• Home
  • News
  • અમેરિકાની મુખ્ય સુરક્ષા એજન્સીના કાર્યાલય પાસે ગોળીબાર, ઘટના બાદ કાર્યાલય બંધ કરાયું
post

અમેરિકાના વર્જિનિયા ખાતેના પેન્ટાગોન ખાતે ફાયરીંગની ઘટના બની હતી. પેન્ટાગોન ખાતે અમેરિકન મુખ્ય સુરક્ષા કાર્યાલય આવેલુ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-04 04:00:08

વોશિગ્ટન,

     અમેરિકાના વર્જિનિયા ખાતેના પેન્ટાગોન ખાતે ફાયરીંગની ઘટના બની હતી. પેન્ટાગોન ખાતે અમેરિકન મુખ્ય સુરક્ષા કાર્યાલય આવેલુ છે. જ્યાં સવારે  મેટ્રો બસ પ્લેટફોર્મ  પર ફાયરીંગ ની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ તાત્કાલીક સુરક્ષા કાર્યલય ને બંધ કરી દેવામાં આવ્યુ હતુ.

પેન્ટાગોન પ્રોટેકશન ફોર્સ એજન્સીએ જણાવ્યુ હતુ કે, આ ગોળીબારની ઘટના મેટ્રો બસ પ્લેટફોર્મ પર બની હતી. જેમાં ત્રણ વ્યકિત ઘાયલ થયા છે. આ ઘટના બની તે  પેન્ટાગોન ટ્રાન્ઝિટ સેન્ટરનો એક ભાગ છે. જે સુરક્ષા એજન્સીના મુખ્ય કાર્યાલય થી થોડેક જ દુર આવેલું છે. આ ઘટના બાદ તાત્કાલીક સ્થાનીક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને પેન્ટાગોન મુખ્ય કાર્યાલયને સુરક્ષાના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવ્યુ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post