુ બિલકુલ ખોટુ છે. આ કોઈ રાજકીય વેક્સિન નથી. બધાએ લેવી જોઈએ. જો કોંગ્રેસ આને ભાજપ કે એનડીએની વેક્સિન કહે છે જો તેમના નેતાઓને જીવવુ હોય તો વેક્સિન લે નહીં તો ન લે.

આગામી સમયમાં કોર્પાેરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આઠવલેએ પત્રકાર પરિષદને સંબોધતા એવુ કહ્યુ હતુ કે, કેન્દ્ર કક્ષાએ આરપીઆઈ અને ભાજપનુ ગઠબંધન છે.

જોકે, આગામી સમયમાં ગુજરાતમાં મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં આરપીઆઈ જંગ લાડવા તૈયાર છે. જે માટે ભાજપ સાથે અહીં પણ ગઠબંધન કરવા ઈચ્છીએ છીએ. જેને લઈને ચૂંટણીની તૈયારીઓના ભાગરૃપે આજે સયાજીગંજ ખાતેના મનુભાઈ ટાવરમાં આરપીઆઈની ઓફિસનુ મે લોકાર્પણ કર્યુ છે. વડોદરા શહેરમાં ૧૯ ચૂંટણી વોર્ડ અને ૭૬ બેઠકો છે.

જે પૈકી ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ભાજપ સાથે ગઠબંધન કરવા માંગીએ છીએ. જો ભાજપ ગઠબંધન કરે તો આ બેઠકો પર અમારા ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર છે. અને અન્ય બેઠકો પર ભાજપનો અમે પ્રચાર કરીશુ. કોર્પાેરેશનમાં ભાજપનુ જ શાસન આવવુ જોઈએ. પરંતુ જો ગઠબંધન ન થાય તો અમારા ઉમેદવારો ૨૪ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણી લડશે ૨૫૬ સફાઈ સેવકોને કાયમી કરવા સૂચના આપી

ર્સિકટ હાઉસ ખાતે મ્યુનિ. કોર્પાેરેશનમાં એસસી અને એસટી બેકલોક બાબતે ચર્ચા કરવા બેઠક બોલાવાઈ હતી. જેમાં ક્વોટાની જગ્યાઓ સંપૂર્ણ ભરાયેલ છે. એટલુ જ નહીં, મ્યુનિ. કોર્પાેરેશનમાં ૪૬૮૪ સફાઈ કર્મચારીઓ પૈકી ૨૯૮૬ સફાઈ કર્મચારીઓ દૈનિક વેતન પર કામગીરી કરે છે. તેમણે ૨૫૯ જેટલા કોન્ટ્રાક્ટના સફાઈ સેવકોને દૈનિક વેતન ઉપરથી કાયમી કરવા રામદાસ આઠવલેએ સૂચના આપી હતી. તેમજ તેમણે એવુ પણ કહ્યું હતું કે, વડોદરામાં ડ્રેનેજની સફાઈ દરમિયાન મરણ પામેલા ૬ કર્મચારીઓના સ્વજનોને રૃ.૧૦-૧૦ લાખનુ વળતર ચૂકવવામાં આવ્યુ છે. તેમણે એવુ પણ કહ્યું હતું કે, વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાચાર નિવારણ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં કુલ ૧૭૪ કેસોમાં અસરગ્રસ્તોને રૃ.૩૨૫.૮૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post