• Home
  • News
  • પ્રદૂષણ ઘટતા 11 કિમી દૂર ઉભરાટથી જોઈ શકાયો વેસુનો નજારો
post

લોકડાઉનને કારણે વાહન પ્રદૂષણ ઓછું થયું છે, વેપાર-ધંધા થંભી જવાથી વાતાવરણ શુદ્ધ થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 10:39:50

સુરત : આફતના કારણે આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. જો કે લોકડાઉનને કારણે જન જીવન થંભી ગયું છે, વાહન પ્રદૂષણ ઓછું થયું છે, વેપાર-ધંધા થંભી જવાથી વાતાવરણ શુદ્ધ થયું છે, ગંદકી અટકી છે અને નદીઓના પાણી શુદ્ધ થયા છે. લોકડાઉનની સકારાત્મક અસર સુરતમાં પણ જોવા મળી રહી છે. ઉભરાટની બાજુમાં આવેલા દાંતી ગામથી કંડારાયેલી તસવીરમાં મગદલ્લા થી ખજોદ સુધીની શહેરની ઈમારતો નરી આંખે જોઈ શકાય છે. જ્યાંથી આ તસવીર લેવામાં આવી છે ત્યાંથી ખજોદનું હિરા બુર્સનું અંતર 9.39 કિલોમીટર છે છતાં પણ વાતાવરણ શુદ્ધ થતાં હાલના સમયમાં નિહાળી શકાય છે. વેસુની ઈમારતો ત્યાંથી 11 કિલોમીટર દુર છે છતાં નરી આંખે જોઇ શકાય છે. 


74
ટકા પ્રદૂષણ ઘટ્યું 
બે વીક પહેલા એર ક્વોલિટી ઈન્ડેક્ષ એટલે કે, એક્યુઆઈમાં 195 હતો જે હવે 51 પર છે.  20 એપ્રિલએ 65, 21 એપ્રિલે 51, 22 એપ્રિલે 41, 23 એપ્રિલે 46,  24 એપ્રિલે 36 25 એપ્રિલે 37 અને 26 એપ્રિલે 31 હતું. (સોર્સ : SVNIT) 


35
ટકા કચરામાં ઘટ 
પહેલા ડોર ટુ ડોર, કોમર્શિયલ અને રોડ-રસ્તા પર મળીને રોજ કુલ  2200 મેટ્રિક  ટન કચરો નીકળતો હતો પરંતુ હવે માત્ર 1200 ટન કચરો નીકળી રહ્યો છે. મેડિકલ વેસ્ટ 4 હજાર મેટ્રિક ટન નીકળતો હતો, જે હવે 3 હજાર મેટ્રિક ટન નીકળી રહ્યો છે. (સોર્સ : SMC સોલિડ વેસ્ટ વિભાગ)


90
ટકા પેટ્રોલનું વેચાણ ઘટ્યું 
પહેલા સુરતમાં 3.50 લાખ લિટર પેટ્રોલ અને ડિઝલ 2.50 લાખ લિટરનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે રોજનું માત્ર 35 હજાર લિટર પેટ્રોલ અને ડિઝલ માત્ર 30 હજાર લિટર ડિઝલનો ઉપયોગ થઈ રહ્યો છે. ( 23 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી)(સોર્સ : બચુ દેસાઇ, પેટ્રોલ એસો.)


91
ટકા ક્રાઇમ રેટ ઘટ્યો
ક્રાઈમ રેટમાં 91 ટકા ઘટાડો થયો છે. જાન્યુઆરી મહિનામાં વિવિધ 467 ગુના નોંધાયા હતાં, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 545 ગુન્હા અને 21 માર્ચ સુધીમાં 261 ગુન્હા નોંધાયા હતાં. 23 માર્ચથી લઈને 28 એપ્રિલ સુધીમાં 75 જેટલાં જ વિવિધ ગુના નોંધાયા છે.(સોર્સ : સીપી ઓફિસ)

adv

Related News

post
post
post
post
post
post
post