• Home
  • News
  • વડોદરા : ગુમ સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં
post

વડોદરાની પીઆઈ અજય દેસાઈના પત્નીને ગુમ થઈને 40 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. તેઓ જીવિત છે કે મૃત છે તે અંગે પણ પોલીસ તપાસમાં જાણી શકી નથી. ત્યારે હવે પોલીસે લિસ્ટ બનાવીને સ્વીટી પટેલ (sweety Patel) ના આસપાસના વર્તુળોની પૂછપરછ શરૂ કરી છે. જેમાં સૌથી પહેલુ નામ એક કોંગ્રેસ નેતાનું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-17 10:41:45

વડોદરા :વડોદરાની પીઆઈ અજય દેસાઈના પત્નીને ગુમ થઈને 40 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. તેઓ જીવિત છે કે મૃત છે તે અંગે પણ પોલીસ તપાસમાં જાણી શકી નથી. ત્યારે હવે પોલીસે લિસ્ટ બનાવીને સ્વીટી પટેલ (sweety Patel) ના આસપાસના વર્તુળોની પૂછપરછ શરૂ કરી છે. જેમાં સૌથી પહેલુ નામ એક કોંગ્રેસ નેતાનું છે. 

પોલીસે મિત્રો અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી 

પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલો પોલીસ માટે કોયડો બન્યો છે. પોલીસ આ મામલે તમામ દિશામાં તપાસના ઘોડા દોડાવી રહી છે. પોલીસે પીઆઈ અજય દેસાઈના મિત્ર કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ કરી છે. કિરીટસિંહ જાડેજા કરજણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. પીઆઈ દેસાઈના ગાઢ સંપર્કમાં રહેલા મિત્ર વર્તુળ અને સંબંધીઓની પૂછપરછનો દોર પોલીસે શરૂ કર્યો છે. પોલીસે તમામનું લિસ્ટ તૈયાર કર્યુ છે. હવે એક બાદ એક લોકોને બોલાવી પૂછપરછ કરાશે. 

પીઆઈનો પોલિગ્રાફી ટેસ્ટ કરાયો 
તો બીજી તરફ, પોલીસ દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું છે. પરંતુ હજી સુધી તે સ્વીટી પટેલના છે કે નહિ તે ખુલાસો થયો નથી. આ ઉપરાંત ફએસએલ દ્વારા પીઆઈના એસડીએસ અને પોલીગ્રાફી ટેસ્ટમાં 20થી વધુ પ્રશ્નો પુછાયા હતાં અને હવે તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. પીઆઈના પરસેવાને મોનિટરિંગ કરવામાં આવ્યો હતો. આ સિવાય પોલીગ્રાફિક ટેસ્ટમાં પણ 4 શારીરિક પરીબળોને સ્કેન કરીને પ્રશ્નો પુછાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post