• Home
  • News
  • અમદાવાદમાં ભીડ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો નવો દાવો, કહ્યું- 1 કરોડ લોકો મારુ સ્વાગત કરશે
post

આ પહેલાં ટ્રમ્પે અમદાવાદમાં સ્વાગત માટે 50 લાખ અને પછી 70 લાખ ભીડ ભેગી થવાનો દાવો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-21 12:12:22

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત મુલાકાત માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમનો આ ઉત્સાહ અમેરિકાની દરેક રેલી અને સંબોધનોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની એક રેલીમાં દાવો કર્યો છે કે, તેઓ અમદાવાદ આવશે ત્યારે અંદાજે એક કરોડ લોકો તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિએ 50 લાખ અને 70 લાખ મહેમાનોનો દાવો કર્યો હતો.

અમેરિકાની કોલરાડોમાં એક જનસભાને સંબોધન કરતા અમેરિકન રાષ્ટ્રપતિએ આ દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મેં સાંભળ્યું છે કે, ત્યાં 10 મિલિયન (1 કરોડ) લોકો સ્ટેડિયમમાં સ્વાગત માટે ઉભા હશે. આ સંખ્યા અંદાજે 6થી 10 મિલિયન સુધીની હોઈ શકે છે. ટ્રમ્પે કહ્યું, ત્યાં એટલી ભીડ ભેગી થવાની છે જેમકે હવે હું બીટલ્સ જેવો પોપ્યુલર થઈ ગયો છું. આટલી ભીડથી તો સ્ટેડિયમ પણ ફૂલ થઈ જશે અને ઘણાં લોકોને બહાર ઉભા રહેવું પડશે.

 

નોંધનીય છે કે, આ પહેલાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભીડ વિશે દાવો કરી ચૂક્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, 5 મિલિયનની વાત કરી હતી અને બે દિવસ પહેલાં 7 મિલિયન ભીડ વિશેનો દાવો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જ્યારે અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં હાઉડી મોદીકાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે પચાસ હજાર લોકો ત્યાં સામેલ થયા હતા. જે અમેરિકામાં થનારી કોઈ રેલીની સરખામણીએ ઘણી વઘારે છે.

ભારતે નથી કર્યું સારુ વર્તન
આ જનસભામા જ અમેરિકન રાષ્ટ્રપતિએ ટેરિફ વિશે ભારત પર હુમલો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,... હું આવતા સપ્તાહે ભારત જવાનો છું અને ત્યાં ટ્રેડ વિશે વાત કરીશ. ભારતે ઘણાં વર્ષો સુધી આપણા પર વધારે ટેરિફ લગાવી છે. પરંતુ હું વડાપ્રધાન મોદીને ખૂબ પસંદ કરુ છું. હવે આશા છે કે, તેઓ આપણાં પણ આટલી ટેરિફ નહીં લગાવે.

કેટલા લોકો સ્વાગતમાં આવશે?
એક બાજુ ભીડ વિશે ડોનાલ્ડ ટ્રમ્પ જુદો-જુદો દાવો કરી રહ્યા છે ત્યારે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વાગત વિશેની માહિતી આપી છે. AMC તરફથી કહેવામાં આવ્યું છે કે, એરોપ્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીનો જે રોડ શો થશે તેમાં અંદાજે 1 લાખ લોકો સામેલ થશે. જ્યારે મોટેરા સ્ટેડિયમમાં થનારા કાર્યક્રમ નમસ્તે ટ્રમ્પમાં પણ એક લાખ કે તેથી વધુ લોકો સામેલ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post