• Home
  • News
  • અમેરિકાનું દેવું વધ્યું:વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર ઋણ વધીને રેકોર્ડ 29 લાખ કરોડ ડોલરે પહોંચ્યું, ભારતનું જ ઋણ 16 લાખ કરોડ રૂપિયા
post

અમેરિકન રિપબ્લિકન સાંસદ એલેક્સ મોનીએ કહ્યું કે અમેરિકાએ સૌથી વધુ ચીન અને જાપાન પાસેથી લોન લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-01 10:00:25

કોરોનાથી વિશ્વની મોટી અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. જોકે કોરોનાનો આર્થિક માર અમેરિકા પર થોડો વધુ પડ્યો છે. અમેરિકા પરનું વૈશ્વિક ઋણ વધ્યું છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર ઋણ વધીને રેકોર્ડ 29 લાખ કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે. અમેરિકા પર હાલના સમયમાં જેટલુ ઋણ છે. તે ભારતની GDPથી લગભગ 10 ગણુ છે. જોકે અમેરિકાએ ભારતને પણ ઋણ ચુકવવાનું નીકળે છે અને છેલ્લા થોડા વર્ષોમાં અમેરિકા પર ભારતનું ઋણ ઝડપથી વધ્યું છે. હાલ અમેરિકા પર ભારતનું ઋણ 21600 કરોડ ડોલર એટલે કે લગભગ 16 લાખ કરોડ રૂપિયા છે.

ભારતીય ઈકોનોમિ હાલ 3 ટ્રિલિયન ડોલરની આસપાસ ​​​​​
અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકાની અર્થવ્યવસ્થા ભારતની સરખામણીએ લગભગ 7 ગણી મોટી છે અને તે 21 ટ્રિલિયન ડોલરની છે. ભારતીય ઈકોનોમિ હાલ 3 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. જોકે અમેરિકા પર જે કુલ ઋણ છે, તે ભારતની GDPથી લગભગ 10 ગણુ છે.

દેશ પર વધતા ઋણને લઈને ટકોર ​​​​
એક અમેરિકાના સાંસદે જો બાઈડનના પ્રશાસનને દેશ પર વધતા ઋણને લઈને ટકોર કરી છે. હાલ અમેરિકા પર સૌથી વધુ ચીન અને જાપાનનું ઋણ છે. વર્ષ 2020માં અમેરિકાનો કુલ રાષ્ટ્રીય ઋણ ભાર 23400 અબજ ડોલર હતો. હવે અમેરિકાના રાષ્ટ્રીય ઋણને જો ત્યાંના 32 કરોડ લોકોમાં વહેંચવામાં આવે તો દેશના દરેક નાગરિકની ઉપર લગભગ 72309 ડોલરનું ઋણ છે.

અમેરિકાએ સૌથી વધુ ચીન અને જાપાન પાસેથી લોન લીધી
અમેરિકન રિપબ્લિકન સાંસદ એલેક્સ મોનીએ કહ્યું કે અમેરિકાએ સૌથી વધુ ચીન અને જાપાન પાસેથી લોન લીધી છે. જે તેના દોસ્ત પણ નથી. અમેરિકા માટે ચીન હમેશાથી પ્રતિસ્પર્ધી રહ્યું છે. અમેરિકન સાંસદે દેશ પર વધતા દેવાના મુદ્દે 1.9 ટ્રિલિયન ડોલરના નવા રાહત પેકજનો વિરોધ કર્યો છે. આ રિપોર્ટના જણાવ્યા મુજબ અમેરિકા પર બ્રાઝીલનું પણ 258 બિલયન ડોલરનું દેવું છે.

એટલું જ નહિ અમેરિકાના સાંસદે યુએસ કોંગ્રેસમાં જે રિપોર્ટ મૂક્યો છે, તે મુજબ દરેક અમેરિકન પર હાલના સમયમાં લગભગ 84000 ડોલર એટલે કે 60 લાખ રૂપિયાથી વધુ દેવુ છે. અમેરિકન સાંસદ અલેક્સ મૂનીએ કહ્યું કે ચીનનું અમારી પર લગભગ 1000 અબજ ડોલરથી વધુનું ઋણ છે. બીજી તરફ જાપાનનું પણ 1000 અબજ ડોલરથી વધુ ઋણ છે.

વર્ષ 2050 સુધી અમેરિકા 104 ટ્રિલિયન ડોલરનું બીજુ ઋણ લેશે
વર્ષ 2000માં અમેરિકા પર 6 ટ્રિલિયન ડોલરનું દેવું હતું. જે ઓબામા શાસનકાળમાં બે ગણુ થયુ. તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020માં અમેરિકા પર કુલ દેવુ વધીને રેકોર્ડ 29 લાખ કરોડ ડોલર થઈ ગયું. અમેરિકાના સાંસદે એક રિપોર્ટ પરથી કહ્યું કે વર્ષ 2050 સુધી અમેરિકા 104 ટ્રિલિયન ડોલરનું બીજુ ઋણ લેશે. એટલે કે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

અમેરિકાની આ આર્થિક સ્થિતિને લઈને કેટલાક નિષ્ણાત ટ્રમ્પની ખરાબ નીતીઓને જવાબદાર માને છે. બીજી તરફ કેટલાક નિષ્ણાંત કહે છે કે આ માટે બરાક ઓબામા અને તે પહેલાની સરકાર જવાબદાર છે. ટ્રમ્પ પ્રશાસનમાં પણ દેવુ ઘટવાની જગ્યાએ વધ્યું હતું. જોકે હવે આ પડકારોનો જો બાઈડન પ્રશાસને સામનો કરવો પડી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post