• Home
  • News
  • અમેરિકાની ઓઈલ કંપનીઓ ભારતને સસ્તું ક્રુડ સપ્લાઈ કરવાની ડીલનો પ્રસ્તાવ આપે તેવી શકયતા
post

અમેરિકાથી ઈમ્પોર્ટ વધારવા પર 5 ડોલર પ્રતિ બેરલની છૂટ, નૂરમાં પણ ડિસ્કાઉન્ટની શકય

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 11:33:57

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના પ્રવાસમાં બંને દેશોની વચ્ચે ક્રુડ ઓઈલ સપ્લાઈની મોટી ડીલ થઈ શકે છે. ન્યુઝ એજન્સી આઈએએનએસના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે અમેરિકાની ઓઈલ કંપનીઓ ભારતીય કંપનીઓને વધુ ઓઈલ આયત કરવા પર 5 ડોલર પ્રતિ બેરલની છૂટનો પ્રસ્તાવ આપી શકે છે. ભારતનું મોટા ભાગનું ક્રુડ ઓઈલ ઈમ્પોર્ટ હાલ દુબઈથી કરવામાં આવી રહ્યું છે.


અગામી નાણાંકીય વર્ષથી અમેરિકામાંથી ઈમ્પોર્ટ વધવાની શકયતા

અમેરિકા ભારતીય ઓઈલ કંપનીઓને નૂર ખર્ચમાં ડિસ્કાઉન્ટ અને 60-90 દિવસનો ક્રેડિટ પીરિયડનો પ્રસ્તાવ પણ આપી શકે છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ એક સરકારી ઓઈલ કંપનીના અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પના પ્રવાસમાં ડીલ થાય છે તો અગામી નાણાંકીય વર્ષથી અમેરાકામાંથી આયાત વધવાની શકયતા છે. ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવનાર છે.


ચાલુ નાણાંકીય વર્ષમાં અમેરિકામાંથી 1 કરોડ ટન ક્રુડ ઈમ્પોર્ટ થવાની શકયતા

એક અન્ય અધિકારીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પણ અમેરિકામાંથી ઈમ્પોર્ટ વધ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ત્યાંથી કુલ 1 કરોડ ટન ક્રુડ ઓઈલ ઈમ્પોર્ટ થવાની શકયતા છે. અગામી નાણાંકીય વર્ષમાં તે બે ગણી થાય છે તો ભારત માટે ક્રુડની 10 ટકા જરૂરીયાત અમેરિકામાંથી પુરી થઈ જશે.


ઈરાનથી ભારત 10 ટકા ઈમ્પોર્ટ કરી રહ્યું હતું, ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો બાદ થયો ઘટાડો

ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો પહેલા ત્યાંથી 10 ટકા ક્રૂડ આવી રહ્યું હતું. જોકે 2018-19ની સરખામણીમાં 2019-20માં ઈરાનથી થતું ઈમ્પોર્ટ 2.39 કરોડ ટનની સરખામણીએ 19.7 લાખ ટન રહ્યું હતું. ઈરાનથી સપ્લાઈમાં થયેલા ઘટાડાની ભરપાઈ ઈરાક, યુએઈ અને સાઉદી અરબથી થઈ રહી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post