• Home
  • News
  • અમેરિકાએ વેસ્ટ બેન્કમાં ઈઝરાયલના કબજાને માન્યતા આપી
post

અમેરિકાએ ઈઝરાયલ પ્રતિ તેમની નીતિમાં ઘણાં ફેરફારો કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-19 13:16:06

વોશિંગ્ટન: અમેરિકાએ ઈઝરાયલ પ્રતિ તેમની નીતિમાં ઘણાં ફેરફારો કર્યા છે. ટ્રમ્પ પ્રશાસને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયની નીતિમાં ફેરફાર કરીને ઈઝરાયલના વેસ્ટ બેન્ક અને પૂર્વ યેરુશલેમ પર કબજાને માન્યતા આપી છે. રક્ષામંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે કે, અમેરિકા હવે વેસ્ટ બેન્કમાં ઈઝરાયલની વસ્તીને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન તરીકે નથી જોતા. પોમ્પિયોએ કહ્યું કે, વેસ્ટ બેન્ક હંમેશાથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું કારણ રહ્યુ છે. આ વસ્તીને વારંવાર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કહેવાનો કોઈ ફાયદો નથી. તેના કારણે શાંતિના પ્રયત્ન પણ નથી થયા.

ઈઝરાયલે અમેરિકાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંજમિન નેતન્યાહૂએ કહ્યું છે કે, આ ઐતિહાસીક ભૂલને સુધારવા જેવી વાત છે. તેમણે અન્ય દેશોને પણ આ નિર્ણયને માનવા કહ્યું છે. જોકે પેલેસ્ટાઈન તરફથી વેસ્ટ બેન્ક માટે મધ્યસ્થીની ભૂમિકા નીભાવી રહેલા સાએબ અરેક્તેએ કહ્યું છે કે, અમેરિકાનો નિર્ણય વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને શાંતિ માટે જોખમ છે. આ પ્રમાણેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય કાયદાને જંગલના કાયદામાં બદલવા જેવો છે.

વેસ્ટ બેન્કમાં ઈઝરાયલની વસ્તીનો વિવાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું સૌથી મોટુ કારણ છે. 1967ના ત્રીજા અરબ-ઈઝરાયલ યુદ્ધમાં ઈઝરાયલ તેમના ત્રીજા પડોશી દેશ સીરિયા, મિસ્ર અને જોર્ડનને હરાવ્યા હતા. ત્યારપછી તેમને વેસ્ટ બેન્ક અને પૂર્વી યેરુશલેમના મોટા હિસ્સા પર કબજો કરીને 140 વસતી બનાવી હતી. અત્યારે અહીં અંદાજે 6 લાખ યહુદીઓ રહે છે. આ વસ્તીઓને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત ગેરકાયદે માનવામાં આવે છે. જોકે ઈઝરાયલે તેને પોતાનો હિસ્સો માન્યો છે.

પેલેસ્ટાઈન નેતા ઘણાં સમયથી આ વસ્તી હટાવવાની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વેસ્ટ બેન્કમાં યહુદીઓના રહેવાથી તેમના ભવિષ્યમાં આઝાદ પેલેસ્ટાઈનનું સપનું પુરૂ નહીં થઈ શકે. આ મામલે પેલેસ્ટાઈનને આંતરરાષ્ટ્રીય ગ્રૂપ પાસે ઘણી વખત મદદ માંગી છે.

1978માં અમેરિકન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે નિર્ણય કર્યો છે કે, વેસ્ટ બેન્કમાં ઈઝરાયલની વસ્તી આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરે છે. 1981માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને કાર્ટર પ્રશાસનના નિર્ણયને ખોટો ગણીને કહ્યું હતું કે, તેમને નથી લાગતું કે આ વસ્તીઓ પર ઈઝરાયલનો શરૂઆતથી કોઈ અધિકાર છે. ત્યારપછી અમેરિકાએ તેમની સ્થિતિમાં ફેરફાર કરીને ઈઝરાયેલના કબજાને ગેરકાયદે માનવાની જગ્યાએ યોગ્ય માન્યો હતો. તે દ્વારા અમેરિકાએ ઈઝરાયલને લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોથી પણ બચાવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post