• Home
  • News
  • લાંબા વિરામ બાદ વલસાડમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો
post

ગત વર્ષ કરતા વાપીમાં 34 ઇંચ ઓછો વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 11:10:59

વાપી: વલસાડ જિલ્લામાં જુનના બીજા સપ્તાહથી ચોમાસુ બેસી ગયા બાદ વરસાદ ક્યારેક ઝાંપટા મારી જતો હતો. જેને લઇને ખેડૂતોમાં પોતાના પાકની ચિંતા વધી હતી. સીઝનના 40 દિવસ બાદ મંગળવારે સવારથી જ મેઘરાજા સમગ્ર જિલ્લામાં મનમૂકીને વરસ્યા હતા. જિલ્લામાં સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 134 એમએમ, વાપીમાં 44 એમએમ, પારડીમાં 101 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે ધરમપુર અને કપરાડા તાલુકામાં છૂટો છવાયો રહ્યો હતો.

ગત વર્ષે સમગ્ર જિલ્લામાં સરેરાશ 1217 મિમી એટલે કે 49 ઇંચ વરસાદ નોંધાયો
વલસાડ જિલ્લામાં સીઝનના કુલ સરેરાશ વરસાદ સામે 27મી જુલાઈ સુધીમાં 47 ટકા ઓછો વરસાદ નોંધાયા બાદ મંગળવારે વરસેલા વરસાદ સાથે જિલ્લામાં તાલુકા મુજબ સિઝનનો કુલ વરસાદ જોઈએ તો વલસાડ તાલુકામાં 781 મિમિ વરસાદ નોંધાયો છે. વાપીમાં 523 મિમિ, પારડીમાં 468 મિમિ, ધરમપુરમાં 520 મિમિ, કપરાડામાં 689 મિમિ અને ઉમરગામ તાલુકામાં 736 મિમિ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે સમગ્ર જિલ્લામાં સરેરાશ 1217 મિમી એટલે કે 49 ઇંચ વરસાદ નોંધાયો હતો જેની સામે આ વર્ષે હજુ 50 ટકા પણ વરસાદ થયો નથી. વાપી તાલુકાની વાત કરીએ તો ગત વર્ષે 28મી જુલાઇએ 1400મીમી (55.12 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જિલ્લાના એકમાત્ર દમણગંગા નદીના મધુબન ડેમમાં કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડતાં ડેમની સપાટી 72.35 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 3006 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે એક દરવાજો 1 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. જેના થકી 3818 ક્યુસેક પાણીને દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post