• Home
  • News
  • UNSC રશિયા સામે નિંદા પ્રસ્તાવ:ભારત અને ચીન વોટિંગથી દૂર રહ્યા, બાઇડને કહ્યું - NATO તેની જમીનના દરેક ઇંચનું રક્ષણ કરશે
post

રશિયા દ્વારા ચાર પ્રદેશનો કબજો કર્યા બાદ યુક્રેને નાટોના સભ્ય બનવા માટે અરજી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 16:20:21

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રજૂ કરવામાં આવેલા નિંદા પ્રસ્તાવ પર મતદાન કરવાથી ભારત દૂર રહ્યું છે, જેમાં રશિયાના ગેરકાયદે જનમત સંગ્રહની નિંદા કરવામાં આવી છે. આ પ્રસ્તાવ અલ્બેનિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આના સમર્થનમાં 10 દેશે મતદાન કર્યું, જ્યારે 4 દેશે મતદાનમાં ભાગ લીધો નહોતો. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે. બાઇડને કહ્યું હતું કે નાટો તેની જમીનના "દરેક ઇંચ" નું રક્ષણ કરશે. આ માટે અમેરિકા સંપૂર્ણ રીતે તૈયાર છે.

અમેરિકાએ રશિયાના કબજાને નકાર્યો
અમેરિકાએ રશિયા દ્વારા યુક્રેનનાં ચાર શહેરના કબજાને નકારી કાઢ્યો છે. બાઇડને કહ્યું હતું કે રશિયાએ જે પ્રદેશો પર કબજો કર્યો છે એને અમેરિકા સ્વીકારશે નહીં. NATOએ પણ રશિયાના કબજાને ઈન્ટરનેશનલ લોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

વાસ્તવમાં રશિયાએ શુક્રવારે યુક્રેનનાં 4 શહેરને પોતાના પ્રદેશોમાં સામેલ કર્યા હતા. આ પ્રદેશો ડોનાત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપારોઝિયા છે. પુતિને આ દરમિયાન કહ્યું હતું કે જો યુક્રેન આ શહેરો પર કબજો કરવાનો પ્રયાસ કરશે તો તેને રશિયા પર હુમલો માનવામાં આવશે.

બાઇડને કહ્યું- પુતિનથી ડરશે નહીં
બાઇડને રશિયાને લઈ કહ્યું હતું કે અમેરિકા તેમજ તેમના સહયોગી પુતિન અને તેમની ધમકીઓથી ડરતા નથી. પુતિન પોતાના પાડોશી દેશ પર કબજો કરી શકતા નથી. તેમણે એનાથી દૂર રહેવું જોઈએ. અમે યુક્રેનને લશ્કરી હથિયારો આપવાનું ચાલુ રાખીશું.

યુક્રેન જનમત સંગ્રહને સ્વીકારવાનો ઈનકાર
​​​​​​​
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે આ રશિયાના કરોડો લોકોનું સપનું છે. યુક્રેનના ચાર ભાગોમાં રહેતા લોકો પાસે ઈચ્છા અને અધિકાર હતા. રશિયાએ આ પ્રદેશોમાં જનમત સંગ્રહ બાદ તેમને પોતાની સરહદમાં સામેલ કર્યા છે.

યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સકીએ રશિયા દ્વારા થયેલા જનમત સંગ્રહને કપટ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે તે એને ક્યારેય સ્વીકારશે નહીં. રશિયાએ ગન પોઈન્ટ પર લોકોથી મત લીધા છે.

યુક્રેને NATOના સભ્યપદ માટે અરજી કરી
રશિયા દ્વારા ચાર પ્રદેશનો કબજો કર્યા બાદ યુક્રેને નાટોના સભ્ય બનવા માટે અરજી કરી છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે અમે નાટોમાં જોડાવવા માટે તાત્કાલિક અરજી કરી રહ્યા છીએ, પરંતુ નાટોમાં જોડાવવા માટે તમામ સભ્ય દેશોના સમર્થનની જરૂર છે તેમજ નાટોના જનરલ સેક્રેટરી જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું હતું કે નાટોમાં જોડાવા માટે યુક્રેનની વિનંતી પર બધા સભ્યો નિર્ણય લેશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે નાટો કોઈપણ રીતે યુદ્ધ કે સંઘર્ષના પક્ષમાં નથી.

પુતિને પશ્ચિમ દેશોને નિશાન બનાવ્યા
​​​​​​​
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રેમલિનમાં એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમી દેશો પર નિશાન સાધ્યું છે. ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે જેમ પશ્ચિમી દેશોએ જેવી રીતે ભારતને લૂંટ્યું, એમ તેઓ રશિયાને પણ લૂંટવા માગે છે. એટલું જ નહીં, તેઓ આપણા દેશને નબળો બનાવવા માગે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે મધ્યયુગમાં પશ્ચિમે ભારત અને આફ્રિકાને લૂંટ્યું, અમેરિકાના લોકોનો નરસંહાર કર્યો, ચીન સામે યુદ્ધ કર્યું. ઘણા દેશોને ડ્રગ્સ પર નિર્ભર બનાવતાં સમગ્ર જૂથોની હત્યા કરવામાં આવી હતી. તેઓ પ્રાણીઓની જેમ લોકોનો શિકાર કરતા. હવે રશિયા સાથે પણ આવું જ કરવા માગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post