• Home
  • News
  • અનોખી સિદ્ધિ:સૌરાષ્ટ્રના નીરજ ઓડેદરા બર્મુડાની ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા
post

બર્મુડાને ક્વોલિફાઇંગ રાઉન્ડના ઉચ્ચ પ્રદર્શન થકી વર્લ્ડ કપમાં સ્થાન અપાવવાનો લક્ષ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 10:37:43

રાજકોટ: 2020માં સૌરાષ્ટ્રની ટીમને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કોચ નીરજ ઓડેદરા બર્મુડા નેશનલ ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા. 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ટી-20 વર્લ્ડ કપ પૂર્વે યોજાનાર ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ઉચ્ચ પ્રદર્શન કરી વર્લ્ડ કપમાં બર્મુડાને સ્થાન અપાવવા તેમને જવાબદારી સોંપાઈ છે.

હાલ સૌરાષ્ટ્રના હેડ કોચ એવા નીરજ ઓડેદરાએ વાતચીતમાં કહ્યું કે,”આ મારી માટે મોટી સિદ્ધિ છે. બર્મુડાના ખેલાડીઓ શારીરિક રીતે મજબૂત છે, પરંતુ બેટિંગ, બોલિંગમાં ખેલાડીઓમાં જવાબદારીનો અભાવ છે. મારું પ્રથમ કાર્ય ખેલાડીઓને તેમની જવાબદારીથી માહિતગાર કરવાનો રહેશે. ટી-20 મેચમાં છેલ્લી 5 ઓવર બોલર્સ માટે ખૂબ જ મહત્ત્વની હોય છે, સારી રણનીતિ તૈયાર કરવાની સાથે સારા ફિલ્ડર તૈયાર કરવાનો પ્રયાસ રહેશે. બર્મુડાને ક્વોલિફાઇંગ રાઉન્ડના ઉચ્ચ પ્રદર્શન થકી વર્લ્ડ કપમાં સ્થાન અપાવવાનો લક્ષ્ય છે. બર્મુડા ટીમ 2007ના વન-ડે વર્લ્ડ કપમાં રમી હતી.

નિરજ ઓડેદરાનું કરિયર
26
ફર્સ્ટ ક્લાસ મેચ
619
કુલ રન

129* સર્વાધિક સ્કોર

1/1 50/100

80 વિકેટ