• Home
  • News
  • અમેરિકાએ ફરી લગાવ્યો રશિયન હેકર્સ પર સાઈબર હુમલાનો આરોપ; જાણો ચૂંટણી અગાઉ આ આરોપોનો શું અર્થ છે?
post

સેનેટ કમિટીએ એ પણ જોયું રશિયન હેકર્સે 2016માં તમામ 50 રાજ્યોમાં વોટર અને રજિસ્ટ્રેશન ડેટાબેઝને પણ હેક કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 10:52:46

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 20 ઓક્ટોબરે 6 રશિયન સૈન્ય અધિકારીઓ પર ગ્લોબલ સાઈબર હુમલાનો આરોપ લગાવ્યો. પછી 22 ઓક્ટોબરે એડવાઈઝરી જારી કરીને કહ્યું કે રશિયન હેકર્સે સ્ટેટ અને લોકલ સરકારોના નેટવર્કને નિશાન બનાવ્યું અને બે સર્વરમાંથી ડેટા ચોર્યો છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના બે સપ્તાહ અગાઉ આ આરોપોથી ચૂંટણી પ્રક્રિયા પર શંકા પેદા થઈ રહી છે. એ ડર પણ વધી ગયો છે કે વોટિંગ પ્રક્રિયામાં છેડછાડ થઈ શકે છે. એવામાં પરિણામો પર ભરોસો કરવો મુશ્કેલ બની જશે. શું વાસ્તવમાં રશિયા હેકિંગ દ્વારા અમેરિકન ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરી રહ્યું છે? કોઈ દેશ કોઈ અન્ય દેશની ચૂંટણી પ્રક્રિયાને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે?

રશિયા પર હેકિંગના આરોપોમાં કેટલો દમ છે?

·         અમેરિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી અઢી મહિના પહેલા સેનેટની ગુપ્તચર મામલાઓની કમિટીનો રિપોર્ટ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ રિપબ્લિકન પાર્ટીના રાજકીય મામલાઓનાં મેનેજર પોલ મેનફોર્ટ અને વિકિલિક્સ દ્વારા 2016ની ચૂંટણીને પ્રભાવિત કરી હતી. આ ચૂંટણીમાં ટ્રમ્પને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના મુકાબલે અભૂતપૂર્વ જીત હાંસલ થઈ હતી.

·         રિપબ્લિકન પાર્ટીની બહુમતીવાળી સેનેટના રિપોર્ટમાં કહેવાયું છે-2016માં વિકિલિક્સે ટ્રમ્પને મળેલી રશિયન મદદમાં અહ્મ ભૂમિકા નિભાવી છે. આ કેમ્પેનને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ખુદ જોઈ રહ્યા હતા. કમ્પ્યુટર નેટવર્ક હેક કરાવીને એવી જાણકારી ફેલાવી રહ્યા હતા, જેનાથી હિલેરીને નુકસાન થાય.

·         સેનેટના આ રિપોર્ટ અગાઉ અમેરિકન ચૂંટણીમાં રશિયન દખલની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેટર રોબર્ટ મૂલરે પણ કરી હતી પરંતુ બે વર્ષની તપાસ પછી તેઓ રશિયન હસ્તક્ષેપના પુરાવા મેળવી શક્યા નહોતા. પરિણામો પર પહોંચ્યા વગર તેમણે તપાસ બંધ કરી દીધી હતી.

એફબીઆઈની નવી એડવાઈઝરી શું કહે છે?

·         રશિયાના સરકારી સમર્થનવાળા હેકિંગ ગ્રૂપની ગતિવિધિઓ પર આ વખતે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશ (એફબીઆઈ) અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની સાઈબર સિક્યુરિટી એજન્સીએ એડવાઈઝરી જારી કરી છે.

·         એડવાઈઝરીમાં એ તો જણાવાયું નથી કે કોને ટારગેટ કર્યા પરંતુ એ જરૂર કહેવાયું છે કે હેકર્સે અમેરિકન નીતિઓ અને સરકારી કામકાજને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી જાણકારી હાંસલ કરવાની કોશિશ કરી છે.

અમેરિકામાં વોટર્સને કઈ રીતે કન્ફ્યુઝ કરવામાં આવી રહ્યા છે?

·         હાઉ ટુ લૂઝ ધ ઈન્ફોર્મેશન વોરઃ રશિયા, ફેક ન્યૂઝ એન્ડ ધ ફ્યુચર ઓફ કોન્ફ્લિક્ટના લેખિકા નીના જેંકોવિકના કહેવા પ્રમાણએ રશિયાએ 2016માં વોટર્સને કન્ફ્યુઝ કર્યા હતા. આ વખતે તેને એ માટે જરૂર પણ નહોતી.

·         ટ્રમ્પ તો ખુદ દાવો કરી રહ્યાછએ કે મેઈલ-ઈન વોટિંગ ફ્રોડ છે. તેમણે ડેમોક્રેટસ પર મેઈલ-ઈન વોટિંગથી ચૂંટણી ચોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે નોર્થ કેરોલિનામાં વોટર્સને બે વાર વોટ કરવા માટે પ્રેરિત કર્યા, જે ગેરકાયદે છે.

·         સપ્ટેમ્બરમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં મેમોએ કહ્યું કે રશિયા ઈમેઈલ વોટિંગની ટીકા કરી રહ્યું છે. વોટિંગ પ્રોસેસ શિફ્ટ કરી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે આ દુષ્પ્રચાર ચૂંટણી પ્રક્રિયાથી ભરોસો હટાવવા માટે છે.

·         પ્રાઈમરીમાં રશિયન સરકારી મીડિયા અને પ્રોક્સી વેબસાઈટ્સે બેલેટ ડિલિવરી સાથે જોડાયેલી વાતો સર્જી. રશિયન મીડિયા અને પ્રોક્સી વેબસાઈટ્સે યુનિવર્સલ મેઈલ-ઈન વોટિંગની ટીકા કરી હતી. આ દલીલને ટ્રમ્પે પણ આગળ વધારી.

·         મોસ્કોએ અમેરિકામાં વંશીય રાજનીતિ અને પોલીસ બર્બરતાનો કોલ્ડ વોર દરમિયાન પણ લાભ ઉઠાવ્યો, પરંતુ આ વખતે આ એક મુખ્ય મુદ્દો છે. પોલીસ બર્બરતાની વિરુદ્ધ પહેલા જ આંદોલન સર્જાયુ હતું.

·         અમેરિકામાં એક જૂથ માને છે કે 2016ની ચૂંટણીમાં રશિયાએ હસ્તક્ષેપ કર્યો, જ્યારે એક જૂથ માને છે કે આ ટ્રમ્પની વિરુદ્ધ ષડયંત્ર છે. એક સેગમેન્ટ માને છે કે મેઈલ-ઈન વોટર ફ્રોડ દ્વારા ચૂંટણી છે.

·         એક ગ્રૂપને લાગે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ દ્વારા મેઈલ-ઈન વોટિંગને પ્રભાવિત કરી શકે છે. એક સેગમેન્ટ હજુ પણ ક્વોરેન્ટાઈનમાં છે, જ્યારે બીજાને લાગે છે કે કોવિડ-19 એક અફવા છે અને તેને ટ્રમ્પને નુકસાન પહોંચાડવા માટે પ્રચારિત કરવામાં આવે છે.

રશિયાને કોને વધુ ખતરો, ટ્રમ્પને કે બાઈડેનને?

·         જો અગાઉની ચૂંટણીની વાત કરીએ તો એક્સપર્ટસના પ્રમાણે, રશિયન હસ્તક્ષેપનો ફાયદો મોટાભાગે ટ્રમ્પને મળ્યો હતો અને હિલેરીની હારમં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન પણ આ જ ડર બેવડાવી રહ્યા છે.

·         એક ઈન્ટરવ્યૂમાં બાઈડેને કહ્યું કે અમેરિકાની સુરક્ષા અને એલાયન્સીસ માટે રશિયા જ સૌથી મોટો ખતરો છે. પોતાના સમગ્ર કેમ્પેનમાં બાઈડેન રશિયાની ટીકા કરતા રહ્યા છે. કેટલાક સપ્તાહો પહેલા વ્લાદિમીર પુટિનને બાઈડેનની કોમેન્ટ્સ પર જવાબ દેવો પડ્યો હતો.

·         બાઈડેને 29 સપ્ટેમ્બરની ક્લીવલેન્ડમાં થયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પને પુટિનના પપી કહીને પોકાર્યા હતા. બાઈડેનના કહેવા પ્રમાણે ટ્રમ્પે તમામ સરમુખત્યારોને ગળે લગાવ્યા અને દોસ્તોને પરેશાન કર્યા.

2016માં રશિયાએ કેવી રીતે કર્યો હતો અમેરિકન ચૂંટણીમાં હસ્તક્ષેપ?

·         અમેરિકન એક્સપર્ટસનો દાવો છે કે રશિયાનું લક્ષ્ય ચૂંટણી પ્રક્રિયાને લઈને વોટર્સને કન્ફ્યુઝ કરવાનું છે. આ માત્ર કમ્પ્યુટર કે નેટવર્કનું હેકિંગ નથી પણ લોકોના દિમાગને હેક કરવું એ છે.

·         અવિશ્વાસનો માહોલ બનાવવાનો છે. 2016માં પણ તેણે એવું જ કર્યુ હતું. આ વખતે પણ આ તે એના માટે કોશિશ કરી રહ્યું છે. તેમાં તેની મદદ કરવામાં અમેરિકા પણ પાછળ નથી. પ્રેસિડન્ટ ટ્રમ્પના નિવેદન પણ કન્ફ્યુઝન વધારી જ રહ્યા છે.

·         રોબર્ટ મૂલરે ઈન્ટરનેટ રિસર્ચ એજન્સીની પ્રવૃતિઓની તપાસ કરી. સેનેટ કમિટીએ પણ એવું જ કર્યુ. 2016માં રશિયન મિલિટરી ઈન્ટેલિજન્સ (જીઆરયુ) સાથે જોડાયેલા હેકર્સે ડેમોક્રેટિક નેશનલ કમિટી (ડીસીસીસી)ના કમ્પ્યુટર નેટવર્કમાં ઘૂસણખોરી કરી હતી.

·         હેકર્સે પર્સનલ ઈ-મેઈલ્સ અને અન્ય દસ્તાવેજ હાંસલ કર્યા, પછી તેમને ઓનલાઈન પબ્લિશ કર્યા. પ્રથમ તો ફેક નામથી અને પછી વિકીલિક્સ દ્વારા. પ્રથમ લીક જુલાઈ 2016માં આવ્યું, બરાબર ડેમોક્રેટિક કન્વેન્શન પહેલા. કોશિશ હતી કે ડેમોક્રેટ્સની એકતા ખતમ થઈ શકે.

·         સેનેટ કમિટીએ એ પણ જોયું રશિયન હેકર્સે 2016માં તમામ 50 રાજ્યોમાં વોટર અને રજિસ્ટ્રેશન ડેટાબેઝને પણ હેક કર્યા. તેના કોઈ પુરાવા નથી કે વોટને ચેન્જ કરવામાં આવ્યા, પરંતુ ઈલિનોઈસ સહિત ખોટી જગ્યાઓ પર કમિટીએ જોયું કે રશિયાએ વોટરનો ડેટા બદલ્યો કે ડિલીટ કર્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post