• Home
  • News
  • ટ્રમ્પે કહ્યુ- ભારત અને ચીને ‘વિકાસશીલ દેશ’ હોવાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો
post

જ્યાં સુધી મારો સવાલ છે, અમે પણ એક વિકાસશીલ દેશ છીએ-ડોનાલ્ડ ટ્રમ્પ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 08:35:07

દાવોસ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વોરને લઇને ફરી એકવાર કટાક્ષભર્યું નિવેદન કર્યું છે. ટ્રમ્પે દોવોસમાં વૈશ્વિક મંચ પરથી કહ્યુ કે, ચીન અને ભારતેવિકાસશીલ દેશહોવાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.


અમને એક વિકાસશીલ દેશના રૂપમાં જોવામાં નથી આવતા-ટ્રમ્પ
ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફરોમના મંચ પરથી વિશ્વ વ્યાપાર સંગઠનને સંબોધિત કરતા કહ્યુ કે, જેવું કે તમે બધા જાણો છો મારો તેમની (ચીન) સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, કારણ કે અમારા દેશ (અમેરિકા) સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. ચીન અને ભારતને એક વિકાસશીલ દેશના રૂપમાં જોવામાં આવે છે. પરંતુ અમને (અમેરિકા) એક વિકાસશીલ દેશના રૂપમાં જોવામાં નથી આવતા.


ટ્રમ્પે કહ્યુ કે, જ્યાં સુધી મારો સવાલ છે, અમે એક વિકાસશીલ દેશ છીએ. પરંતુ તેમને (ચીન અને ભારત) તથ્યથી ખૂબ ફાયદો થયો કે તેમનેવિકાસશીલ દેશમાનવામાં આવ્યા અને અમને (અમેરિકા) નહીં, તેઓ હોવા પણ જોઇએ. પરંતુ તેઓ છે, તો આપણે છીએ.

adv

Related News

post
post
post
post
post
post
post