• Home
  • News
  • કોરોનાને હરાવી વાપીની તાન્યા CSમાં દેશમાં પ્રથમ, 545 માકર્સ સાથે કંપની સેક્રેટરી બનવાની ઇચ્છા પૂર્ણ કરી
post

ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં તેનો પ્રથમ રેન્ક આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-26 11:01:23

ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2020માં લેવાયેલી પરીક્ષામાં વાપીની તાન્યા પ્રદીપ ગ્રોવર 545 માકર્સ (60.56) સાથે દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષા પહેલા સપ્ટેમ્બરમાં તાન્યા ગ્રોવર કોરોના પોઝિટિવ આવી હતી. આમ છતાં તેમણે હિમંત હાર્યા વગર સી.એસ.ની પરીક્ષાની તૈયારી કરી હતી.વાપી ગુંજન સ્થિત મંગલમૂર્તિ નજીક સાગર સોસાયટીમાં રહેતી તાન્યા ગ્રોવરે કોરોનાને માત આપ્યા બાદ ડિસેમ્બરમાં વાપી કે.બી.એસ.કોલેજના કેન્દ્ર પરથી પરીક્ષા આપી હતી.

ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં તેનો પ્રથમ રેન્ક આવ્યો હતો. તેમણે ઉત્તરપ્રદેશના રામપુરના વિલાસપુર સીબીએસઇ સ્કુલમાં ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે તાન્યાના પિતા વાપીમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સી.એસ.ની ફાઇનલ પરીક્ષામાં પ્રથમ રેન્ક આવતાં તેમના પરિવાજનો અને મિત્ર વતૂર્ળમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.

તાન્યા ગ્રોવર સાથે સીધી વાત

તમે ગ્રેજ્યુએશન શેમાં કર્યું છે?
-
બીબીએ વાપી રોફેલ કોલેજથી કર્યું છે. ત્યારબાદ સી.એસ.નો કોર્ષ કર્યો હતો.એકઝામ વાપી કેન્દ્રથી આપી હતી.

સી.એસ.(કંપની સેક્રેટરી) બનવાનો નિર્ણય કેમ લીધો ?
-
બીબીએ કરતી વખતે નકકી કર્યુ હતું કે કંપની સેક્રેટરી બનવું છે. કારણ કે આ ફિલ્ડમાં બહુ ઓછા લોકો જતાં હોય છે.

પરીક્ષા સમયે કેટલા કલાક વાંચતાં હતા ?
-
સમય નકકી ન હતો, પરંતુ જયારે પણ તૈયારી કરતી ત્યારે 10 કલાક લાગે કે 20 કલાક લાગે પણ પૂર્ણ કરી દેતી હતી

કોઇ કોચિંગ લીધુ હતું કે કેમ ?
-
મુંબઇથી કોચિંગ લીધુ હતું. અને ઘરેથી તૈયારી કરી હતી.

રોલ મોડેલ કોઇને બનાવ્યાં છે ?
-
મારા પપ્પાને રોલ મોડેલ બનાવ્યાં છેે , લાઇફમાં બેલેન્સ જોઇએ.પપ્પા હંમેશા બેલેન્સ કરતા હોય છે.

સી.એસ. પછી શું કરવાની ઇચ્છા છે ?
-
મોટી કંપનીમાં નોકરી લાગ્યા બાદ આગળ સામાજિક પ્રવૃતિ કરવાની ઇચ્છા છે. જેમાં વધુ રસ છે.

તમે લોકોને શું ટિપ્સ આપશો ?
-
કોઇ પણ પરીક્ષામાં પધ્ધતિસર વાંચન કરવું જોઇએ. આયોજન વગર કોઇ પણ પરીક્ષામાં સફળતા મળતી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post