• Home
  • News
  • વારાણસી જતી 'વંદે ભારત ટ્રેન'માં ટેકનિકલ ખામી સર્જાઈ, મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરાયા
post

ઉત્તર મધ્ય રેલવેના ડાનકોર અને વેર સ્ટેશનો વચ્ચે C-8 કોચના ટ્રેક્શન મીટરમાં બેરિંગ ડિફેક્ટના કારણે વંદે ભારત રેક (ટ્રેન નંબર 22436) ફેલ થઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-08 18:11:37

નવી દિલ્હી: દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ટેકનિકલ ખામી આવી ગઈ છે. ખુર્જા રેલવે જંક્શન પર ટ્રેક્શન મોટર સીઝ થવાથી ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ. જે બાદ ટ્રેનના મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરી મોકલી દેવાયા. ટ્રેનમાં ખામી સર્જાતા ટ્રેન લગભગ ચાર કલાક મોડી પડી. 

ઉત્તર મધ્ય રેલવેના ડાનકોર અને વેર સ્ટેશનો વચ્ચે C-8 કોચના ટ્રેક્શન મીટરમાં બેરિંગ ડિફેક્ટના કારણે વંદે ભારત રેક (ટ્રેન નંબર 22436) ફેલ થઈ ગઈ. એડીઆરએમ ડીએલઆઈ પોતાની ટીમ સાથે આ ટ્રેનમાં ઓન-બોર્ડ નિરીક્ષણ કરી રહ્યા હતા. NCR ટીમની મદદથી બેરિંગ જામને ઠીક કરવામાં આવ્યુ. જોકે 80 મિમીના એક ફ્લેટ ટાયરના વિકાસના કારણે ટ્રેનને ખુર્જા સુધી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે લાવવામાં આવી. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 10.45 વાગે રવાના થયેલી ટ્રેન ખુર્જા રેલવે જંક્શન પહોંચી અને ત્યાં મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસથી રવાના કરવામાં આવ્યા.

એડીઆરએમ ઓપી દિલ્હીની અધ્યક્ષતામાં એનઆર અને એનસીઆરના 6 અધિકારીઓની એક સંયુક્ત ટીમ સ્થિતિની દેખરેખ અને ટ્રાન્સશિપમેન્ટમાં સહાયતા માટે સાઈટ પર છે. ટ્રેનને મેન્ટેનેન્સ ડેપોમાં પાછી લાવ્યા બાદ આની તપાસ કરવામાં આવશે. અગાઉ ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પશુઓ સાથે ટકરાઈ હતી જેમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યુ હતુ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post