• Home
  • News
  • વડોદરા સામૂહિક આપઘાત કેસ:ધ્રૂજતા હાથે પૌત્રને ઝેર પીવડાવી છાતીએ લગાડીને દાદા ચિરનિદ્રામાં સૂઈ ગયા...!
post

દેવાની નામોશીમાં પિતાએ જ સામૂહિક આપઘાતનો પ્લાન બનાવ્યો હતો : ભાવિન

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 08:58:38

નરેન્દ્ર સોની ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આવક ઓછી હોવાથી તેમણે પોતાના મકાન પર અંદાજે 45 લાખ લોન અને વેચાણ પેટે મેળવ્યા હતા. જોકે તેમના મકાન પર 15 લાખની લોન હોવાથી તેમણે જેને મકાન વેચ્યું હતું તેમને દસ્તાવેજ કરી શક્યા ન હતા. જેના કારણે તેઓ સતત તણાવ અનુભવી રહ્યા હતા. પોતાના મકાનનો સોદો કરી તેઓ તેની સામે જ ભાડેથી રહેવા જવા મજબૂર બન્યા હતા. તેમણે તેમની કાર, બાઇક અને મોપેડ ઉપરાંત પુત્રીની સાઇકલ પણ વેચી દીધી હતી. સતત તણાવ અનુભવી રહેલા નરેન્દ્ર સોનીએ આખરે પરિવાર સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનું પુત્ર ભાવિને પોલીસને જણાવ્યું હતું.

કોલ્ડ્રિંક્સમાં પેસ્ટિસાઇડ મેળવી પીધું હતું
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર સોનીએ 4 દિવસ પહેલાં જ આ નિર્ણય કર્યો હોવાનું જણાયું છે, પણ પોલીસ તેની ખરાઇ કરી રહી છે. બુધવારે તેઓ પોતાના ઘર નજીકની એક દુકાનમાંથી પેસ્ટિસાઇડની બોટલ લાવ્યા હતા અને સાથે કોલ્ડ્રિંક્સની મોટી બોટલ પણ લાવ્યા હતા. બપોરે 3 વાગ્યા બાદ તેઓ પરિવારના તમામ સભ્યો અને પૌત્રને લઇને ઘરની પહેલી રૂમમાં બેઠા હતા અને ત્યાં પેપ્સી અને મિરિન્ડાની બોટલમાંથી ડિસ્પોઝેબલ ગ્લાસમાં કોલ્ડ્રિંક્સ કાઢ્યા બાદ પેસ્ટિસાઇડની 3 બોટલમાંથી દવા કાઢીને તેમાં ભેળવ્યા બાદ દરેક સભ્યે આ ઝેરી પીણું ગટગટાવ્યું હતું. પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જાતે જ આ ઝેરી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓ પૌત્રને લઇને પલંગ પર સૂઈ ગયા હતા.

મામાએ બાળકના મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યો
​​​​​​​
વડોદરાના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલી C-13, સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સામૂહિક આપઘાતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા અને પૌત્ર પાર્થનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની યાત્રા નીકળી હતી. જેમાં મામાએ બાળકના મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યો હતો. આ સમયે પાર્થના માતા વૈશાલીબેન, પિતા મહેન્દ્રભાઇ, બહેન ખુશ્બૂ, ભાઇ હર્ષે હૈયાફાટ રુદન કર્યું હતું.

3 પરિવારજન હાલ સારવાર હેઠળ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં થમ્સ અપમાં ઝેર મેળવીને પીધા બાદ ભાવિન સોનીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે આખા પરિવારે ઝેર પી લીધું છે. ઘરને તાળું માર્યું છે અને ચાવી બહાર નાખી છે તો એનાથી ઘર ખોલીને આવજો. આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત છે. પરિવારનો ધંધો બંધ થઈ જતાં અને બીજો ધંધો બરાબર ન ચાલતાં બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પીવાની નોબત આવી હતી. આમાં ઘરના મોભી, પૌત્ર, અને તેમની ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીનાં કરુણ મોત થયાં છે, જ્યારે મોટો દીકરો અને તેની પત્ની અને માતા સહિતનાં 3 પરિવારજનો હાલ સારવાર હેઠળ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post