• Home
  • News
  • અમેરિકાનું શેર માર્કેટ 2 વર્ષના નીચલા સ્તરે:નેસ્ડેક અને S&P-500માં માર્ચ 2020 પછી સૌથી મોટો ઘટાડો, બિટકોઈન 2.62 લાખ રૂપિયા ઘટ્યો
post

RCB કેપિટલ માર્કેટ્સના એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમત 0.55 ટકા ઘટીને 87.89 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-22 13:50:18

ન્યૂયોર્ક: કોરોનાને કારણે અમેરિકાના શેર માર્કેટમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. નેસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સ અને એસએન્ડપી 500(બંને અમેરિકાના સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ છે) માટે આ માર્ચ 2020 પછીનું સૌથી ખરાબ સપ્તાહ હતું. શુક્રવારે નેસ્ડેક 2.7 ટકા તૂટ્યો, જ્યારે S&Pમાં 1.89 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સપ્તાહે નેસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 7.55 ટકા અને S&P 500માં 5.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વર્ષની શરૂઆતમાં રોકાણકારો જોખમ ઉઠાવવા માગી રહ્યા છે, જ્યારે અમેરિકા ફેડરલ રિઝર્વ ઈન્ફલેશનમાંથી બહાર આવવા માટે આ વર્ષે વધુવાર વ્યાજદર વધારી શકે છે, આ કારણે પણ માર્કેટ પર અસર પડી રહી છે.

વ્યાજદરના વધારાનો ડર રોકાણકારોને
ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ઝડપથી વધતા ઈન્ફલેશનને દેશના આર્થિક સુધારા માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. એ પછીથી રોકાણકારોને લાગી રહ્યું છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષે ઈન્ફેલેશનમાંથી બહાર આવવા માટે વ્યાજદર વધારશે. આ કારણે પણ માર્કેટ પ્રભાવિત થયું છે.

બિટકોઇનની કિંમત પણ 2.50 લાખ ઘટી
શેર માર્કેટની સાથે-સાથે ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં પણ ભારે ઊથલપાથલ છે. સૌથી ચર્ચિત ક્રિપ્ટો બિટકોઈનની કિંમતમાં આજે રાતે 3.40 સુધીમાં 8.69 ટકાનો ઘટાડો આવ્યો છે. બિટકોઈનની કિંમતમાં 2.62 લાખ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. હાલ એક બિટકોઈનની કિંમત 27.64 લાખ રૂપિયા થઈ છે, જે 6 મહિના પહેલાં 33.73 લાખ રૂપિયા હતી.

ક્રૂડની કિંમતોમાં પણ ઘટાડો
શુક્રવારે ક્રૂડની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે. RCB કેપિટલ માર્કેટ્સના એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમત 0.55 ટકા ઘટીને 87.89 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. અમેરિકાની સાથે યુરોપમાં STOXX Europe 600 1.8% ઘટ્યો છે. આ સિવાય ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને જાપાનના નિક્કેઈમાં ઘટાડો નોંધાયો છે.

ભારતીય શેર માર્કેટમાં સતત ચોથા દિવસે ઘટાડો રહ્યો. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 427 અંક ઘટી 59037 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 140 અંક ઘટી 17,617 પર બંધ થયો હતો. જોકે સવારના સત્રમાં સેન્સેક્સ 700 અંકથી વધુ તૂટ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post