• Home
  • News
  • વડોદરા 225 કિલો ડ્રગ્સની ફેક્ટરી:કોરોનાની દવાની આડમાં MD ડ્રગ્સનું ઉત્પાદન થતું, થેલા ભરીને કંપનીમાં છૂટાછવાયા મૂકતા, વજન કરતાં 18 કલાક લાગ્યા
post

નેક્ટર કેમમાં નોકરી માટે જતા લોકોને કહેતાં, જોખમી કામ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 18:59:02

ગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે, ત્યારે ગુજરાત ATSએ સાવલીના મોકસી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને રૂા.1125 કરોડની કિંમતનુ અંદાજે 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી ડ્રગ્સની તપાસ અને તેનું વજન ચકાસવાની પ્રક્રિયા કરાઈ હતી. જેને ચકાસતા 18 કલાક લાગ્યા હતા. મોડી રાત સુધી કામગીરી ચાલુ હતી. ATSએ કંપનીના 2 પાર્ટનર પીયુષ પટેલ (રહે.માંજલપુર)ને વડોદરાથી, જ્યારે મહેશ વૈષ્ણ‌‌વ (રહે.ધોરાજી)ને સુરતથી પકડી લીધો છે. એક વર્ષથી આ વેપલો ચાલતો હતો, પણ જિલ્લા પોલીસ અને સ્થાનિકોને ગંધ આવી ન હતી. કંપની કોરોનાની હાઇડ્રોક્લોરોક્વીન દવાની આડમાં નશીલા ડ્રગ્સ બનાવતી હતી. મોકસીની નેક્ટર કેમ કંપનીમાં દવાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. કંપનીમાં ડ્રગ્સ ભરેલા છેલાઓ છૂટાછવાયા મૂકી રખાતા હતા.

થેલામાંથી મળેલા ડ્ર્ગ્સના 13 બોક્સ ભરાયા
ફેક્ટરીમાં કોઇને શક ના જાય તે માટે MD ડ્રગ્સ ભરેલા થેલા છુટા છવાયા કંપનીમાં ફેંકી રખાતા હતા. ATSને શરૂઆતમાં ડ્રગ્સ મળ્યુ ન હતું. અંતે ફેંકેલા થેલા જોતાં તેમાંથી ડ્રગ્સ મળ્યુ હતું. ATSએ કંપનીમાંથી ડ્રગ્સ જપ્ત કરતાં 13 બોક્સ ભરાયા હતા.

નેક્ટર કેમમાં નોકરી માટે જતા લોકોને કહેતાં, જોખમી કામ થાય છે
સાકરદા-મોકસી વચ્ચે આવેલી નેકટર કેમ કંપનીમાં દિવસ રાત કામ ચાલતું હતું. આસપાસના ગામોના રહીશ યુવાનો નોકરીની પૂછપરછ માટે આવે ત્યારે કંપનીમાં જોખમી કામ હોવાનું જણાવી વાતને ટાળવામાં આવતી હતી. જોકે, કેટલાક લોકો ગમે ત્યારે પોલીસ પણ આવી શકે છે એમ જણાવતાં હતા. આસપાસ રહેતા હજારો ગ્રામજનો કંપનીમાં ડ્રગ બનતું હોવાની ગંધ સુદ્ધાં આવી ન હતી.

ઔદ્યોગિક ઝોનની અન્ય કંપનીઓ પર પણ હવે શંકા
મોકસી ગામના પૂર્વ સરપંચ હરદીપસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં મોકસી ખાતેથી પ્રતિબંધિત ડ્રગ્સ પણ પકડાયું હતું, જેના પગલે પોલીસ તંત્રમાં હલચલ મચી ગઇ હતી. MD ડ્રગ્સ પકડાંતા હવે ઔધોગિક ઝોનની અન્ય કંપનીઓ પણ શંકાના દાયરામાં આવી ગઇ છે.

ગ્રામ પંચાયતના ચોપડે કંપનીનું બાંધકામ ચાલુ
મોકસી ગ્રામ પંચાયતના સદસ્ય મેહુલભાઈએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા બાંધકામની પરવાનગી દોઢ વર્ષ પહેલા મંગાઇ હતી. જે પૂર્ણ થયાની જાણ કંપનીએ કરી નથી. પંચાયતના ચોપડે હજી બાંધકામ ચાલુ છે. ભાગીદારોનો આમાં શું રોલ હતો તે દિશામાં પણ એટીએસ તપાસ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post