• Home
  • News
  • વડોદરા સામૂહિક આપઘાત:સોની પરિવારેે આર્થિક સંકડામણમાં આવી ઘર વેચવા કાઢ્યું હતું, નાની દીકરીની સાઇકલ સુદ્ધાં વેચી દીધી હતી
post

બુધવારે સોની પરિવારે કોલ્ડડ્રિંક્સ થમ્સ અપમાં ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લેતા ચકચાર

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 10:19:15

સમાની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે બુધવારે કરેલા આત્મહત્યાના પ્રયાસમાં આર્થિક સંકળામણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સોની પરિવારે તેમનું ઘર વેચવા કાઢયું હતું. જેનો સોદો થયા બાદ કેન્સલ થયો હતો. ધંધો પડી ભાંગતા સોની પરિવારે નાની દીકરીની સાઇકલ સુધ્ધા વેચવા કાઢી હતી.

પરિવારના 3 સભ્યોના મોત થયા હતા જયારે બચી ગયેલા ત્રણ સભ્યો પૈકી પુત્ર ભાવિને 2 કલાક સુધી મોત સામે ઝઝુમ્યા બાદ આખરે તરફડિયા મારતા મારતા પોલીસને ફોન કર્યો હતો અને અમે ઝેરી દવા પી લીધી છે તેવી જાણ કરતાં શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના હાજર કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને સમા પોલીસને જાણ કરાતા પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ઘરની જાળીમાંથી ઘરના સભ્યો ઘરની ફર્શ ઉપર પડેલા જોયા હતા જેથી પોલીસે બુમ પાડતાં પુત્ર ભાવિને પોલીસ સામે જોઇ જાળીને તાળુ માર્યુ છે અને ચાવી બહાર ફેંકી છે તેમ જણાવ્યું હતું જેથી પોલીસે ચાવી શોધીને તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં ત્રણ સભ્યો મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા જયારે ત્રણ સભ્યો બચેલા જોવા મળતાં પોલીસે તાબડતોબ ટેમ્પામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.

કોલ્ડ્રિંકસમાં ડ્રોપર વડે ઝેર નાખી 4 વર્ષના બાળકને પણ પીવડાવ્યું
આત્મહત્યાનો નિર્ણય કર્યા બાદ પરિવારે કોલ્ડ્રીંકસમાં પેસ્ટીસાઇડ મિશ્રીત કરીને પીધુ હતું. પહેલી રૂમમાં ઉલટીઓ જોવા મળી હતી અને પેસ્ટીસાઇડ પણ ઢોળાયેલું હતું, સ્થળ પરથી ડ્રોપર મળ્યું હતું જેથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે ડ્રોપર વડે 4 વર્ષના બાળકને આ ઝેરી પીણું પીવડાવ્યું હશે. પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે ઘરમા દ્રષ્ય જોતાં જ પોલીસ ચોંકી હતી. ઘરમાં સાદુ ફર્નિચર હતું અને તેમાં ફર્ષ પર પરિવારના ચાર સભ્યો તરફડીયા મારતા જોવા મળ્યા હતા જયારે નાના પલગં ઉપર દાદા અને પૌત્ર મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

સંખેડાનો સોની પરિવાર સ્વાતિ સોસાયટીમાં રહેતો હતો
વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની સામે છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના મૂળ વતની નરેન્દ્ર સોની વર્ષોથી સ્વાતિ સોસાયટીમાં સી-13 ભાડાના મકાનમાં રહેતું હતું. પરિવારમાં નરેન્દ્ર સોની તેમની પત્ની દિવ્યાબહેન, પુત્ર ભાવિન, પુત્રવધૂ ઉર્વશી અને પૌત્ર પાર્થ (ઉં.વ.4) સાથે રહેતા હતા. સ્વાતિ સોસાયટીમાં જ 8 નંબરનું માલિકીનું વેચાણ વેચ્યા બાદ તેજ સોસાયટીમાં સી-13માં ભાડાના મકાનમાં રહેતું હતું. આજે ઢળતી બપોરે પરિવારે કોલ્ડડ્રિંક્સ થમ્સ અપમાં ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા (ઉં.વ.16) અને પૌત્ર પાર્થ (ઉં.વ.4)નું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર ભાવિન સોની તેની પત્ની ઉર્વશીબહેન સોની અને માતા દિવ્યાબહેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઈમિટેશન જ્વેલરીનો ધંધો ન ચલતા પ્લાસ્ટિક વેચતા
નરેન્દ્ર સોનીનું મૂળ વ્યવસાય ઇમિટેશન જ્વેલરીનો હતો. તેઓની મંગળબજારમાં માલિકીની દુકાન પણ હતી. પરંતુ, વ્યવસાય સારો ચાલતો ન હોવાથી તેઓએ પોતાની જ દુકાનમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે ધંધો પણ ન ચાલતા મંગળબજારની દુકાન વેચીને સમા અભિલાષા ચાર રસ્તા ઉપર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ, તે ધંધો પણ ન ચાલતા આખરે ધંધો બંધ કરી દીધો હતો. ધંધામાં તમામ મૂડી અને બચત વેડફાઇ ગઇ હતી. નરેન્દ્ર સોનીની આર્થિક સ્થિતિ દિવસેનેદિવસે ખરાબ થતી ગઇ હતી. પુત્ર ભાવિન સોની કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ, ઘરનું ગુજરાન ચલાવી શકે તેવો ધંધો ચાલતો ન હતો. પરિવાર માટે દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા હતા.

કોમ્પ્યુટર રિપેરિંગ કરી મદદરૂપ થતો ભાવિન પણ બેકાર થયો
દરમિયાન કોરોનાની મહામારી શરૂ થતાં કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉન થતાં, પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. પરિવારે સોસાયટીમાં આવેલું માલિકીનું મકાન પણ વેચી દીધું હતું. વેચેલા મકાનના નાણાં વાઘોડિયા ખાતે એક સ્કીમમાં મકાન લેવા માટે રોક્યા હતા. ત્યાં પણ તેઓના નાણાં ફસાઇ જતાં પરિવારની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી. મૂડી અને બચત તમામ કોરોનાના લોકડાઉન દરમિયાન પૂરી થઇ ગઇ હતી. કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા ભાવિનનો ધંધો પણ ઠપ થઇ ગયો હતો. આવકનું કોઇ સાધન રહ્યું ન હતું. બે ટંક પેટનો ખાડો પૂરવો પણ મુશ્કેલ થઇ ગયો હતો. પરિવાર મકાનનું ભાડું પણ ચૂકવી શકતા ન હતા.

આર્થિક બેહાલ પરિવારે મોતને રસ્તો પસંદ કર્યો
સોસાયટીમાંથી મળેલી માહિતી પ્રમાણે પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે જ્યુપીટર મોપેડ પણ વેચી દીધું હતું. જ્યુપીટર વેચાણના આવેલા નાણાંમાંથી થોડા દિવસો પસાર થયા હતા. તે બાદ ધોરણ 12માં ભણતી રિયાની સાયકલ પણ રૂપિયા 500માં વેચી દીધી હતી. ચારેકોરથી આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવાર માટે સામૂહિક આપઘાત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો ન હતો. અને આજે ઢળતી બપોરે સોની પરિવારે થમ્સઅપમાં ઝેરી દવા ભેળવીને સામુહિક ગટગટાવી લીધી હતી.

સવારે 10 વાગે સાસુ વહુને જોયા પછી સાંજ સુધી કોઇ ન દેખાયું
પડોશી રામચંદ્ર રાણાએ જણાવ્યું હતું કે હું સવારે 10 વાગે ઘરની બહાર નિકળ્યો હતો ત્યારે સાસુ અને વહુને કપડાં સુકવતા જોયા હતા. તે સિવાય આખો દિવસ ઘરના કોઇ સભ્યોને મે જોયા ન હતા અને મને સાંજે આવી ઘટના બની હોવાની જાણ થઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post