• Home
  • News
  • વડોદરાની શ્વેતા 15 હજાર ફૂટથી છલાંગ લગાવનાર ગુજરાતની પ્રથમ યુવતિ, હવે આ છે ઇચ્છા
post

શ્વેતા (Shweta Parmar) ને સરકાર પાસેથી મંજૂરી મળતાં કેવડિયા કોલોની સ્થિત વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી છલાંગ લગાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 11:06:53

વડોદરા: સામાન્ય રીતે હજારો ફૂટની ઉંચાઇ પરથી નીચે જોઇને ચક્કર આવી જતાં હોય છે અને લોકો ધ્રૂજવા લાગતા હોય છે. પરંતુ વડોદરા (Vadodara) ની યુવતીએ આકાશમાંથી હજારો ફૂટની ઉંચાઇ પરથી છલાંગ લગાવીને પુરૂષોને માત આપી છે. આ સાહસપૂર્ણ કાર્ય વડોદરાની શ્વેતા પરમાર (28) (Shweta Parmar) એ કરી બતાવ્યું છે. 

આકાશ (Sky) માં ઉડીને આકાશમાંથી હજારો ફૂટ ઉંચાઇ પરથી છલાંગ લગાવવાનું સાહસ કરનાર શ્વેતાએ પ્રથમ ગુજરાતી તરીકે રેકોર્ડ બનાવ્યો છે. શ્વેતા (Shweta Parmar) ને સરકાર પાસેથી મંજૂરી મળતાં કેવડિયા કોલોની સ્થિત વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી છલાંગ લગાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

શ્વેતાના જણાવ્યા અનુસાર તે અત્યાર સુધી આકાશમાંથી 15 હજાર ફૂટની ઉંચાઇથે સ્પેનમાં 29, દુબઇમાં 3 તથા રશિયામાં 15 વાર છલાંગ લગાવી ચૂકી છે. તેનું સપનું આકાશમાંથી 200 વાર છલાંગ લગાવવાનું છે. તેનું સપનું સાંજના સમયે આકાશમાંથી તથા મધ્યરાત્રિમાં દુબઇ સિટીના આકાશમાંથી છલાંગ લગાવવાનું છે. તે હવે 17 હજાર ફૂટની ઉંચાઇ પરથી આકાશમાંથી છલાંગ લગાવવાની ઇચ્છા ધરાવે છે.

5 ફૂટ 2 ઇંચની ઉંચાઇ તથા 42 કિલો વજનવાળી 28 વર્ષીય શ્વેતાના જણાવ્યા અનુસાર વડોદરા (Vadodara) ની એમ એસ યુનિવર્સિટીમાંથી કોર્મસમાં ગેજ્યુએટ, બીબીએ તથા એમબીએ પાસ કર્યા બાદ સુરતની ફાઇનાન્સ કંપનીમાં મેનેજરના પદ પર કામ કર્યું. ત્યારબાદ નાના ભાઇ કૃષ્ણા સાથે મળીને ડિજિટલ માર્કેટિંગનો વ્યવસાય શરૂ કર્યો. છ મહિનામાં સફળ થયા બાદ તેની આર્થિક સ્થિતિ સારી થયા બાદ આકાશમાં છલાંગ લગાવવાનું સ્વપ્ન પુરૂ કર્યું. આકાશમાંથી છલાંગ લગાવવાના સાહસની શરૂઆત વર્ષ 2016માં કરી. 

તેને આકાશમાંથી છલાંગ લગાવવા સુધી પહોંચવા માટે ઘણી સ્થિતિઓનો સામનો કરવો પડ્યો. 18 વર્ષની ઉંમરમાં પિતા ઠાકોરભાઇ પરમારની છત્રછાયા ગુમાવી. ત્યારબાદ ઘરની બધી જવાબદારીઓ મોટી બહેનો પ્રિયંકા તથા સંઘ્યાએ સંભાળી બંને બહેનોએ અભ્યાસ રોકીને તેમને (શ્વેતાને) તથા ભાઇને અભ્યાસ કરાવ્યો. 

શ્વેતા (Shweta Parmar) ના અનુસાર તેમણે પિતાને તેમનું નામ રોશન કરવાનું વચન આપ્યું હતું, તે વચન પુરૂ કરી દીધું છે. તેમની પ્રગતિમાં બહેનોની સાથે માતા ધર્મિષ્ઠાનો વિશેષ સહયોગ રહ્યો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post