બાઇડનથી આગળ કમલા... 60% ડેમોક્રેટ સમર્થનમાં
પાંચ નવેમ્બરે યોજાનારી
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીથી 109 દિવસ પહેલાં જ
રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારતા જોવા મળી રહ્યા છે. ટ્રમ્પે
મિલવાકીમાં ગુરુવાર રાત્રે કન્વેન્શનમાં પૂરા જોશ અને કાર્યકર્તાઓના ઉત્સાહની
વચ્ચે ટિકિટ મેળવી. આ દરમિયાન, શુક્રવાર સવારે ટ્રમ્પ કેમ્પ માટે બીજી ખુશખબર આવી છે.
ટ્રમ્પે 7 મોટાં રાજ્યોમાં બાઇડેન પર 57% વોટોની મોટી સરસાઈ મેળવી છે. જ્યારે બાઇડેન માત્ર 20% વોટ જ પ્રાપ્ત કરી
શક્યા છે. રીગલ ક્લિયર પોલિટિક્સના પોલ અનુસાર આ રાજ્યોમાં મિશિગન, વિસ્કોન્સિન, પેન્સિલ્વેનિયા, નેવાડા, નોર્થ કેરોલિના, એરિઝોના અને જ્યોર્જિયા
છે. ગત વખતે બાઇડેને નોર્થ કેરોલિનાને બાદ કરતાં તમામમાં જીત પ્રાપ્ત કરી હતી.
શક્યતા છે કે ટ્રમ્પ 1980માં રિપબ્લિકન રોનાલ્ડ રેગનની 44 રાજ્યોમાં જીતનો
રેકોર્ડ તોડી દેશે.
આ દરમિયાન, સૂત્રો મુજબ
ડેમોક્રેટિક પાર્ટીની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે બાઇડેનની નબળી પડતી દાવેદારીને
જોતાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કમલાએ ઉપરાષ્ટ્રપતિ માટે
સંભવિતોના રૂપમાં સેનેટર માર્ક કેલી, ગવર્નર એન્ડી બૈશહીયર
અને રોય કપૂરનું નામ શોર્ટ લિસ્ટ કર્યું છે. ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી
શકે છે.
બાઇડનથી આગળ કમલા... 60% ડેમોક્રેટ સમર્થનમાં
કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ટિકિટથી વધુ નજીક થઈ
ગયાં છે. પાર્ટીમાં તેમના પ્રતિસ્પર્ધી ઘણા પાછળ છે. અન્ય દાવેદાર ગવર્નર ગેવિન
ન્યૂસસ વિશે 40% જ્યારે ગવર્નર ગ્રેટચેન વાઇટમર વિશે 50% ડેમોક્રેટ કોઈ મત નથી
રાખતા.