• Home
  • News
  • દિગ્ગજ નેતાનો આત્મવિશ્વાસ ડગમગ્યો:કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, મને હજી એવું લાગતું નથી કે અમે 2024માં 300 બેઠક પર પહોંચીશું
post

આઝાદે જણાવ્યું હતું કે હું કલમ 370 બાબતે ખોટાં વચન નહિ આપી શકું

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-02 13:30:09

કોંગ્રેસનાં સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે તેમને નથી લાગતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 300 બેઠક જીતી શકશે. જમ્મુ-કાશ્મીરના પુંછમાં બુધવારે રેલીમાં સંબોધાન કરતાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટી હાલમાં આટલી બેઠક જીતવાની સ્થિતિમાં જ નથી.

2024માં અમારા 300 સાંસદ હશે, એવું મને લાગતું નથી
તેમણે જણાવ્યું હતું કે હું લોકોને ખુશ કરવા માટે નહીં બોલું, જે અમારા હાથમાં નથી. હું તમને ખોટાં વચનો કેમ આપું ? કલમ 370ની વાત કરું એ યોગ્ય નથી. કલમ 370ને લોકસભામાં બહુમતવાળી સરકાર જ હટાવી શકે છે. સરકાર બનાવવા માટે 300 સાંસદ જોઈએ. હું વચન નથી આપી શકતો કે 2024ની ચૂંટણીમાં અમારા 300 નેતા જીતીને સાંસદ પહોંચી જશે. મને હજી એવું લાગતું નથી કે અમે 2024માં 300 સીટ પર પહોંચીશું. હું તમને કોઈ ખોટું વચન નહિ આપું, તેથી જ હું કલમ 370 હટાવવાની વાત નહીં કરું.'

આઝાદે કહ્યું હતું, હું તમને ખોટાં વચનો કેમ આપું ?
પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે અનુચ્છેદ 370 પર પોતાના મૌનને યોગ્ય ઠેરવ્યું. તેમણે કહ્યું હતું કે માત્ર સુપ્રીમકોર્ટ, જ્યાં આ મામલો પેન્ડિંગ છે અને કેન્દ્ર એને પુનઃસ્થાપિત કરી શકે છે. ભાજપનું નેતૃત્વ ભારતની કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી છે, તેથી તે એને પુનઃસ્થાપિત કરશે નહીં. જો હું તમને કહું કે હું એને પાછી લાગુ કરીશ, તો એ કહેવું ખોટું છે. હું તમને ખોટાં વચન નહીં આપું.

મારા ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું
અગાઉ જમ્મુ પ્રાંતના કિશ્તવાડ જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતાં ઓમર અબ્દુલ્લાએ આઝાદની કથિત ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી, એમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કલમ 370 વિશે વાત કરવી અર્થહીન છે. આ અંગે આઝાદે કહ્યું હતું કે 'મીડિયાના કેટલાક વર્ગોએ કાશ્મીરમાં મારા ભાષણને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. કલમ 370 પર તેમનું વલણ સ્પષ્ટ છે, પણ તે કોઈને ખોટાં વચનો આપી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકારના નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના લોકોમાં નિરાશા છે.

આઝાદે વધુમાં કહ્યું હતું કે હું કલમ 370 બાબતે ખોટાં વચન નહિ આપી શકું, કારણ કે અમારે 300 સાંસદ લાવવા પડશે. ભગવાન અમારા 300 સાંસદ બનાવે, ત્યારે જ કંઈક થઈ શકે છે, પરંતુ વર્તમાનમાં મને નથી લાગી રહ્યું કે આવું થશે, તેથી હું કોઈ ખોટાં વચનો નહીં આપીશ અને કલમ 370 વિશે વાત કરવાથી બચીશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post