• Home
  • News
  • વડોદરાનું સ્ટાર્ટઅપ દેશને પિવરાવશે 'કાળું પાણી', 70થી વધુ મિનરલ્સ હોવાનો દાવો
post

AV ઓર્ગેનિક્સ બ્લેક વોટર માર્કેટમાં લાવનારી એશિયાની પહેલી કંપની બની

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 08:49:55

અમદાવાદ: અત્યાર સુધી કાળા પાણીની સજા વિષે આપણે સૌએ સાંભળ્યું છે પરંતુ વડોદરાના સ્ટાર્ટઅપ AV ઓર્ગેનિક્સે ભારતીય બજારમાં ઇવોકસ બ્રાન્ડ નેમ સાથે કાળું પાણી લોન્ચ કર્યું છે. પ્રાયોગિક ધોરણે પૂણે, ચંદીગઢ, જયપુર, દિલ્હી અને ગુરગાંવ જેવા શહેરોમાં નેચરલ-બ્લેક આલ્કલાઇન વોટર લોન્ચ કર્યા બાદ કંપનીએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરતની બજારમાં પ્રવેશ કર્યો છે. મહિનાના ગાળામાં કંપનીએ લગભગ 1.75 લાખ બોટલ્સનું વેંચાણ કર્યું છે.

AV ઓર્ગેનિક્સ એલએલપીનાં સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર આકાશ વાઘેલાએ કહ્યું હતું કે, પાણીમાં 70થી વધારે કુદરતી ખનિજ તત્ત્વો છે. મીનારલ્સના મૂળભૂત તત્વો જળવાઈ રહે તે માટે અમે કલરને નોર્મલ પાણી જેવો કરવા માટે કોઈ કેમિકલ પ્રોસેસ કરી નથી અને એટલા માટે પાણીનો રંગ બ્લેક છે. પાણી હાઇડ્રેશન, ડિટોક્સિફિકેશન, પાચનક્રિયાને સુધારવામાં મદદરૂપ થઇ શકે છે. મિનરલ્સને અમેરિકાના ટેક્સાસથી આયાત કરવામાં આવે છે. ટોચનાં ન્યૂટ્રિશનલ કન્સલ્ટન્ટ અને નિષ્ણાત ચિરાઝે મુખ્ય માર્ગદર્શક અને મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કંપનીનાં બોર્ડનાં સભ્ય છે.

માર્ચ 2020 સુધીમાં રૂ. 18 કરોડનું રોકાણ કરશે
આકાશ વાઘેલાએ જણાવ્યું કે, પ્રોજેક્ટ માટે વડોદરામાં ઉત્પાદન એકમ શરુ કરવા પાછળ અમે અંદાજે રૂ. 7 કરોડનું રોકાણ કર્યું છે. હવે જયારે અમારી પ્રોડક્ટ બજારમાં આવી છે ત્યારે માર્કેટિંગ અને બ્રાન્ડીંગ માટે અમે વધુ રૂ. 10-11 કરોડનું રોકાણ કરીશું. રીતે માર્ચ 2020 સુધીમાં રૂ. 18 કરોડનું રોકાણ કરવામાં આવશે. અમારો ટાર્ગેટ છે કે દેશના અન્ય શહેરોમાં પ્રવેશ કરી અમે એક વર્ષમાં 30 લાખ બોટલ્સનું વેચાણ કરવા ધારીએ છીએ.

ભવિષ્યમાં બહારથી ઇન્વેસ્ટમેન્ટ લાવવા અંગે વિચારશે
આકાશ વાઘેલાએ બહારના રોકાણ અંગે જણાવતા કહ્યું કે, આગામી અમુક વર્ષો સુધી અમે અમારા પોતાના સોર્સમાંથી ઇન્વેસ્ટ કરીશું. હાલમાં શેર વેચવાનો કે માર્કેટમાંથી ફંડ મેળવવાનો અમારો કોઈ ઈરાદો નથી. ત્રણ ચાર વર્ષ બાદ અમે બહારથી ઇન્વેસ્ટમેન્ટ લાવવા અંગે વિચાર કરીશું જે પ્રાઇવેટ ઇક્વિટી હોઈ શકે છે અથવા તો IPO મારફત ફંડ પણ ભેગું કરવા અંગે વિચાર કરીશું.

આગામી બે-ત્રણ વર્ષ ડોમેસ્ટિક માર્કેટ પર ધ્યાન રહેશે
વાઘેલાએ કહ્યું હતું કે, આગામી સપ્તાહે અમે ગુજરાતમાં રાજકોટમાં બ્લેક વોટર લોન્ચ કરીશું અને ટૂંક સમયમાં પ્રોડક્ટ હૈદરાબાદ, ગોવા, મુંબઈ અને બેંગલોરમાં લોંચ થશે. અમારો પ્લાન છે કે માર્ચ સુધીમાં દેશના તમામ મેટ્રો શહેરોમાં અમારી પ્રોડક્ટ પહોચતી કરીએ. અત્યારે ઇવોકસ તમામ શહેરોમાં 1000થી વધારે આધુનિક ટ્રેડ આઉટલેટમાં ઉપલબ્ધ છે તથા માર્ચ સુધીમાં નોંધપાત્ર સંખ્યામાં આઉટલેટને આવરી લેવાની યોજના ધરાવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post