• Home
  • News
  • વડોદરાને મળ્યો કચરામુક્ત શહેર તરીકે માત્ર 1 સ્ટાર ! મોટી મોટી વાતો વચ્ચેની વાસ્તવિકતા
post

સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો વચ્ચેની વાસ્તવિકતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:19:16

વડોદરા: સ્વચ્છ ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારે કચરામુક્ત શહેરોનાં સ્ટાર રેટિંગ જાહેર કર્યાં હતાં અને તેમાં વડોદરાને 1 જ સ્ટાર મળ્યો હતો. લોકડાઉન 4ના અમલના પહેલા દિવસે પાલિકાને 1 સ્ટારના રેટિંગના મોકાણના સમાચાર મળ્યા હતા.શહેરમાંથી રોજ 1 હજાર મેટ્રિક ટન કચરો કલેક્ટ કરાય છે અને તેના માટે ચારેય ઝોનમાં ડોર ટૂ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ હાલમાં તો અભરાઈયે ચડાવી દીધાં છે. કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ વિભાગે ગાર્બેજ ફ્રી સિટીના રેટિંગ જાહેર કર્યાં હતાં. જેમાં વડોદરાને માત્ર 1 જ સ્ટાર મળતાં પાલિકાની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે. 


શહેરમાં મુખ્ય માર્ગો કે અંતરિયાળ વિસ્તારોમાં નિયમિત સફાઈ મામલે કાયમ બૂમો પડે છે તો રોડ પરના કચરાના ઢગલા પણ મનફાવે તે રીતે લેવામાં આવે છે. રાજકોટ અને સુરતને વડોદરા કરતાં ઊંચું સ્ટાર રેટિંગ મળ્યું છે. ગત વર્ષે વડોદરાને કચરામુક્ત શહેર માટે 2 સ્ટાર મળ્યા હતા. જ્યારે આ વર્ષે વડોદરાને 3 સ્ટારની આશા હતી પણ કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપનમાં ચાલી રહેલા ધુપ્પલના કારણે માત્ર 1 જ સ્ટાર મળ્યો છે. મેયર ડો.જીગીશા શેઠે જણાવ્યું કે, મને પણ મોડી ખબર પડી છે અને આ આંચકાજનક બાબત છે.રોડ પર કચરાના ઢગલા રાખવા એ જ ગુનો બને છે.


રોડ પર કચરાના ઢગલા રાખવા યોગ્ય નથી અને તે ગુનો પણ બને છે.
બીજું વેસ્ટનું હેન્ડલિંગ થાય છે, તેમાં હાઇજેનિકનો પ્રશ્ન છે ત્યારે જે તે સોસાયટીમાં જ તેનો નિકાલ થાય તો ખાતર બની શકે છે અને ગેસ ઉત્પાદન થકી આવક થઈ શકે છે. વેસ્ટ મેનેજમેન્ટ માટે આપણું જે ક્લાઈમેટ છે તેવું વિદેશમાં નથી ત્યારે તેનો ઓછા ખર્ચમાં ઉપયોગ કરી શકાય તેમ છે પણ પાલિકા કરતું નથી.” -  શશીભાઈ શાહ, એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટ


અમે તો 5 સ્ટાર રેટિંગ મળે તે માટે એપ્લાય કર્યું હતું

 અમે 5 સ્ટાર રેટિંગ મળે તે રીતે એપ્લાય કર્યું હતું. જોકે ઓડીએફ પ્લસનું રેટિંગ પછીથી આવ્યું હતું. કોઈ વોર્ડમાં સારી સફાઈ જોવા મળી હોય પણ બીજા કોઈ વોર્ડમાં સારી કામગીરી જોવા મળી ન હોય તો રેટિંગ પર  અસર થઈ શકે છે.  પૂરું પરિણામ આવ્યા બાદ મૂલ્યાંકન કરાશે. - કશ્યપ શાહ, એનવાઇરમેન્ટ એન્જિનિયર, પાલિકા


કચરાના ઢગલા અંગે કમિ.નું ધ્યાન દોર્યું
 મંગળવારે પાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ જોડે બેઠક હતી અને તેમાં શહેરમાં કચરાના નિકાલ મામલે ફરિયાદ કરી હતી. કચરાના ઢગલા ઉઠવાતા નથી તે મામલે કમિશનરનું ધ્યાન દોર્યું હતું.”  > યોગેશ પટેલ, મંત્રી

adv

Related News

post
post
post
post
post
post
post